આયુષી


આયુષી ૧૩ વર્ષની

કુતુહલતા અપાર તેથી દરેક ઘટના ને મુલવતા એના મનમાં પ્રશ્ન ઉઠે..ખાસ તો જે નિયમ જેવુ દેખાય ત્યાં તેના મનમાં વિદ્રોહના નાના બોંબ ફુટે.

સુરજ પૂર્વમાં થી જ કેમ ઉગે?

૨૪ કલાક્નો જ દિવસ કેમ?

સાહીઠ સેકંડ્ની મીનીટ કેમ?

ગુજરાતીના વર્ગમાં જોડણી નો વિષય આવ્યો અને ભટ્ટ્સાહેબે હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ નાં ઉચ્ચારણ સમજાવ્યા

ત્યારે ભટ્ટ્સાહેબનાં ઉચ્ચારણોમાં તેને કોઇ ભેદ ના સમજાયો તેથી મનમાં લવીંગીયો બોંબ પ્રશ્ન તરીકે ઉઠ્યો..આમ કેમ?

સંગીતનાં વર્ગમાં ગાતી વખતે તેના ઉચ્ચારણમાં  તફાવત ના આવ્યો ત્યારે શિક્ષીકા એ કહ્યું દીર્ઘ ઉ નો ઉચ્ચાર બરોબર કર તો જ ગીત સુરમાં લાગશે

આયુષી વિચાર કરે આવું કેમ?

શ્રુત લેખન ના તાસમાં દસમાંથી ત્રણ ખોટા પડ્યા ત્યારે તે માહીથી પહેલી વખત પાછળ પડી અને તેણે નિયમ કર્યો ધ્યાનથી વાંચીશ અને સાંભળીશ

બીજા અઠવાડીયે માહીની સાથે હતી અને ત્રીજે અઠવાડીયે બંને વક્તૃત્વ સ્પર્ધા માટે ચુંટાયા

ભટ્ટ સાહેબ  રાજી તો હતા અને તેમના અન્ય સાથી શિક્ષક્ને કહેતા સંભળાયા આ વખતે જીલ્લા સ્પર્ધામાં વિજય આપણો જ છે

આયુષી અને માહી બંને આગળ હતા કારણ ભટ્ટ સાહેબની વાતોને આયુષીએ સોએ સો ટકા સાંભળી હતી. ઉચ્ચાર દ્વારા ગુરુ લધુની વાત જાણી હતી.

આજે દસ વર્ષે માહી સુમધુર ગાયીકા છે અને આયુષી ટીવી ન્યુઝ રીડર છે.

નિષ્ફળ લોકો જ્યાં જવાબ ના મળે ત્યાં અટકે છે, અથવા સગવડીયો રસ્તો શોધે છે. સફળ લોકો જવાબ મેળવે છે અને આગળ વધે છે.

Advertisements
 1. Harnish Jani
  મે 30, 2011 પર 4:32 પી એમ(pm)

  ભાષાને દોષ દેવા કરતાં પોતે મહેનત કરવી જોઈએઘ….આયુષી અને માહીનો દાખલો ઉત્તમ છે. આ લેખ કોણે લખ્યો છે?

 2. જૂન 3, 2011 પર 4:27 પી એમ(pm)

  બાળકો પાસેથી ઘણું શીખી શકીએ. ખાસ તો ૨૧મી સદીનાં અમેરિકી બાળકો નાની ઉમ્મરે ઘણું જાણતા હોય છે. આ દસ વર્ષમાં હું તો ઘણું શીખ્યો છું.
  આ લેખ પરની મારી પોતાની કોમેન્ટ નો દેશમાં પ્રસાર થાય, તે માટે આપણે સૌએ પ્રયત્નો કરવા જોઈએ,

  http://gadyasoor.wordpress.com/2011/05/26/language_arts/#comment-6953

 3. જૂન 10, 2011 પર 4:28 પી એમ(pm)

  Encouragement by teachers and enthusiasm fshawn by students help reach this type of success story. Congrates! I have seen teachers discouraging students questions, if they are out of their knowledge.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: