મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, કવિતા, Received E mail > વિકટ હોય કેડી ભલે…રમેશ પટેલ(આકાશદીપ)

વિકટ હોય કેડી ભલે…રમેશ પટેલ(આકાશદીપ)

એપ્રિલ 7, 2011 Leave a comment Go to comments

છંદ-પૃથ્વી…સોનેટ

સજે ગગન યામિની, રૂપલ ભવ્ય તારે મઢી
ગૃહે ટમટમી દિવા, હરખ આશ સંગે જલે

કરૂં જ સરવૈયું રે, જીવન ગાન પોથી તણું
વધાવું નવલી પ્રભા, વિકટ હોય કેડી ભલે

ધરી અવનવા રૂપો, ઋતુ રમે ધરાએ હસી
સંદેશ શત સૃષ્ટિના, બળકટી જ ખીલે સજી

કરું સ્મરણ પાર્થનું, વિજય ના મળે શંસયે
ધરોહર મળી મને, સ્વબળથી રમું આ જગે

ભલે ઝરણ નાનકું, મિલનનો મહીમા ધરે
સંઘે સતત ચાલતાં , અક્ષય સાગરોએ ભળે

દઉં ડગ પથે ધરી , હરખ જોમ હૈયે મહા
રમું બુલંદ હાકલે, ઝળહળે જ કીર્તિ નભે

રમી ગગન મધ્યમાં, ઝગમગું થઈ તારલો
લખે વતન વારતા, અવતરી ગયો કાનુડો.

Advertisements
 1. pragnaju
  એપ્રિલ 7, 2011 પર 1:08 પી એમ(pm)

  કરું સ્મરણ પાર્થનું, વિજય ના મળે શંસયે
  ધરોહર મળી મને, સ્વબળથી રમું આ જગે
  માનવ સહજ સ્વભાવ પ્રત્યક્ષ રહેલી વસ્તુ પર સહેલાયથી ભરોસો કરી શકે છે… જ્યારે અદૃશ્ય વસ્તુ પર ભરોશો મુકતા વાર લાગે કે મન શંસય પણ કરે… આ કારણો અને પ્રશ્નોના નિવારણ માટૅ આપણા દેશમાં આટલા બધા મંદિરોની સ્થાપના કરવામાં આવેલી છે…!
  રમી ગગન મધ્યમાં, ઝગમગું થઈ તારલો
  લખે વતન વારતા, અવતરી ગયો કાનુડો.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: