Home > નયનોનાં કોરની ભીનાશ - > નયનોનાં કોરની ભીનાશ -(૧) વિજય શાહ

નયનોનાં કોરની ભીનાશ -(૧) વિજય શાહ


સત્ય ઘટનાનાં આધારે આજથી શરુ થાય છે નવી નવલકથા

દિશાભાભીનાં ફોનથી સ્વયં હબક ખાઇ ગયો..”શું વાત કહો છો ભાભી ! ક્ષિતિજની કીડની બ્લોક છે?”

“હા સ્વયં ભાઇ! અને હાલ હોસ્પીટલમાં ડાયાલીસીસ માટે લઇ જઇએ છે તમે હોસ્પીટલ પહોંચો…”

દિશાનો ફોન મુકાયો અને સ્વયંનાં મગજમાં નાની ઉંમરે સાયણના ફ્લેટ્ના ત્રીજે માળે રહેતા ક્ષિતિજ અને દિશાની  મીઠી નોક ઝોક યાદ આવી ગઈ..ત્યારે દિશા જબરી હસમુખ અને ઉત્સાહ્થી ભરેલી યૌવના હતી અને  ક્ષિતિજ તેને છુપાઇ છુપાઇને જોતો અને મનો મન કહેતો કે દિશા તેના જીવનમાં આવી જાય તો  તે જિંદગીને પૂર્ણ રૂપથી પામી જાય. દિશા હતી તો ચંચળ પણ આટલું તે વિચારતી નહીં. પણ  જ્યારે ક્ષિતિજની બહેન અંબરે ફોડ પાડીને પુછ્યું કે “ક્ષિતિજ તને ચાહે છે જો તારી હા  હોય તો તારી મમ્મી પાસે માંગુ કરવા આવીયે.”ત્યારે પહેલી વખત દિશા બોલી

 “ક્ષિતિજ અને હું?..અરે! મેં તો કદી એને એવી નજરે જોયો જ નથી.”

” તો હવે જો..” આટલુ કહીને અંબર તો જતી રહી પણ દિશા વિચાર વમળમાં ધસી ગઈ.

ક્ષિતિજને તેણે ધ્યાનથી જોવાનું શરુ કર્યુ…તેને તો ઉડલઈ ઉડલી યો કરતો રાજેશ ખન્ના ગમતો હતો..પણ તેણે ડીંપલ કાપડીયાનો સાથ લઈ લીધો હતો…લીફ્ટ્માં તે પહેલી વખત ક્ષિતિજને જોતા શરમાઈ. અને ક્ષિતિજે એને પુછ્યુ પણ ખરું કે ” દિશા હવે કેટલી વાર તું શરમાતી રહીશ? આ શ્રાવણ ચાલ્યો…”

“તેમાં હું શું કરું?”

” કરવાનું તો મારેછે પણ આ તો જનમ જનમનાં ફેરાં..એટલે તારી રજામંદી તો જોઇએને?”

“ક્ષિતિજ! અંબરને વચ્ચે નાખવાને બદલે મારી સાથે સીધી વાત કેમ ના કરી?”

” જો તને રાજેશ ખન્ના ગમતો હતો તેથી તો હું પેંટ ઉપર ઝભ્ભા પહેરતો હતો..પણ તને તો હું દેખાતો જ ક્યાં હતો?”

લિફ્ટ ત્રીજા માળે ઉભી રહી હતી..ક્ષિતિજે સાતમા માળનું બટન દબાવી દીધુ.. તેથી લીફ્ટ ફરી ઉપર ચઢવા માંડી..દિશાની  આંખોમાં ગુસ્સો દેખાતો હતો. તેથી સાતમે માળે પહોંચેલી લીફ્ટ ૩જામાળે ફરી લેવડાવી. દિશા સહેજ મલકી પછી
બોલી “બીકણ છે તુ તો..”

“નારે ના મારે જે જાણવું હતું તે મેં તારા ચહેરામાં વાંચી લીધું.”

“શું?”

“તુજકો મુજસે પ્યાર હૈ..”

” ના ના.. એમ ગળે ના પડ..”

” તો તુજ કહે હું ક્યાં પડુ?”

ત્રીજા માળે આવેલી લીફ્ટ્ને તે ખુલે તે પહેલા સાતમા માળનુ બટન દિશાએ દાબી દીધું. સાતમાં માળના બા રણે થી એક સીડી ચઢીને ઉપર ધાબે જવાતુ હતું. ક્ષિતિજે દિશાનો હાથ પકડ્યો..બે આંખ મળી ઝુકી અને ધાબા પર જતા પગથીયાઓ હાથ પકડીને બંને સાથે ચઢ્યા..દિશાનું મન ધબકતું હતું…ઢળતા સુરજનાં પ્રકાશમાં એણે ફરી ક્ષિતિજની સામે જોયુ..તે પણ પ્રસન્ન હતો..તેનું હાસ્ય દિશાને ગમ્યુ..પહેલી વખત એને લાગ્યું કે રાજેશ ખન્ના કરતા ક્ષિતિજ તો ઘણોજ ઘાટીલો છે. ક્ષિતિજે ધાબા પર પહોંચી ને તેનો હાથ છોડી દીધો. ધાબા ઉપર બે ચાર જણા ટહેલતા હતા તેથી પાણીની ટાંકી પાસે  તે બેઠો..તેની બાજુમાં દિશા પણ બેઠી..ફક્ત ક્ષિતિજ જ બોલતો હતો..દિશા તો મુગ્ધભાવ ધરીને સાંભળતી જ રહી…તેનું મન અંદરથી તો નાચતુ હતુ…પંદર મીનીટની વાતોમાં તે બે જ વખત હા અને ના બોલી હતી..ક્ષિતિજે જ્યારે પુછ્યુ..મારી સાથે ધાબે આવીશને ત્યારે હા અને બીક લાગે છે ત્યારે ના.

સમય તો જાણે અટકી ગયો હતો..સુર્ય પણ ડુબી ચુક્યો હતો..ધાબુ જ્યારે સાવ ખાલી હતુ ત્યારે ક્ષિતિજે કહ્યું “કાલે મારી સાથે દાદર આવીશ? આપણે સાથે જમશું?”

દિશાએ નકારમાં માથુ હલાવતા કહ્યું “મમ્મીને પુછ્યા વિના હું એકલી નહીં આવું”

ક્ષિતિજ ને દિશાનો જવાબ ગમ્યો અને નકારમાં હલતું મોં પણ મીઠડું લાગ્યું.

“હાશ! તારી પાસે ગાડીની જેમ એક્સીલરેટર પણ છે અને બ્રેક પણ …ચાલ અકસ્માત નહીં થાય..”

દિશા હસી અને લીફ્ટમાં થી બંને સાથે નીકળ્યા…અને સહેજ મસ્તક હલાવી બાય કરી.

-૦-

સ્વયં હોસ્પીટલમાં પહોંચ્યો ત્યારે દિશા અને ક્ષિતિજ આવી ગયા હતા..ક્ષિતિજ ને પેટમાં દુઃખાવો થતો હતો અને તેની ડાયાલીસીસ માટેની તૈયારી થતી હતી. સ્વયં ને જોઇને ક્ષિતિજ સહેજ મલક્યો અને બોલ્યો..

“મને તો એમ હતું કે જેમ કારમાં બેટરી બદલાય જાય તેમ કીડની બદલાઈ જશે આ અમેરિકામાં. પણ આટલું બધું દરદ સહેવું પડશે તેની તો ખબર જ નહીં..”

દિશા એ પીડાતા ક્ષિતિજ સામે જોઇને કહ્યુ..”હવે લાજો.. તમારા ભાઇબંધને જાણે કોઇ ખબર જ ના હોય તેમ..હું ના પાડુ એટલે દુકાને પીતા હતા. હવે ભોગવવાનું આવ્યું ને?”

સ્વયંને દિશાભાભીનાં સ્વરમાં દબાયેલો ગુસ્સો અને પીડા બંને સ્પર્શી.એને ખબર હતી કે ક્ષિતિજે પીવાનું ચાલું એમજ નહોંતુ કર્યુ…લોકો ગમ ભુલાવવા પીએ જ્યારે તેણે તેની દરેક સફળતાઓ ઉજવવા પીવાનું શરુ કર્યુ હતું અને સફળતા એને એટલી બધી મળી હતી કે ક્યારે તેને દારુની લત પડી ગઈ તે તેને ખબર ના પડી.

નર્સ એને ડાયાલીસીસ માટે અંદર લઈ ગઈ વેઇટીંગ રૂમમાં સ્વયં અને દિશા એકલા હતા ત્યાં સેલ ફોન રણક્યો..સામે છેડે મીઠો ટહુકો પ્રિયંકા હતી..દિશાની પ્રતિકૃતિ.

“ મમ્મી પપ્પાને કેમ છે?”

“ પપ્પાને ડાયાલીસીસ માટે દાખલ કર્યા છે. બહાર આવે ત્યારે ખબર પડે…”

“ત્યાં તારી સાથે અંબર ફોઇ છે ને?”

“ના.. સ્વયં અંકલ આવ્યા છે જેથી મને કોઇ વાંધો નથી…અંબર ફોઇ તો મોટેલ ઉપર ગયા છે.”

“ભલે મોમ હું ચારેક વાગ્યે પહોંચુ છું.સ્વયં અંકલને હાઇ કહેજે”

માદીકરીને વાતો કરતા જોતા સ્વયં વેઈટીંગ રૂમમાં ટહેલતો રહ્યો..અંદરથી નર્સે આવીને ક્ષિતિજનાં દર્દની વાત કરી અને તેને લોહીમાં ઊંચા યુરીક એસીડ્નાં પ્રમાણ વિશે જાણ કરી. પહેલો બાટલો પેશાબ સાથે લોહી થી ભરેલો હતો તેથી તેને તાકાતનાં અને દુઃખ શમે તેવી દવાઓ અપાય છે.

દિશાએ ધ્યાનથી સાંભળ્યું સ્વયંએ ક્ષિતિજનાં દર્દ વિશે પુછ્યું ત્યારે નર્સ બોલી અમારો પ્રયત્ન તો તેનું દર્દ ઓછુ થાય તેમ છે જ.. પણ હા તેનો દર્દનો અંક સહનશીલતાની સીમા બહારનો તો છે.

દિશાની આંખો છલકાતી હતી..નર્સનાં ગયા પછી ફાઉન્ટન પરથી પાણી લૈ ને આવ્યો અને દિશાને આપ્યું. ઠૉદાંક વધું ડસકા સરી ગયા પછી પોતાના આંસુને ખાળતા દિશા બોલી

“સ્વયંભાઇ આ રોગની ભયંકરતા મને તો ખબર છે. અને મારે પણ તેના દર્દની સાથે પીડાવાનું ને…કોઇ પણ મારા વાંક ગુના વગર..”

સ્વયંને અત્યારે દિશાને બીજા વિચારે ચઢાવવી જરૂર લાગી તેથી બોલ્યો..હું આવતો હતો ત્યારે મને તમારી એ સાયણ ના ફ્લેટમા સાતમે માળે પહેલી વાર થયેલી નોક ઝોક યાદ આવતી હતી.

“ ક્ષિતિજનાં એ સંભારણા તો મને આજે પણ યાદ છે..બીજે દિવસે ક્ષિતિજનાં મમ્મી અને અંબર બેન મારું માગુ લૈને આવ્યા ત્યારે મારા પપ્પા બહુજ ભડ્ક્યા..

“અરે દિશા તો હજી કોલેજ્ના ત્રીજા વર્ષમાં છે..તેને ગ્રેજ્યુએટ તો થવા દો.”

મારા મમ્મી પણ ચોંકી ગયા હતા..પણ ક્ષિતિજ માટે તેઓ તો તૈયાર હતા.. અને બીજું કારણ એ પણ કે દીકરી આંખ ની સામે જ રહેને? તેથી તેમણે પપ્પાને વાર્યા અને કહ્યું “લગ્ન ભણ્યા પછી કરીશું. ત્યાં સુધીમાં ક્ષિતિજ પણ ભણી ગણીને કામે લાગી
ગયો હશેને… મમ્મીની નજર મારા ઉપર હતી અને હું મારા ગાલે પડેલા શરમના શેરડા છુપાવવા મથી રહી હતી.

અંબર બેને મારો હાથ પકડી સરસ બે સોનાનાં કંગન પહેરાવી દીધા અને તે દિવસે સાંજે બંને કુટુંબોમાં રુપિયો અને નાળીયેર સાકરપડાની લેવડ દેવડ થઇ ગઇ.

ક્ષિતિજ નાં પપ્પાએ મારે માથે હાથ મુકતા કહ્યું “દીકરા અસાર સંસારે સરતા પહેલા ભણવાનું પતાવજો” પણ ક્ષિતિજ્ને તો રોજ સાંજે બહાર ફરવા જવાનું અને મિત્રોમાં મને લઈને જવાનું ખુબ ગમતું અને મને પણ તેથી ધીમે ધીમે ભણતર છાજલીએ મુકાઇ ગયું અને ક્ષિતિજને બી કોમ થતાની સાથે પેઢી પર પપ્પાએ બેસાડી દીધો.

દિશાને ધાર્યા વણાંકે ચઢેલ જોઇ સ્વયં ખુશ થયો..કમસે કમ થોડોક સમય તો તે હયાત દુઃખી વિચારધારામાં થી બહાર નીકળી.

તે વિચાર ધારાને આગળ વધારવા સ્વયં બોલ્યો.. “હા મને ખબર છે તમારા બંનેનું જોડું જોઇ અમારા જેવા સૌ મિત્રોની આંખ ઠરતી હતી. અંબર બેન ને જોવા આવેલા મુરતીયાએ પણ પુછ્યુ હતું ને કે આ ક્ષિતિજ આગળ પડીને તને લઇ ગયો..યાર મારી રાહ તો જોવી હતી..

દિશા તરત હસી.. હા સ્વયંભાઇ તે વખતે તો અંબર બેન કૃત્રિમ ગુસ્સો કરતા બોલેલા “એઇ તમે મને જોવા આવ્યા છો.. મારી ભાભી દિશાને નહીં…” અને બહેન નાં માંડવે અમારા પણ લગ્ન થઇ ગયા..સ્વયંભાઇ તમે નહીં માનો ક્ષિતિજને હવે પસ્તાવો થઇ રહ્યો છે કે મેં મારું ભણતર પુરુ ના કર્યુ.”.

“ કેમ એમ?”

અમારા ફેમીલી ડોક્ટરે જ્યારે કહ્યુંને કે બંને કીડની ખલાસ છે ત્યારે તેનો પહેલો હાયકારો આજ હતો કે…હવે તારું શું થશે દિશા…તારું ભણતર પુરું હોત તો ક્યાંક સ્થિરતા તો મળતે…

સ્વયં ક્ષિતિજની ચિંતા સમજતો હતો..નાનો નિમેશ અને તેની પત્ની બંને કામ કરતા હતા તેથી તેઓનું જીવન સરસ હતું અંબર અને તેનો પલક હોટેલ સંભાળતા હતા..અને ક્ષિતિજના જેટલા પણ કામ હતા તે ક્ષિતિજ ના હોયતો ક્ષણ વારમાં ઢબી જાય તેમ હતા કારણ
કે તે કન્સલ્ટીંગ મધપૂડો હતો જેમાં ક્ષિતિજ રાણી માખી હતી બાકી બધા રાણી માખી ના હોય તો કામ વિનાના થઇ જાય અને પ્રશાંત અને પ્રિયંકા હજી નાના હતા ..ભણતા હતા..

ક્ષિતિજ ડાયાલીસીસમાં થી બહાર આવ્ય્પ ત્યારે યુધ્ધમાં ખુબ લઢેલા અને થાકેલા યોધ્ધા જેવો લાગતો હતો…દિશાની સાથે સ્વયંને જોઇ તેની આંખમાં એક ચમકારો થયો…

“ સારું થયું સ્વયં તું અહી છે…મારી એક મીલીયન ડોલરની ટર્મ ઇન્સ્યોરંસની પોલીસી લેવી છે”

“પણ હવે તે મળવી અશક્ય છે. “

“તુ પેપર તો કર..નહીંતર જે ચાલુ પોલીસી છે તે વધારાવી દઈએ..હવે હું તો ખર્યું પાન થૈ ગયો…આટલું બધુ દર્દ મારાથી સહન જ્યારે નહીં થાય ત્યારે..હું તો ગયો જ “

દિશાથી એક ડુસ્કું મુકાઇ ગયું

(ક્રમશઃ)

 1. June 25, 2011 at 6:41 pm

  શરૂઆત સરસ થઇ છે.

 2. June 26, 2011 at 4:43 am

  IT IS NICE STORY

 3. minu
  September 23, 2011 at 10:09 am

  very nice.

 1. June 25, 2011 at 6:37 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: