Home > કવિતા, Received Email > વાર લાગે છે-કવિશ્રી’ પ્રેમ ‘

વાર લાગે છે-કવિશ્રી’ પ્રેમ ‘


અધૂરા છે જખમ તેથી તડપતા વાર લાગે  છે.
ગગનનો ચાંદ હું તો યે ચમકતા વાર લાગે છે

અસર છે કેટલી આ પાનખરની શું ખબર તમને !
બહારોમાં યે ફૂલોને ઊઘડતા વાર  લાગે  છે

કરામત તો ખરી એણે કરી છે આ વિષય  સાથે,
શબદ તો છે અઢી તો યે સમજતા વાર લાગે છે

પડી છે ટેવ એવી જે થતું  હો એ થવા દઊં  છું,
સમજ તો છે બધી તો યે બદલતા વાર લાગે છે.

ચડી બેઠો  છું એવા  હું  શિખર પર વેદનાઓના,
ઘણું મનછે ઊતરવાનું, ઊતરતાં વાર લાગે છે.

કહી દીધું હતું  એણે  અલગ  છે પંથ  બંનેના,
છતાં હું એ તરફ ચાલ્યો,અટકતા વાર લાગે છે.

ઈલાજો  કેટલા  કીધા  પછી  વૈદે મને  કીધું,
” તને જે રોગ છે એને પારખતા વાર લાગે છે.”

મને લાગ્યો હશે  એ  થાક  કેવો  જિંદગીભરનો !
હજુ પણ એમના ઘરથી નીકળતા વાર લાગે છે.

E mail Courtsey : Navin Banker

  1. April 3, 2011 at 5:53 am

    કરામત તો ખરી એણે કરી છે આ વિષય સાથે,
    શબદ તો છે અઢી તો યે સમજતા વાર લાગે છે
    આખી ગઝલ સરસ છે..
    સપના

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: