ડોઝ

જુલાઇ 23, 2011 Leave a comment Go to comments

બહુ જતનથી લખેલા પ્રેમ પત્રો ગુસ્સામાં આવી જઇ અગ્નીને હવાલે જ્યારે જવાલાએ કર્યા ત્યારે જ્વલંત બહુ ખીજાયો

જ્વાલા ગાજી “આ તારા વેવલા વેડા બંધ કર. મને તારો પ્રેમ નહીં પૈસા જોઇએ છે મને તો પૈસા કમાતો વર જોઇએ છે”

જ્વલંતે એટલાજ ગરજતા અવાજે કહ્યું “એટલે હું કમાતો નથી?”

“મારા ભાઇ જેટલું તો નહીં જ..”

“અરે તારી અપેક્ષાઓને કાબુમાં રાખ .. જયારે ને ત્યારે તારા ભાઇને આગળ ધર્યા કરેછે…મને ખબર છે તારો ભાઇ કેવી
રીતે કમાય છે. એક દિવસ જેલમાં જશે..સ્મગલીંગ કરે છે ને..

“મેં કહ્યું ને ધંધો કરો આખુ મગજ ધંધામાં હોય તો આ ચપટી આવકો થી બહાર નીકળાય જ ને?”

“ મહીને સાડા સાત હજાર કમાઇને લાવું છું અને મારું ઘર શાંતિથી ચાલે છે.”

“એટલે તમે તમારું ધાર્યુ જ કરશો એમને?”

“ કેમ કંઈ વાંધો છે?”

જ્વાલાનું ફટક્યું

અને આદત પ્રમાણે જ્વલંત તેની ગાળોને એક કાને થી બીજે કાને કાઢતો ગયો.

સવારે ફરીથી એજ ગાણું

અને જ્વલંતનું ફટક્યુ.

ચોડી દીધી બે અડબોથ…

“તેં મને મારી કેમ?”

તેણીએ ૯૧૧ ઉપર ફોન કરી પોલિસને ફરિયાદ કરી દીધી

“સડજે હવે જેલમાં”

જ્વલંતને બા ના શબ્દો આજે સાચા લાગ્યા.. લગ્ન પહેલા તેમણે કહ્યું હતું કે આ છોકરી તારા માથે બેસીને
તબલા વગાડશે.. તે મનોમન બબડ્યો ” બા તમે સાચુ જ કહેતા હતા”

સ્તબ્ધ થઇ ગયેલા જ્વલંત ઉપર ગરજતી જ્વાલા પાંચ મીનીટ પછી બોલી

” તને તો આ ખાલી ડોઝ આપ્યો હતો…પોલિસને ડાયલ નથી કર્યો…એમજ ઘાંટા પાડતી હતી”

Advertisements
  1. જુલાઇ 25, 2011 પર 2:52 પી એમ(pm)

    સરસ પ્લેસીબો ડૉઝ!!

  2. જુલાઇ 25, 2011 પર 4:41 પી એમ(pm)

    Listen to your mother
    you will never be in trouble.

  1. જુલાઇ 23, 2011 પર 2:56 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: