કુંકુમી પગલી (પંચમ શુક્લ)


કીડીને વ્હાલથી જ્યહીં કીડલી કહી શકાય;
ચિકચિક કર્યા કરે એને ચકલી કહી શકાય,

હૈયાવરાળને જ્યહીં કીટલી કહી શકાય;
નિંદા કહી શકાય ને કૂથલી કહી શકાય,

ને સ્પર્શનુંય કેટલું નાજુક બયાન હોય;
‘અડબોથ વ્હાલની’ને જ્યાં ટપલી કહી શકાય,

તાજા જવારા શી જતી શેરીમાં દોડતી;
કોઈનીય દીકરીને જ્યાં બકલી કહી શકાય,

એ સ્થળ, સમય ને વ્યક્તિઓ ઓઝલ થયાં છતાં-
ઝરતી રહે જે- કુંકુમી પગલી કહી શકાય!

૨૦/૬/૨૦૧૧

http://www.facebook.com/home.php#!/notes/pancham-shukla

વહેલી સવારની ઝરતી વર્ષા સમ આ કવિતા વાંચી અને હૈયુ પ્રફુલ્લિત થઇ ગયું

હૈયાવરાળને જ્યહીં કીટલી કહી શકાય;
નિંદા કહી શકાય ને કૂથલી કહી શકાય,

હૈયા વરાળને કીટલી કહી ઉકળાટ તાદ્રશ્ય કરતો આ શેર લય બધ્ધતા પણ જાળવે છે જ્યારે

તાજા જવારા શી જતી શેરીમાં દોડતી;
કોઈનીય દીકરીને જ્યાં બકલી કહી શકાય

માં દિકરીને બકલી કહી કવિ હ્રદયની મૃદુતા “જ્વારા શી” વર્ણવી કાવ્ય્ને એક ઉચ્ચ આયામ આપ્યુ છે

મને ગમી જે પંક્તિ તે છે

એ સ્થળ, સમય ને વ્યક્તિઓ ઓઝલ થયાં છતાં-
ઝરતી રહે જે- કુંકુમી પગલી કહી શકાય!

હા હોય છે કેટલીય યાદો જે કંકુમી પગલા સમ સદાય હ્રદય્ની દિવાલે ટંગાયેલી રહે છે અને આપ્યા કરે છે તે વીતી ગયેલ યાદોનાં પ્રમાણ

Advertisements
 1. જૂન 22, 2011 પર 1:57 પી એમ(pm)

  ફ઼ેસબુક પર વાંચેલી – પુનરાવર્તન ગમ્યું.

 2. જૂન 22, 2011 પર 2:43 પી એમ(pm)

  Very sweet and wonderful lines.
  loved it.

 3. જૂન 22, 2011 પર 2:54 પી એમ(pm)

  Thanks Vijaybhai.

 4. જૂન 26, 2011 પર 6:26 એ એમ (am)

  nice creation vijaybhai…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: