મુખ્ય પૃષ્ઠ > નયનોનાં કોરની ભીનાશ - > નયનોનાં કોરની ભીનાશ (૩)

નયનોનાં કોરની ભીનાશ (૩)

જુલાઇ 17, 2011 Leave a comment Go to comments

લીકર સ્ટોર પરથી દિશા જ્હોન ના આવવાથી છુટી.આમેય દિવસનાં સમયે બહુ ભીડ રહેતી નહીં ખાસ તો લોટરીનાં રીઝલ્ટ જોવા માટે છુટા છવાયા માણસો આવતા. સાંજે નોકરી પરથી ઘેર જતા બીયર અને અન્ય દારુ માટે ભીડ રહેતી. દિશા ને તો તે સમયે ઘરે જઇને રસોઇ કરવાની હોય.જ્હોન આમ તો સ્પેનીશ અને અંગ્રેજી સારું જાણે તેથી કાઉંટર સંભાળે. અને આમેય વિવિધ બ્રાંડનો જાણકાર તેથી ઘરાકો જો પ્રશ્ન પુછે તો તેનો યોગ્ય જવાબ પણ આપે. ક્ષિતિજ સાથે આ સ્ટોર શરુ કર્યો ત્યારથી તે હતો.. ક્ષિતિજની આવડતથી બહુજ પ્રભાવીત હતો અને ઇચ્છતો કે સારું કામ કરી ક્યારેક ક્ષિતિજનાં નવા સ્ટોરમાં
ભાગી દાર બને.. વળી આજે લીકર સપ્લાયરની ટ્રક વવાની હતી તેથી તેણે પુછ્યુ..

” મેમ ક્ષિતિજભાઇ આવવાના છે ને?

” હા આવશે જો દુઃખાવો નહી હોયતો.. સવારે તો દુઃખાવો હતો…”

“વાંધો નહીં હું કુલર ભરી દઉં ત્યાં સુધી તમે કાઉં ટર પર રહેશોને?”

દિશા પાછી ફરી અને જહોન ને કુલર ભરવા મોકલ્યો. ક્ષિતિજને જ્યારે ડાયાલીસીસ કરાવે ત્યારે કાયમ જ દુખતું પણ તે ગાંઠતો નહીં..સમય તેની ગતિએ આગળ વધતો હતો. દિશાને થોડોક સમય બજાર જોવા માટે મળ્યો ત્યારે તેની નજર પડી સ્વયંએ કહેલું કે ડેલ્નાં શેરમાં નફો સારો એવો છે તેથી તેમાં થી
નીકળી જવું ..અત્યારે તેને પાંચસો ડોલર મળે છે તેમ વિચારીને સ્વંયંને ફોન કર્યો…

” સ્વયં ડેલનાં શેર  કાઢી નાખુને?”

” હા ભાભી.. મેં લીમીટ મુકી હતી તે પ્રમાણે તે ટચ થયા અને હું નીકળી ગયો.. તમે પણ નીકળી જાવ…”

કોમ્પયુટર પર સોદો દિશાએ મુક્યો અને જહોન આવ્યો અને કહે.. “મેમ માલ હતો તેટલો કુલરમાં ભરી દીધો છે.”

‘ક્ષિતિજ કહેતો હતો ત્રણ વાગ્યા સુધીમાં બીયર પણ આવી જશે. ચાલ હું નીકળૂં કંઇ કામ હોય તો ક્ષિતિજને ફોન કરજે.”

દિશા સ્ટોરની બહાર નીકળી ત્યારે ટ્રાફીક સામાન્ય હતો અને તેણે ઘર જવા તેની હોંડા એકોર્ડ ચાલુ કરી ત્યાં તેની બાજુમાં પાર્ક થતી મોટી મરસીડીઝ કારનાં ડ્રાઇવર ઉપર નજર પડી અને તે ચોંકી ગઈ..ક્ષિતિજ? હા સફેદ મોટી મસ મર્સીડીઝમાંથી  ક્ષિતિજ ઉતરી રહ્યો હતો…

દિશા ગાડી બંધ કરીને ઉતરી..

ક્ષિતિજ કહે “દિશુ! આ મર્સીડીઝ લીધી.”

દિશા ક્ષિતિજ ના ચહેરા પરનો આનંદ જોઇ રહી..પાછળથી સ્વયં પણ દેખાયો.

“ભાભી સરપ્રાઇઝ!”

“દિશુ સરપ્રાઇઝ થઇને?”

” હા સ્તો.. નહીં વાત નહીં ચીત અને આટલી મોટી ગાડી?”

સ્વયં કહે “ચતુર કાકાને કાઢવી હતી અને ભાવ સરસ હતો ત્યારે ક્ષિતિજે કહી દીધુ કે દિશુને લઇને લોંગ રાઈડ પર જઈએ..”

દિશા અસંમજસમાં હતી સ્વયંએ હોડા એકોર્ડની ચાવી હાથમાં લઈ અદાથી કહ્યું “જાવ…ભાભી..”

દિશાને ખબર હતી ક્ષિતિજ ને મોટી ગાડી જોઈતી હતી પણ આવી ગાડીઓ નિભાવવા તમારો પોતાને પેટ્રોલનો કુવો જોઇએ તેમ વિચારીને દિશા રાજી નહોંતી થતી…

જેવી દિશુ ગાડીમાં બેઠી કે સેફટી બેલ્ટ જાતે બંધાઇ ગયો એ સી નો ફ્લો સીધો દિશાઉપર આવ્યો અને પાણી ના રેલાની જેમ સ્ટોર પરથી ગાડી હાઇવે ૫૯ ઉપર ચઢી ગઈ..

ક્ષિતિજ આનંદનાં ઘોડાપુરમાં નાહી રહ્યો હતો..”દિશુ! જિંદગીનાં બધા જ શોખ પુરા કરવાનો તબક્કો શરુ થયો… પચાસ પુરા કર્યાને…”

દિશુ એના ચહેરા પરનો આનંદ માણી રહી હતી…જ્યારે તેણે બીજો સ્ટોર લીધો ત્યારે.. જ્યારે પ્રશાંતનાં ગર્ભધારણ નાં પહેલા સમાચાર હતા ત્યારે…અમેરિકા આવવાનું નક્કી થયુ ત્યારે…આ હાસ્ય તેના મુખ ઉપર જોયું હતું.

ક્ષિતિજ મર્સીડીઝની ખુબી બતાવી રહ્યો હતો બધુજ ઓટોમેટીક…

દિશાનું મન અંદરથી ક્ષિતિજ સાથે દોડતુ નહોંતુ પણ જ્યારે ક્ષિતિજે કહ્યું કે આ કાર તો પ્રશાંત માટે લીધી છે તેના ગ્રેજ્યુએશન માટે ત્યારે દિશા ચમકી

” શું ? પ્રશાંતને આટલી મોટી ગાડી?”

” હા ”

“ગાંડો થયો છે કે શું?”

“કેમ?”

“પ્રશાંતે હજી કોલેજ હમણાં પુરી કરી છે..”

“તેથી તો હવે તેણે મુક્ત ગગને ઉડવાનું છે..અને તેના ઉડાણમાં આ ભેટ પાંખો આપવાથી મારામાં નો બાપ રાજી થાય છે.”

” ક્ષિતિજ..તેં વિચાર્યુ છે કે આવી મોટી ગાડી તેને ઉછાછળો બનાવી શકે છે?”

” અરે દિશુ એમ પણ વિચારને કે મોટી ગાડી તેને જવાબદાર બનાવશે..”

” ના મારે તેને આકાશમાં નથી ઉડવા દેવો.. તેને ધરતી ઉપર રાખવો છે.”

” દિશુ આ એણેજ માંગેલી ભેટ છે…”

“શું?”

” હા એ મને કહેતો પપ્પા તમે મોટી ગાડી લાવો તો .”

‘એટલે એને તારી ગાડી મળે તેવું તેણે વિચારેલુ”

“ખરેખર?”

હવે ચમકવાનો વારો ક્ષિતિજનો હતો..થોડાક સમયનાં મૌન પછી તે બોલ્યો..”દિશુ! મેં એવું પણ વિચારેલું કે જિંદગી જ્યારે પીળી લાઇટ ઉપર થોભેલી છે તો જે શમણાં અધુરાં છે તે બધા પુરા કરી લઇએ.”.

“એટલે?”

“એટલે કાલે ઉઠી ને કીડની ના મળી..અને મોટે ગામતરે જવું પડે તો..?..મર્સીડીઝ હાંકુ તે મારું પણ સ્વપ્ન હતું ને?

” ક્ષિતિજ આ જબરું પહેલા પ્રશાંતનું નામ અને તારું કામ…”

” દિશુ ચાલ મુડના બગાડ..ગેલ્વેસ્ટન આવી ગયું..ખબર પણ ના પડી કેમ?”

થોડા સમયનાં મૌન પછી દિશા બોલી..

” ક્ષિતિજ આજમાં જીવવાનું તું કયારે શરું કરીશ?”

” હા દિશુ તારો વિચાર મને સમાજાય છે પણ જરા મારા કોચલામાં તારી જાતને મુકી જો.. જે મોતનાં ઓથાર હેઠળ જીવતો હોય…જેણે તેનું સર્વસ્વ સમય કરતા પહેલા છોડીને જવાનુ હોય! ”

‘ શું આ એજ ક્ષિતિજ છે જે હું રડતી હોઊં ત્યરે મને કહેતો હોય.. I hate tears…”

” દિશુ તે ક્ષિતિજ અને આજનો ક્ષિતિજ એક જ છે..પણ સમય બદલાઈ ગયો છે અને એ બદલાતા સમય સાથે બદ્લાવાનો પ્રયત્ન હું કરું છું.”

“નો વે.. મારો હીરો તો આભથી તારા તોડી લાવે તેવો છે.. એતો  મોતનો પણ રસ્તો બદલે તેવો છે. ધર્મ એક વાત તો કહે છે ને આયુષ્ય કર્મની દોર જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઇ કશું જ બગાડી નથી શકતુ. મારો ચૂડી ચાંદલો મારા પહેલા તો જવાનો નથી અને નથીજ..”

“પણ એવું તું કૈ રીતે કહી શકે?”

“જે રીતે તું ભવિષ્ય કાળની કલ્પનાઓ કરી ડરી શકે તેજ રીતે હું આ સ્પષ્ટ રીતે કહી શકું…”

ગેલ્વેસ્ટન બીચ ઉપરથી પાછા ફરી રહ્યા ત્યારે ક્ષિતિજ પોતાની જાતને સુખી અને સંપન્ન માન્વાનો અને મનાવવાનો પ્રય્ત્ન કરી રહ્યો હતો…અને દિશુ તેના સુખને માણતી પણ ભયને તોડવા મથતી.

દિશાનાં તંગ ચહેરાને જોઇ તેણે ફરીથી વાતાવરણ હળવું કરવા કહ્યું ” દિશા તું સાચી પડે તેમાં મને તો બેઉ હાથમાં લાડવા છે. મારે મરવું તો નથી જ..ને પ્રશાંતની આગલી પેઢી જોઇને જઉં.

દિશાનાં મોં પર સહેજ સ્મિત ફરક્યું… જાણે વિજય હવે ઝાઝો દુર નથી..

કિશોરકુમારનું ગીત તે વખતે વાગતું હતું

જિંદગી કી સફરમેં જો ગુજર જાતે હૈ જો મકામ

વો ફીર નહીં આતે.. ફીર નહીં આતે..

ક્ષિતિજ આ ગીત ગાતો હતો અને દિશાની તરફ જોઇને કહેતો હતો ફિર નહી આતે..ફીર નહી આતે.. દિશા પણ એજ ગીત ગાતી હતી અને કહેતી હતી જે પળ આજે ગુજરી રહી છે તેને માણ કાલની કોને ખબર છે.

૦-૦

પ્રશાંતનું ગ્રેજ્યુએશન ચાલી રહ્યું હતું. મોટી વાતો અને મોટા સ્વપ્નોનાં ઉડાણો ની વચ્ચે જ્યારે દરેક સફળ સ્નાતકોએ પોતાની કેપ ઉછાળીને આનંદ વ્યક્ત કર્યો ત્યારે દિશાની આંખ ભરાઇ આવી. એક જવાબદારી પુરી કરી.. છોકરાનું ભણતર પુરુ થયુ…

સાંજે પાર્ટીમાં ક્ષિતિજ આવવાનો નહોંતો તેથી પગે લાગતા પ્રશાંતને વહાલ્થી ભેટીને મર્સીડીઝ કારની ચાવી આપી ત્યારે પ્રશાંત બોલ્યો..” ડેડી! મને તો તમે આ મોટી ગાડી ચલાવો કે જેથી તમારી કોરોલા મને મળે… તેથીજ કહ્યું હતું પપ્પા હવે તમે મર્સીડીઝ ચલાવો.

“ બેટા મેં તો દિશાને આજે લોંગ રાઇડ આપી દી ધી હવે તુ ચલાવ કે જેથી તારો તારા કામમાં પ્રભાવ પડે..પણ સાથે સાથે એ પણ યાદ રાખજે કે આ ગાડી જો સંભાળીને નહીં ચલાવે તો દેવાળુ પણ કાઢશે.એટલે ખુબ જમકે કમાવ  અને પછી આ સુખને માણો..

દિશા ક્ષિતિજની આંખમાં ઉમડતો પિતૃ પ્રેમ જોઇ રહી..

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: