મુખ્ય પૃષ્ઠ > નયનોનાં કોરની ભીનાશ - > નયનોનાં કોરની ભીનાશ (૪)પ્રવિણા કડકીયા

નયનોનાં કોરની ભીનાશ (૪)પ્રવિણા કડકીયા

જુલાઇ 30, 2011 Leave a comment Go to comments

પ્રશાંત  કોલેજ ગ્રેજ્યુએટ થયો.નવી મર્સિડિઝ  પાપા લાવ્યા તેથી ખુશ  હતો. તેનો પ્લાન સારો  હતો. મમ્મી પાપાનું સ્વપનું  હતું કે ઘરમાં મર્સિડિઝ  હોય.  પોતાના નામ પર લેવાનો  આગ્રહ રાખ્યો.પણ એ  ગાડી તો મમ્મા માટે  હતી.એને તો જૂની  ‘ટોયેટા’ ગાડી ખૂબ ગમતી.  ચારેકોર આનંદ છવાઈ ગયો  હતો.ક્ષિતિજ આનંદમાં તરબોળ ભૂલી ગયો  કે પોતે કેવી પરિસ્થિતિમાંથી  પસાર થઈ રહ્યો છે.

દિશા અને ક્ષિતિજ માનવાને  તૈયાર પણ ન હતાં  કે એક બીજાનાં સંગમાં  આટલાં બધા વર્ષો ક્યાં  પસાર થઈ ગયાં. જીંદગી  કેવી સરી ગઈ.જીંદગી  કેવી વૈવિધ્યતાથી પૂર્ણ છે. લગ્ન  થયા તેપણ નાટકિય રીતે , અમેરિકા આવ્યા બાળકો મોટાં  થયાં. બને જણા ભૂતકાળનાં  મધુર સ્મરણો વાગોળતાં બેકયાર્ડના
ઝુલા ઉપર ઝૂલી રહ્યાં હતા.

દિશા કહે  “હની  ચાલને રૂમમાં જઈને શાંતિથી  સૂઈ જઈએ. ક્ષિતિજ દિશાનાં  ખોળામાં માથું રાખીને મોજ  માણી રહ્યો હતો. તેને  ઉઠવાનો  કંટાળો આવતો હતો. દિશા  આવી સુંદર સુવર્ણ તક  માણી રહી હતી. પણ આભે ચાંદો વારેવારે ડોકિયાં  કરી તેની હાજરીનો ઢોલ  પિટતો હતો. દિશા  કારણ વગર શરમાતી. તે કાંઇ નવલી દુલ્હન ઓછી હતી? અરે જેનો  દીકરો કોલેજ ગ્રેજ્યુએટ હોય  અને દીકરી કોલેજમાં હોય  તે મા,નાની તો  ન જ હોય. કિંતુ  પ્રેમ ને અને ઉંમરને  શું સંબંધ? જેમ જૂનો  થાય  તેમ  ગાઢ થાય તેને પ્રેમ  કહેવાય.

ક્ષિતિજ ને ઉઠ્યા વગર  ચાલવાનું ન હતું. જેવો  ઉઠવા ગયો ત્યાંજ રાડ  નિકળી ગઈ. . દિશા અડધી  ઉંઘમાં હતી. અરે, અચાનક  શું થઈ ગયું?  ક્ષિતિજ
કહે ‘મારાથી ઉભું નથી  થવાતું.’’ તું હાલીશ પણ  નહી’.દિશા તો સમજી  ન શકી કે પોતે  શું કરે?

પ્રશાંત દોસ્તારો સાથે ‘નાઈટ ક્લબ’માં ગયો હતો. પ્રિયંકાને બે અઠવાડિયા પછી  ‘ટેસ્ટ’ હતી એટલે પોતાના  એપાર્ટમેન્ટ પર જતી રહી..
પાર્ટી પૂરી થયા પછી  ‘મેઇડ’ પણ વીકએન્ડ હોવાને  કારણે ઘરે ગઈ હતી. દિશા હવે ખરેખર ગભરાઈ  ગઈ. ક્ષિતિજ ડાયાલિસિસ પર હતો. જ્યારે
ડાયાલિસિસ કરાવીને ઘરે આવે તે  દિવસે ખૂબ અશક્તિ લાગતી. બીજા દિવસે પછી નોર્મલ  થઈ જતો..

જ્યાં સુધી  ‘કિડનીનો’ ડોનર’ ન મળે  .ત્યાં સુધી ડાયાલિસિસ  વગર આરો ન  હતો.અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલિસિસ,
તેનું શરીર નંખાતું જતું  હતું . જીવવાની જીજીવિષા અને દિશાનો અનહદ  પ્રેમ તેનેમાટે પૂરતાં હતાં.

આજે પાર્ટીને કારણે  વધારે પડતો ઉત્સાહમાં હતો.  તેથી તો હિંચકા પરથી  અંદર બેડરૂમમાં જવાની પણ આળસ
કરતો હતો. તેમાં વળી  ઉભા થતી વખતે અસહ્ય  દર્દ અનુભવ્યું.

“શું કરું હું  ક્ષિતિજ? તારાથી ઉઠાતું નથી.  આપણા બંનેના સેલ ફોન  લિવિંગ રૂમમાં છે. દિશા  ક્ષિતિજની
સામે ખૂબ બહાદૂરી પૂર્વક  વર્તન કરતી પણ એકલી  પડતી ત્યારે હિંમત હારી  જતી. અઠવાડિયામાં  ત્રણ
વખત ‘ડાયાલિસિસ’ માટે જવાનું.  કરાવીને આવે ત્યારે ક્ષિતિજનું  બ્લડપ્રેશર વધી જતું. મોઢું
પણ સોજાવાળું લાગતું.  નંખાઈ  ગયેલો લાગતો. દિશા પોતાના  મોઢા ઉપર કોઈ હાવભાવ
બદલાવા  દેતી  નહી. તેને ખબર હતી જો  તે હિંમત હારી જશે  તો ક્ષિતિજ  પડી  ભાંગશે.

દિશા આખી રાત  ક્ષિતિજનું માથું ખોળામાં રાખીને  બેસી રહી. ક્ષિતિજે ખૂબ  શાંતિ અનુભવી. સવાર થઈ ત્યારે
ધીરેથી દિશાની સહાયથી ઉઠ્યો  અને ધીરે ધીરે ચાલીને  બાથરુમ સુધી ગયો. દિશાના  પગ સજ્જડ થઈ ગયા
હતા. ઉઠીને ગરમ પાણીના  ટબમાં જઈને બેઠી.

ક્ષિતિજ  માટે ચા અને નાસ્તો  તથા તાજાં ફળોનો  રસ પણ કાઢવાનો  હતો. જલ્દીથી નહાઈને બહાર આવી
રસોડામાં કામે વળગી. ક્ષિતિજને દુખાવો ન હતો તેથી આવીને  ડાઈનિંગ ટેબલ પર બેઠો.

દિશાએ અને ક્ષિતિજે  સાથે  નાસ્તો કરવાની મજા માણી. ગઈકાલની પાર્ટીને કારણે ક્ષિતિજને આરામની
જરૂર હતી. ખાઈપીને  પાછો બેડમાં સૂઈ  ગયો. દિશાની  ઉંઘ તો વેરણ થઈ ગઈ હતી.  દિશાએ ક્ષિતિજની હરપળનું ટાઈમ ટેબલ બનાવ્યું
હતું. ક્ષિતિજતો તેનું સર્વસ્વ હતો.  તે હતી ૨૧મી સદીમાં  પણ પતિ પ્રત્યેનો પ્રેમ  તો દુશ્યંત અને શકુંતલાને યા
રામ સીતાને પણ ઝાંખા  પાડે તેવો હતો. આખી  રાત ક્ષિતિજ ખોળામાં સૂતો અને પોતે  ઉંહકારો ભણ્યા વગર બેસી
રહી.

જેવો ક્ષિતિજ સૂવા  ગયો કે તરત જ  તેની તબિયતની ચિતાએ દિશાના મન  પર રાજ્ય જમાવ્યું. તેણે
અટકળો ચાલુ કરી, શામાટે  ગઈ રાતના ક્ષિતિજને દુખાવો  થયો. બાળકોને કહ્યું પણ નહી.  ખાલી તેમેને ચિંતા કરાવવી.
તેનો ડોક્ટર શનિ, રવી  ટાઉનમાં હતો નહી. તેથી  વાત સોમવાર પર મુલતવી  રાખી. આંખો બંધ કરી  આરામ લેવાનો પ્રયત્ન કર્યો
પણ શું તે સહેલું  હતું?

“કિડની ફેઇલિયોર અને  ડાયાલિસિસ વિશે કમપ્યુટર પર  બેસી વાંચતી”. માહિતી ભેગી કરતી  અને બધી વસ્તુઓનું બરાબર
પાલન કરતી. ઘરમાં એક  પણ સ્નેક્સના પેકેટ રાખતી નહી.  અગત્યનું તો એ છે  કે જે ક્ષિતિજ ખાય  તે ચીજો તે પોતે
પણ ખાતી. બાકી આજના  જમાનાની તડફડ કરવાવાળી  છોકરીઓ કરતાં તે  જુદીજ માટીની ઘડાયેલી હતી.
ક્ષિતિજની ચિંતા તેને રાત  દિવસ કોરી ખાતી.  અંધશ્રધ્ધાળુ ન હતી તેથી  વિચાર કરતી, ઈલાજ શોધતી.
ક્ષિતિજના મમ્મી ભારતમાં  હતાં. પાપા તો  નાની એવી માંદગી ભોગવીને  હરિચરણમાં વિરાજ્યા હતા. તેને થયું
મમ્માને બોલાવવા દે કદાચ ક્ષિતિજ  તેમને જોઈને સદા હસતો  રહે. તેને ખબર હતી  ક્ષિતિજ તેના મમ્માને ખૂબ
માનતો અને વહાલ કરતો. દિશા જાણતી  હતી કે ક્ષિતિજ બધું  સહન કરી શકશે પોતાના  મમ્માની અવહેલના કદી નહી. સંસ્કારી
દીકરીઓ  જાણતી  હોય છે ‘મા, કોને  વહાલી ન હોય’. આટલી  બધી ચિંતામા આવો સરસ ઉપાય  શોધ્યો તેથી દિશા મનોમન
હસી રહી. તેણે નક્કી  કર્યું  ક્ષિતિજને  સરપ્રાઈઝ આપું.

સોમવારની  સવાર થઈ . સવારના પહેલો  ડૉક્ટરને ફોન કર્યો. બધી  વાત વિગતે જણાવી

ડૉક્ટરે પુછ્યુ “અત્યારે  ક્ષિતિજને  કેમ છે?”

દિશાકહે ” અત્યારે સૂતા છે. પણ  બે દિવસથી રાતના ખૂબ  હેરાન થાય છે.

ડૉક્ટરકહે ”  કાલે તેમની ડાયાલિસિસની એ્પોઈન્ટમેન્ટ  છે ત્યારે પ્લીઝ તેમને  બે કલાક વહેલાં લઈને  આવજો જેથી કમપ્લીટ ચેક
અપ કરી લઈશ. કોમ્પ્લીકેશન  થવા ન જોઈએ પણ  ચેક અપ કરવાથી ખબર  પડશે. દિશાને વાત કરવાથી
રાહત થઈ પણ  જ્યાં સુધી ડૉક્ટર  ચેક અપ કરીને ન કહે ત્યાં સુધી તેનો  જી્વ તાળવે ચોંટેલો રહ્યો.
તેને હવે બી.પી. માપતાં આવડી ગયું હતું  તેથી દર બે કલાકે  ચેક કરતી.

“ક્ષિતિજ તને  અશક્તિ લાગે છે? તું  પલંગમાંથી ઉભો ન થા, પ્લીઝ “કહી તેને કરગરતી.
કિડનીને  હિસાબે  હાર્ટ પણ થોડું નબળું  પડ્યું હતું. વારે વારે  તેને બરફનો ટૂકડો ચૂસવા  માટે આપતી..

ક્ષિતિજ  મશ્કરીમાં કહે’ મારા આકા! આટલી બધી સેવા કરે  છે તો હું તો  સાજો થવાનું નામ જ  નહી લંઉ’

દિશા હસીને  કહે “એક તો મારી ચિંતા  વધારે છે અને ઉપરથી  બળતામાં ઘી હોમે છે?  તું સાજો થઈ જાય
તેથી તારું આટલું બધું  ધ્યાન રાખું છું. સમજ્યા  મારા પતિદેવ?’

ક્ષિતિજે દિશાની આંખનાં ખૂણામાં  તગતગતાં આંસુ જોયા.  દિશાએ ગંભીરતા ઘટાડતા કહ્યું,” અરે મારા  આકા, હજુ તો ઘણાં
વર્ષો સુધી સંગ માણવાનો  છે. આપણા ‘ગ્રાન્ડ ચિલડ્રનને’  રમાડવાનાં છે. તું શું  મારાથી કંટાળી ગયો છે.”

“દિશા,  શું હું તારાથી કંટાળી  જાંઉ એવું લાગે છે.  અરે યાર હજુતો જીંદગીની  રફ્તારમાં ઘણું બધું માણવાનું  છે.,

“તું સાજો થા પછી જો જે ‘મેમસાહેબા’ રોજ  બેડ ટી નો ઓર્ડર  છોડશે.” એમ કહ્યું ત્યાં  તો બંને જણા ખડખડાટ
હસી પડ્યાં.

સોમવારની સવારે મેઈડ આવી  તેને  બધું ઘરનું કામકાજ સમજાવી દીધું. ક્ષિતિજને હળવેથી તૈયાર થવામાં  મદદ કરી નબળાઈ ઘણી  લાગતી હતી. તૈયાર થઈને બંને નિકળ્યા. બે કલાક વહેલું  જવાનું હતું.  દિશા  પોતાની ચિંતા છૂપાવવાનો પ્રયત્ન  કરી રહી હતી.. હસીને વાત કરતી હતી. પણ  તેનાં અંતરમાં ક્ષિતિજની ચિંતા ઘુમરાઈ રહી  હતી. ક્ષિતિજ તેને ખૂબ સારી રીતે જાણતો હતો. દિશાની  વ્યથા સમજતો પણ અસહાય  હતો. ડૉક્ટર પાસે પહોંચ્યા. ક્ષિતિજે પ્રેમથી તેનો હાથ દબાવ્યો  અને ચૂમી લીધો. દિશાએ  નિહાળ્યા કર્યું જ્યાં સુધી ક્ષિતિજને લઈને જતી કાર્ટ  નજર્યુંથી ઓઝલ ન થઈ.

ડોક્ટરે  ક્ષિતિજને બરાબર તપાસ્યો. તેને   ‘ઇનફેક્શન’ લાગી ગયું હતુ. જેના લીધે ડાયાલિસિસ કર્યા પછી  જે  રાહત થવી જોઈતી હતી  તે ધીરી હતી. પાર્ટીની  ધમાલમાં ક્ષિતિજ પોતાની નાજુક પરિસ્થિતિ વિસરી ગયો હતો. દિશાને  બધી વાતની હા એ  હા કરતો. જેથી રાતના  હિંચકા પર સુતાં પછી તે ઉભો ન થઈ શક્યો. બીજે  દિવસે વારંવાર ઉલ્ટી થતી., ભૂખ  ન લાગતી, અશક્તિ લાગતી  અને વારંવાર બાથરૂમ જતો.કિંતુ કરતી વખતે દર્દ થતું  અને અટકી અટકીને પેશાબ  થતો.  દિશાની  ચિંતા અસ્થાને ન હતી. નિયમિત જીવનમાં બહુ તકલિફ ન  લાગતી.આજે બસ મનમાં  ‘શ્રી કૃષ્ણઃ શરણં મમ  નું રટણ અવિરત કરી રહી હતી. હંમેશા ડાયાલિસિસ  કરાવ્યા પછી ઘરે આવતાં  ત્યારે ભલે અશક્તિ લાગતી  પણ ક્ષિતિજ તેનાં બધાં કામ સરસ રીતે કરતો. જાણે  પહેલાંની  માફક. ત્યારે દિશા જરા  રાહતનો દમ લેતી. ખુશમિજાજમાં  હોય ત્યારે બંને ભૂલી જતાં કે ક્ષિતિજની હાલત  નાજુક છે. દિશાને હસતો  હસાવતો ક્ષિતિજ ખૂબ વહાલો લાગતો.પોતે પણ ચહેરાં પર  મોહરું પહેરી ખુલ્લા દીલે  ક્ષિતિજનો સાથ માણતી.

ક્ષિતિજનાં દિવા સ્વપનમાંથી બહાર  આવી. બાથરૂમમાંથી મોઢું સાફ કરી  ઉપર થોડો મેકઅપ લગાવી રડ્યાંની નિશાની ભુંસવાનો વ્યર્થ  પ્રયત્ન કર્યો. વેઈટિંગ રૂમમાં  સમય પસાર કરવો ખૂબ કઠીન હોય છે. પણ  રાતના  ઉજાગરા અને ચિતાના ભારે  આંખો ક્યારે  બંધ  થઈ ગઈ તેતેને ખબર પણ ન પડી..જ્યારે  નર્સે આવીને તેને જગાડી  ત્યારે ક્ષિતિજની હાલતની તેને જાણ  થઈ. નર્સ દ્વારા જાણવા મળ્યું કે ચિંતા કરવાની  જરૂર નથી. કોમપ્લીકેશન મામૂલી  હતાં બે દિવસ ભરપૂર  આરામ કર્યો અને આજે
ઇલાજ તેથી બધું બરાબર  છે. ડાયાલિસિસ દ્વારા ક્ષિતિજ સરળતાથી  દિવસો વિતાવી શકતો હતો.ક્યારે ‘કિડની’ મળશે તેની હજુ કાંઈજ ખબર હતી  નહી. ત્યાં સુધી આ  જ એક સહારો છે.

દિશા  સંપૂર્ણ શ્રધ્ધાથી, પ્યારથી ક્ષિતિજનો ઈલાજ કરાવી રહી  હતી. પૈસાની ચિંતા હતી  નહી..મેઈડ હતી તેથી
કામકાજ્માં પણ વાંધો ના  હતો. ક્ષિતિજના મમ્મા ભારતથી આવ્યા  હતા તેથી રસોઈ પાણીમાં  રાહત રહેતી. આમ પણ ક્ષિતિજને
મમ્માના હાથની રસોઈ ખૂબ  ભાવતી. દિશાની સૂચના મુજબ  મમ્મા બનાવતા જેથી દિશા  ક્ષિતિજ સાથે સમય ગાળી
શકે. દિશાની ચિંતા થોડી  હળવી થઈ  હતી. મમ્મા સાથે ક્ષિતિજ પણ વાતો નામ ગપાટા મારતો.

ક્ષિતિજનું ખાવાનું પ્રમાણમાં ખૂબ ઘટી ગયું  હતું. દિશા અચૂક તાજાં  ફળનો રસ  કાઢી  તેને પીવડાવતી. ક્ષિતિજના ઉઠતાં પહેલાં દરરોજ
સવારે ‘ગીતા’ વાંચતી. બપોરે  જ્યારે ક્ષિતિજ આરામ કરતો હોય  ત્યારે મમ્મા પાસે આવી  દિલ હળવું કરતી. દિશા  પરણીને આવી ત્યારે તેના
માતા પિતાએ ખાસ સૂચના  આપી હતી.

‘બેટા, જો તને  પતિ નો અનહદ પ્રેમ  આખી જીંદગી જોઈતો હોય  તો તેના માતા પિતાને  આદરને સન્માન આપજે.’ પતિ  તારા કહ્યામાં રહેશે અને તને
અઢળક પ્રેમ આપશે.’ આ  સુવર્ણ શીખામણનું દિશા એ અક્ષર  સહ પાલન કર્યું હતું’

ક્ષિતિજ તેના ગુણો પર  વારી ગયો હતો.. ડાયાલિસિસને  કારણે દિશા પર આવી પડેલી  પરિસ્થિતિમાં મમ્માને આવેલાં જોઈ દિશાને
આલિંગનમાં જકડી કહે, ‘ હેં  દિશા તું અંતર્યામી કેવી  રીતે થઈ ગઈ.? તને  કેવી રીતે મારા દિલની  ઈચ્છા વિશે ખબર પડી?’

દિશા ગર્વથી કહે  , અરે યાર તારા દિલની  વાત હું નહી જાણું  તો કોણ જાણશે?  અરે, તું તો  ખુલ્લી કિતાબ જેવો છે.
તારી નજરમા ,મારા પ્રત્યેનો  પ્રેમ અને તેમાં વણલખી  વાત મને બધું સ્પષ્ટ  વંચાય છે. ક્ષિતિજ આવી  હાલતમાં મજબુત દિશા મળી
તે માટે પ્રભુનો આભાર  માનતો.

ક્ષિતિજની નાજુક હાલત વિશેના વિચારો પળ ભર પણ દિશાને છોડતા ન હતાં. એની અસર શરીર પર જણાતી. કિંતુ ક્ષિતિજ તે જોવા શક્તિમાન નહતો.  દિશા તેને પ્યારમાં અને સારવારમાં ગુંગળાવી દેતી જેથી ક્ષિતિજની ચકોર આંખો તે જોઈ જ ન શકે.

દિશા જાણતી હતી કે ડાયાલિસિસને કારણે ક્ષિતિજને ભલે નબળાઈ જણાતી . તેનો જીવન પ્રત્યે નો અભિગમ હકારત્મક અને સુરક્ષિત હતો. તેન વર્તનમાં ક્યાંય નિરાશાની છાંટ ન હતી. બાકી તબિયત કથળે એ તો સ્વાભાવિક હતું. બાળકોને પણ પ્રેમ અને ઉત્સાહ પૂરો પાડતો. તેની દીકરી તો હૈયાનો હાર હતી.. દિશાએ બે દિવસ પ્રિયંકાને ઘરે રહેવા બોલાવી. પ્રિયંકા આવી ત્યારે ક્ષિતિજ આરામ ફરમાવી રહ્યો હતો. મા દીકરી બંને ‘ગરાજ’માં વાતોએ વળગ્યાં. દિશાથી રહેવાયું નહી. આટલા બધા વખતથી જાત ઉપર રાખેલો સંયમનો બંધ ટૂટી ગયો. પ્રિયંકાએ મમ્માને આટલી બધી પરેશાન કદી જોઈ ન હતી. તેણે મમ્માને શાંતિથી રડવા દીધી. દિશાનું મન હળવું થયું. પ્રિયંકાને આલિંગનમાંથી છોડતી જ ન હતી.

અંતે જ્યારે થાકી ત્યારે ઉંડો શ્વાસ લઈને બોલી,’બેટા મને તારા પાપાની ચિંતા ખૂબ સતાવે છે.’

પ્રિયંકા, મમ્મા તું હિંમત હારી જઈશ તો કેમ ચાલશે.’?

દિશા,’બેટા હું પણ સામાન્ય સ્ત્રી છું , મારા પ્રાણથી પ્યારા પતિની હાલત મારાથી જોઈ શકાતી નથી.. તેની સામે મારે સદા હસતું મોઢું રાખવું પડે છે.’ હું કોની આગળ મારા અંતરની વેદના ઠાલવું?’ આજે તને જોઈને મારું હૈયું હાથ ન રહ્યું.

પ્રિયંકા, ભલે મમ્મા, હું,  પ્રશાંત અને  દાદી બધા તારી સાથે છીએ મા, તું કેવી સરસ રીતે પાપાની કાળજી કરે છે. હિંમત ન હારીશ. બધા સારાં વાના થશે. ભાવિના એંધાણની કોને ખબર હોય છે.?

દિશાને પ્રિયંકા આગળ પેટછૂટી વાત કર્યાથી ઘણું સારું લાગ્યું. હાથ મોઢું ધોઈ ક્ષિતિજને ગમતી જાંબલી રંગનું ટોપ અને સફેદ સ્કર્ટ પહેરી તેના રૂમમાં આવી. ક્ષિતિજ તેના પગરવ સાંભળી બોલ્યો. શું આજે સાંજના આપણે પાર્કમાં જઈશું. દિશાએ મીઠું મનમોહક હાસ્ય સાથે કહ્યું પહેલાં તાજો ફળોનો રસ કાઢ્યો છે તે પીલે. ગરમા ગરમ ઉપમા બનાવ્યો છે. તને જેટલો ખાવો હોય તેટલો ખા .પછી આપણે બગીચાના હિંચકે બેસી ઝુલીશું. ખબર નહી કેમ મને તારા મોઢા પર થોડા સોજા જણાય છે. જો તારામાં શક્તિ હોય તો જ બહાર જઈશું નહિતર હું અને તું, પ્રિયંકા તૈયાર થઈને આવે ત્યાં સુધી રમી રમશું.

રમી રમવાનું સાંભળીને ક્ષિતિજ એકદમ ગેલમાં આવી ગયો. દિશા હળવી થઈ ગઈ. . બંને જણા રમી રમતા વાતોએ વળગ્યાં. ભૂતકાળમાં જ્યારે દિશા જીતતી ત્યારે ક્ષિતિજ કહેતો મને ખબર છે. તું પાના ગોઠવે છે. જોકરની પણ તફડંચી કરે છે. આજે દિશા ક્ષિતિજને જીતવા દેતી અને તેના મુખ પર સંતોષની ઝલક નિહાળતી હરપળ તેને એકજ પ્રશ્ન કોરી ખાતો “હું , શું કરું જેથી ક્ષિતિજ હસતો રહે અને જલ્દીથી પહેલાં જેવો થઈ જાય”. પણ શું એ દિશાનાં હાથની વાત હતી?

ત્યાં પ્રિયંકા નાહી ધોઈને તૈયાર થઈને આવી.  સીધી પાપાની બાજુમાં જઈને બેઠી. “શું પાપા તમે પણ , આવું કરાતું હશે? ક્ષિતિજ ચમક્યો, હેં બિટિયા રાની, પાપાથી કયો ગુન્હો થઈ ગયો?”

“બસ ને પાપા ભૂલી ગયા?” પ્રિયંકાએ નાટક ચાલું રાખ્યું..

“શું પણ કહે તો ખરી,” ક્ષિતિજ માથું ખંજવાળતાં બોલ્યો.

“પાપા, આજે કયો વાર છે?” પ્રિયંકાએ લાડ કરતાં પૂછ્યું.

ક્ષિતિજ વિચાર કર્યા વગર બોલ્યો “તું ઘરે આવી છે એટલે શુક્રવારની સાંજ હોવી જોઈએ. તું ‘વીક એન્ડ’ વગર ઘરે ક્યાં આવે છે?”

દિશા નાની બાળકીની જેમ તાળી પાડતાં બોલી. “પકડાઈ ગયાં ને? ”

આજે મમ્મા ખૂબ રડી હતી તેથી બાથરૂમમાં નહાતી વખતે દિશાએ નક્કી કર્યું પાપા સાજા નરવા  પહેલાંની જેમ છે. તેમ માનીને મમ્માને રિઝવું..

પાપા પાસે જઈ કાનમાં ગુસપુસ કરી. પાપાએ પણ તાળી પાડી.”અરે હાં ,હું તો ભૂલી જ ગયો.”

હવે ચમકવાનો વારો દિશાનો હતો. બાપ દીકરી ભેગા થઈ શું ખિચડી પકાવે છે તે તેના ભેજામાં ન ઉતર્યું. દિશાના મુખ પર આનંદ છલકાઈ ઉઠ્યો. પાના ફેંકીને બોલી “મને તો કાંઇ કહો . તમે બંને જણા શાની વાત કરો છો?”

પ્રિયંકાએ પાપાની સામે આંખ મારી. પાપા ખૂબ હસ્યા.

દિશાની સમઝમાં કાંઈ આવ્યું નહી. બાપ દીકરીનો જે પણ પ્લાન હોય તેમાં શામિલ થવાનું નક્કી કર્યું. હજુ પ્રિયંકા મગનું નામ મરી પાડતી ન હતી. ક્ષિતિજને પણ દિશાની હાલત જોઈને મઝા આવતી હતી. પ્રિયંકા મમ્માને જોઈને ખુશ હતી. મમ્મા જે પાપાની ચિંતા હરદમ કરતી અને તેથી અંદર સળગતી રહેતી હતી તે તેને પસંદ ન  હતું.. આજે આવી ત્યારે મમ્માની હાલત જોઈ તે ગભરાઈ  ગઈ હતી.

અંતે ક્ષિતિજે ઘટોસ્ફોટ કર્યો, અરે તું કેવી પાગલ છે દિશા ભૂલી ગઈ પ્રિયંકાને મેડિકલ સ્કૂલમાં જવું છે. તેની પરિક્ષાનું આજે રિઝલ્ટ આવવાનું હતું. દિશા, તેથી તો આજે ઘરે  આવી.આજે કાંઈ ફ્રાઈડે નથી! તેને ૯૫ ટકા માર્ક્સ આવ્યા છે. મારા કાનમાં તેણે એ જ કહ્યું.

હવે આજે ભલે તારો તથા મારી મમ્મીનો જે પણ પ્લાન હોય. બધા પ્લાન કેન્સલ. આપણે બહાર ડિનર લેવા ન જઈ શકીએ પણ ઘરમાં તો પાર્ટી મનાવી શકીએ ને !. આપણી દીકરી એટલી હોંશિયાર છે કે તેને “સાત વર્ષ”ના મેડિકલ પ્રોગ્રામમાં એડમિશન મળી ગયું. હવે જોઈએ કે તેને પસંદ કરેલી કોલેજમાં મળ્યું છે કે પછી સેકન્ડ ચોઈસ વાળી મેડિકલ સ્કૂલે એક્સેપ્ટ કરી છે.

દિશા તો બાઘાની માફક જોઈ જ રહી.આવા સુંદર સમાચાર સાથે દીકરી ઘરે આવી હતી. તેવા સમયે તેના ખભે માથું મૂકી રડી તેનું સ્વાગત કર્યું. તેની આંખોમાં હર્ષના આંસુની ગંગા વહી રહી. નજીક જઈ તેને પ્રેમથી વળગી અભિનંદન અને શુભ આષિશ આપ્યાં. હાથ પકડીને દાદીના આશિર્વાદ લેવા લઈ ગઈ. પ્રભુની પાસે જઈ માથું ટેકાવ્યું ઘરમાં ગળ્યું તો ઘણું હતું પણ ઠાકોરજીની મિસરી ખવડાવી તેણે પ્રભુનો અત્યંત આભાર માન્યો.

ઘડી ભર બધું દુખ વિસારે પાડી દીકરીને ભાવતી વાનગીઓનું લિસ્ટ બનાવી રેસ્ટોરાંમા ફોન કરવા બેઠી. ક્ષિતિજ શું ખાઈ શકે તે પણ લક્ષ્યમાં રાખી. ઓર્ડર આપ્યો. પ્રશાંતને ફોન કરી બોલાવ્યો. ખાસ મિત્રોને પણ ભૂલી નહી. ક્ષિતિજને તો કડક સૂચના મળી બેડ પરથી નીચે ઉતરવાનું નથી. પ્રશાંતની પાર્ટી પછી કેવી હાલત થઈ હતી તેનું પુનરાવર્તન કરવું ન હતું.

ગમગીની જગ્યાએ આનંદનું સામ્રાજ્ય છવાઈ ગયું. દિશા દીકરીને જરા પણ ઓછું આવે તેવું વર્તન ન થાય તેનું ધ્યાન રાખતી. આજે તો તેની લાડલીએ ખભો દઈતેનો ભાર હળવો કર્યો હતો. બસ બધાં સારાં વાના થશે એવો તેનો વિશ્વાસ દ્રઢ બન્યો..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: