મુખ્ય પૃષ્ઠ > મજાક, Received Email > પરણેલો પુરુષ કેવી રીતે ઓળખાય..? (હાસ્ય લેખ)-માલતી પટેલ

પરણેલો પુરુષ કેવી રીતે ઓળખાય..? (હાસ્ય લેખ)-માલતી પટેલ

માર્ચ 22, 2011 Leave a comment Go to comments

અમને એક દિવસ વિચાર આવ્યો કે સ્ત્રીઓ પરણેલી છે કે કુંવારી તે તો તરત ઓળખાય છે….
પણ આ ભમરાળા કળાકાર પુરુષને કેવી રીતે ઓળખવો.?

સ્ત્રીઓ એ માથામાં સિંદૂર કર્યુ હોય…કે ગળા માં મંગલ સુત્ર પહેર્યુ હોય તો તેની પાસે લગ્નનું પાકુ લાઈસન્સ છે એમ કહી શકાય…અને ધારો કે એમ ન હોય તો પણ સ્ત્રીના ચહેરા પરનું વિજયી સ્મિત,ચહેરા પરનું ગુમાન, શારીરિક વૈભવ(ચારે દિશામાં), ફિકર વગરની ચાલ જેવા લક્ષણો હોય તો તે કોમલાંગીની સુહાગીની જ હશે એમ કહી શકાય….
પણ પુરુષો માં યાર ખબર જ ના પડે કે ભાઈ ખીંટીએ ભરાઈ ચૂક્યા છે કે હજુ બાકી છે….!.
તો મિત્રો વિવિધ સર્વે.,નિરિક્ષણો તથા તજજ્ઞો સાથેની ચર્ચા વિચારણા ના ફળ સ્વરુપ પરણિત પુરુષોને ઓળખવા માટે, જાહેર જનતાના લાભાર્થે નીચેના તારણો રજૂ કરવામાં આવે છે…

-…જેના ચહેરા સામે જોતાજ દયાનો ભાવ આવે..જેને દોડીને મદદ કરવાનું મન થાય…જેના હાલહવાલ પૂછવાનું મન થાય,બેહાલ કોણે કર્યા છે એમ પૂછીને એને દુ:ખી તો ન જ કરાય ને..?જેને હિંમત આપવાનું મન થાય..

-…જે હંમેશા નીચી મૂડી રાખીને ચાલતો હોય છે..  કેમ જાણે નીચે વેરાઈ ગયેલું સુખ ન શોધતો હોય…!

-જે ખૂબ જ ઓછુ બોલતો હોય,વચ્ચે ક્યારેય ન બોલતો હોય,સામે દલીલ ક્યારેય ન કરતો હોય…અને સતત ભલે..સારુ..ગમશે…ચાલશે…ફાવશે….વાંધો નહીં…..તમે કહો એમ….કામ થઈ જશે…આજે ઉપવાસ છે….એવા વાક્યો દિવસ માં અનેક વાર બોલતો હોય છે….

-..જેના ચહેરા પર અને શરીર પર હારેલા યોધ્ધા જેવા હાવભાવ હોય છે…ચહેરા પર અને શરીર પર નાનામોટા ઘા ના નિશાન હોય છે…..તો ક્યારેક પાટાપિંડી કરેલ હોય છે ખાસ કરીને ઘરેથી જ નિકળ્યા હોય છે ત્યારે…

 
-જે ઘરમાં હોય ત્યારે મોટેભાગે મૌનવ્રત પાળતો હોય છે…અને ઘરેથી બહાર નિકળતાં જ મોટે થી બોલતો હોય છે…સતત બોલતો હોય છે….ક્યારેક કારણ સહીત અને ક્યારેક કારણ રહીત હસતો હોય છે…

-..જે પોતાના જ ઘર માં રુમ બંધ કરીને એકલો જ, કોઈની મદદ વગર અપ્રિતમ હિંમતથી ઓશીકાને ઓશીકાથી ફટકારતો હોય છે અને બોલતો હોય છે ‘લે…લેતી….જા..’ લે …લેતી…જા’…

-..જે પહેલી તારીખે રાજાપાઠ માં અને ૨૦ તારીખ પછી કકડાબાલૂસ થઈ લોન માટે પૂછપરછ કરતો હોય છે…

-જે વાતવાત માં હંમેશા એમ બોલતો હોય છે કે.”આ બધો નશીબનો ખેલ છે ભાઈ…માણસ તો ઈસ્વર સામે મગતરું છે…ધાર્યું તો ધણીનું થાય..(કે ધણીયાણીનું..?)

-જે ઘરે હોય ત્યારે વારંવાર એમ બોલતો હોય છે..”પત્તર ના ઝીંક…,પત્તર ના ખાંડ…, મગજનું દહીં ના કર …માથાકૂટ ના કર…કહ્યું એમ કર…,લોહી ના પી”….(માંકડ, મચ્છર માટે થોડું રહેવા દે..)

-ઉનાળાના વેકેશન માં એ જો ખૂબ ખુશ દેખાતો હોય તો માનવું કે પત્ની પિયર ગઈ હશે કે પછી જવાની તેયારી ચાલતી હશે…

-જે ઓફિસથી ઘરે જતો હોય તો હાથમાં થેલી તો પકડેલી હોય જ…

-જો પુરુષ અને સ્ત્રી સાથે હોય અને પુરુષ બે ડગલા આગળ ચાલતો હોય તો માનવું જ કે પતિ-પત્ની જ હશે….

-જે હંમેશા ભજન ગાતો હોય…..”કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે”,…”દુ:ખી મન મેરે સુન મેરા કહેના જહાં નહીં ચૈના વહાં નહીં રહેના…”

-જે ઘરે આવતા જ મોટા અવાજે ટીવી ચાલુ કરી ટીવી સામે બેસી જાય છે……

-જે પુરુષ સ્ત્રી સાથે રહેતો હોય અને એ સ્ત્રીની બર્થ ડે દર વર્ષે ભૂલી જતો હોય….વળી એની સજા પણ દર વર્ષે ભોગવતો હોય…એ પુરુષ પરણેલો હોય એમ જાણ….આ જ પુરુષ લગ્ન પહેલા એ જ સ્ત્રી ને રાત્રે ૧૨ વાગે બર્થ ડે વિશ કરતો હોય છે….

-જે પુરુષ ઓફીસ માં ઓવરટાઈમ કરવા હંમેશા રાજી હોય છે

–જે લગ્ન વિષે બોલતો હોય છે “લગ્ન તો ભાઈ લાકડા ના લાડુ છે…”(લાડુ ખાવા જતા બાપડાના દાંત હલી ગયા હોય છે..)

-જે કાન બંધ કરી આખો દિવસ છાપા માં મોંઢુ નાખીને બેસી રહે છે અને ..હું…હાં….હંમ..એવા  જવાબો આપતો હોય છે…

-જે એક બુક સતત વાંચતો હોય છે અને નિ:સાસા નાખતો હોય છે એ છે ‘બેંકની પાસબુક’

-જે હંમેશા પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળતો હોય છે અને પોતે કેવો પરાક્રમી હતો એની વાર્તા કરતો હોય છે…

-જે માથાના વાળ ગણતો ગણતો ઓળતો હોય કે પછી ઓળતો ઓળતો ગણતો હોય છે…

-જે સુંદરતાનો અતિ ચાહક હોય છે…ખાસ કરીને સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાત હોય છે…એક સિવાય…

 

__._,_.___

 

 


Be Happy.
Malti

Advertisements
 1. માર્ચ 22, 2011 પર 7:33 પી એમ(pm)

  ખુબ જ રસિક અને ઝીણામાં ઝીણું અવલોકન કર્યું લાગે છે.

  ખરું ખુ તો એકે એક વાક્ય સાતત્યથી ભરપુર છે. વાહ……ભાઈ…..વાહ .

 2. માર્ચ 24, 2011 પર 5:01 એ એમ (am)

  awesome observations!!!

 3. માર્ચ 24, 2011 પર 6:48 એ એમ (am)

  આ લેખ ને હાસ્યલેખક શ્રેણી માં ન લેવા વિનંતી [સત્ય લેખ છે યાર]

 4. Satish Kalaiya
  માર્ચ 24, 2011 પર 11:02 એ એમ (am)

  Wah! tamari wat sachi lage che.thodu umeru hot to kai khotu to nathi jemke rastama ubha uhba paanipuri khata hoi, wat watma jawabdarini wato karta hoi…….

 5. માર્ચ 24, 2011 પર 12:43 પી એમ(pm)

  એક રહી ગયું !!
  * જે હાંફળો ફાંફળો થઇ આ લેખ વાંચતો હોય, અને મિત્રોને આ લેખની લિંક હોંશભેર મોકલતો હોય !!!
  (ભાઇ શકિલ મુન્શીએ મને આ મૌજ પાડી દે તેવા લેખની લિંક મોકલી તે બદલ આભાર.)

  એકદમ મજા પડી ગઇ, સ_રસ લેખ, બહેનશ્રીને ધન્યવાદ. અને આવી પોલ ખોલી અમ દાઝ્યાઓને ડામ આપવા બદલ શાહ સાહેબ આપને પણ ધન્યવાદ : – ) 🙂

 6. માર્ચ 25, 2011 પર 9:09 એ એમ (am)

  વાહ ભાઇ વાહ..અતિ સુંદર લેખ.મજ્જા પડી ગઇ હોં વાંચવાની.
  હાશ.! હજી મારા આવા દિવસો નથી આવ્યા… 🙂

 7. માર્ચ 25, 2011 પર 12:39 પી એમ(pm)

  સરસ, પણ પરણેલા પુરુષ પર શીંગડા હોતા નથી.

 8. માર્ચ 27, 2011 પર 6:17 એ એમ (am)

  ha ha ha it is very good true

 9. માર્ચ 30, 2011 પર 7:52 એ એમ (am)

  saras, maza aavi

 10. જૂન 20, 2011 પર 9:13 એ એમ (am)

  માલતીબેન
  તમને વાંધો નહોય તો તમારો લેખ થોડા ફેરફાર સાથે કચ્છીભાષામાં તરજુનો કરી મારા કચ્છી બ્લોગ http://kachchhi.wordpress.com ઉપર મુકી શકું ઓફ કોર્સ તમારા સૌજન્યથી લખીને આવા સરસ હાસ્ય લેખ આપવા બદલ અભિનંદન

 11. જુલાઇ 26, 2011 પર 4:48 પી એમ(pm)

  -જે ઘરમાં હોય ત્યારે મોટેભાગે મૌનવ્રત પાળતો હોય છે…અને ઘરેથી બહાર નિકળતાં જ મોટે થી બોલતો હોય છે…સતત બોલતો હોય છે….ક્યારેક કારણ સહીત અને ક્યારેક કારણ રહીત હસતો હોય છે…

  -..જે પોતાના જ ઘર માં રુમ બંધ કરીને એકલો જ, કોઈની મદદ વગર અપ્રિતમ હિંમતથી ઓશીકાને ઓશીકાથી ફટકારતો હોય છે અને બોલતો હોય છે ‘લે…લેતી….જા..’ લે …લેતી…જા’…
  -જે ઘરે હોય ત્યારે વારંવાર એમ બોલતો હોય છે..”પત્તર ના ઝીંક…,પત્તર ના ખાંડ…, મગજનું દહીં ના કર …માથાકૂટ ના કર…કહ્યું એમ કર…,લોહી ના પી”….(માંકડ, મચ્છર માટે થોડું રહેવા દે..)

  મને તો આમાં ઘણો વિરોધાભાસ દેખાય છે. માચું શું સમજવું…

 12. સપ્ટેમ્બર 11, 2011 પર 11:54 એ એમ (am)

  True but OUTSTANDING!!!!!!

 13. mohanbhai
  જાન્યુઆરી 23, 2013 પર 2:59 પી એમ(pm)

  ખુબ જ રસિક અને ઝીણામાં ઝીણું અવલોકન કર્યું લાગે છે.

  ખરું ખુ તો એકે એક વાક્ય સાતત્યથી ભરપુર છે. વાહ……ભાઈ…..વાહ .

 14. pradip dubal
  ફેબ્રુવારી 22, 2013 પર 9:14 એ એમ (am)

  sunder lakhan karel che maja aavi gai vah bhai vaha……..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: