મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, કવિતા, પ્રકીર્ણ, માહિતી, email > એક કવિ એક શે’ર- પ્રથમ પ્રયોગ ( સ્તુત્ય પ્રયોગ જેને લાંબુ જીવન મળે તેવી શુભેચ્છાઓ)

એક કવિ એક શે’ર- પ્રથમ પ્રયોગ ( સ્તુત્ય પ્રયોગ જેને લાંબુ જીવન મળે તેવી શુભેચ્છાઓ)

જુલાઇ 23, 2011 Leave a comment Go to comments

આજથી આશરે ત્રણેક વરસ પહેલા ઊર્મિસાગર વાળા ઊર્મિબેને આવો જ એક વિભાગ સહિયારું સર્જન આ શીર્ષક હેઠળ શરૂ કર્યો હતો, જેને ધારી સફળતા મળી હતી. એ વિભાગથી પ્રેરાઈને એક કવિ એક શે’ર વિભાગ અહીં ગુર્જર કાવ્ય ધારા પર શરૂ કરવા વિચાર્યું છે. પ્રયોગ રૂપે આજે એક મત્લાનો શે’ર મૂંકું છું. તે પ્રમાણે કવિમિત્રો અને ભાવકમિત્રો પોતાનો એક- ફક્ત એક મૌલિક શે’ર રજુ કરશે. જે કોમેન્ટ વિભાગમાં લખી શકાશે. પ્રયોગ રૂપે…

શ્રી ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’ની એક ગઝલનો મત્લાનો શે’ર-

વાત તારી કેટલી વટલાય છે
મૌન ભાવે એટલી ચર્ચાય છે

આ શે’રનો છંદ છે- ગાલગાગા ગાલગાગા ગાલગા
કાફિયા- વટલાય, ચર્ચાય ને રદીફ- છે

આ જ છંદ અને રદીફ તથા આ જ પ્રકારના કાફિયા જેવા કે હરખાય, છલકાય, શરમાય, પર્યાય, ભરમાય પ્રયોજી શે’ર રજુ કરવાનો રહેશે. કાફિયાનું પુનરાવર્તન બે કે ત્રણ વખત થઈ શકે.
તો ઉપાડો કલમ અને…

અને જુઓ આ પ્રતિભાવ

July 21, 2011 at 6:51 am · Filed under એક કવિ એક શે’ર

તા. ૧૫ જુલાઈ ૨૦૧૧ ના રોજ આપેલ એક કવિ એક શે’ર ના પ્રથમ પ્રયોગને ધાર્યો પ્રતિભાવ મળ્યો. સૌ મિત્રોએ સારો ઉત્સાહ બતાવ્યો. લ્યો આ રહ્યું સૌનું સહિયારું સર્જન-

વટલાય છે
વાત તારી કેટલી વટલાય છે
મૌન ભાવે એટલી ચર્ચાય છે…ભૂપેન્દ્ર શેઠ ‘નિલમ’

જામ એ ખાલી હતો ને પી ગયો,
તો ય મન તો ઝૂમવા લલચાય છે…પ્રવિણ શાહ

એટલું સમજી શકાયું છેવટે,
કે, સમય સાથે ઘણું બદલાય છે !…ડૉ. મહેશ રાવલ

થઈ જશે પૂરી બધી માચીસ પણ,
વાંસને લીલાં શું સળગાવાય છે ? …ડૉ. દિલીપ મોદી

‘કીર્તિ’ મળતાં તો મળી પણ ગઇ હતી,
જિંદગીભર અર્થ કયાં સમજાય છે! …કીર્તિકાન્ત પુરોહિત

હું કહું કે ના કહું પણ શું કરું..?!
આંખ મારી ભાવનો પર્યાય છે !…અશોક જાની ‘આનંદ’

જિંદગીએ કેટલું આપ્યું તને,
મોત આવીને બધું લઈ જાય છે….સંધ્યા ભટ્ટ

કાવ્ય તેથી તો અધૂરું રહી ગયું,
તમને મળવાનું હવે ક્યાં થાય છે !…કિરણસિંહ ચૌહાણ

રાત આખી જાગતાં કાઢી અમે,
લાલ આંખો ચાંદની વરતાય છે…સપના

કૂતરો ક્યાં તો મરે છે ફોજદાર,
એમાં તારા બાપનું શું જાય છે ???…ડૉ. કિશોર મોદી

રાત જો કે  છેવટે સમજાય છે,
દિન ઊગે કે ક્યાંય જૈ સંતાય છે…અતુલ જાની ‘આગંતુક’

હર્ષનો હો કે પછી ગમનો પ્રસંગ,
આંખમાંથી અશ્રુ બે છલકાય છે…હેમન્ત જોશી

માનવી પ્‍હોંચી ગયો છો ચાંદ પર,
ક્યાં હજી હૈયા સુધી પ્‍હોંચાય છે ?…દેવિકા ધ્રુવ

ભીડ ચ્હેરાઓની કાયમ જોઇને,
રાતની ઇચ્છામાં મન મૂંઝાય છે…ધૃતિ મોદી

પાન પીળા જોઈ એ હરખાય છે,
પણ સમય ભાવિનો ક્યાં વંચાય છે ?…સુધીર પટેલ

શેર વાંચી, ‘ચંદ્ર’ દિલ હરખાય છે,
શેર લખતા એક, એ અચકાય છે !…ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી

http://aasvad.wordpress.com/2011/07/21/d009/

Advertisements
 1. Arvind Adalja
  જુલાઇ 24, 2011 પર 4:47 પી એમ(pm)

  સરસ પ્રયોગ ! ધાર્યા કરતાં પણ વધુ સફળતા મળશે તેમાં કોઈ શંકા નથી !

 2. જુલાઇ 25, 2011 પર 3:59 પી એમ(pm)

  ખૂબ ખૂબ આભાર વિજયભાઈ !

 3. નવેમ્બર 15, 2011 પર 2:18 એ એમ (am)

  બપોરના પ્રખર તડકામાં

  પડછાયો સંકોચાઈ જાય છે

  વિજય જોશી ‘ શબ્દનાદ’

 4. પ્રવીણ જાદવ
  ઓક્ટોબર 18, 2014 પર 3:34 પી એમ(pm)

  વાત મારી ક્યાં તને સમજાય છે?
  મૌન તારું એ જ બસ પડઘાય છે!

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: