મુખ્ય પૃષ્ઠ > Uncategorized > હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ- અવિનાશ વ્યાસ

હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ- અવિનાશ વ્યાસ

એપ્રિલ 18, 2011 Leave a comment Go to comments

હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સૂતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢૂંઢે
ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂંટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

ભેરુનો દેખાવ કરીને ખેલ ખેલતાં ઊંચે શ્વાસે
પર ને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જૂઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

Advertisements
Categories: Uncategorized
  1. pragnaju
    એપ્રિલ 18, 2011 પર 12:57 પી એમ(pm)

    રમત રમતમા આધ્યાત્મિક દર્શન કરાવતૂ આ અમરગીત ફરી ફરી માણવાનું ગમે.તરન્નુમમા કાનેથી વાંચવાનુ વધુ ગમે

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: