મુખ્ય પૃષ્ઠ > વા ઘંટડીઓ > સોનલીલેરી આશા રણકી

સોનલીલેરી આશા રણકી

માર્ચ 15, 2011 Leave a comment Go to comments

હિમાલયશી શીત જિંદગી,
વહી જોને ઘણાં બધાં વર્ષ.

પહેલી કૂંપળ ફૂટી આજે
વસંતનાં આછેરાં સ્પર્શ

વસંતાગમને,મકરંદ ગાને
જીવન વાઘંટડીઓ ઝણકી.

સફેદ સફેદ પુષ્પોની ચાદરે
સોનલીલેરી આશા રણકી

Advertisements
 1. pragnaju
  માર્ચ 15, 2011 પર 12:22 પી એમ(pm)

  પહેલી કૂંપળ ફૂટી આજે
  વસંતનાં આછેરાં સ્પર્શ
  વસંતાગમને,મકરંદ ગાને
  જીવન વાઘંટડીઓ ઝણકી.
  સુંદર
  યાદ આવે
  તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
  ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
  કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
  મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !
  મદ મંદ આક્રંદ કરતી પંક્તીઓ
  અમારા મૅરીલેંડમા, વાયોલેટ એ શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે.પ્રભુના પક્ષે આવી અદ્ભુત કમાલ છે, કિંતુ આપણા પક્ષે ખૂબ શરમજનક કરુણા છે. જીવનમાં સર્જાતી ઘટનાઓ સમયે આપણે કમળ જેવા નથી બનતા, પરંતુ બની જઈએ છીએ ‘વાયોલેટ’ નામની વનસ્પતિ જેવા. ‘વાયોલેટ’ની વિલક્ષણતા એ છે કે એના પર પાણીના માત્ર એકાદ બિંદુનો પણ છંટકાવ થાય કે તુર્ત જ એ બુંદનો ડાઘ આ વનસ્પતિ પર અંક્તિ થઈ જાય. એવો જડબેસલાખ એ ડાઘ હોય છે કે કોઈ પણ ઉપાયે એ નાબૂદ ન થાય. યાવજ્જીવ એ ડાઘ એના પર પૂરેપૂરો સાબૂત રહે. આપણે ય મહદઅંશે આ ‘વાયોલેટ’ જેવા બની જઈને ઘટનાઓની અસરથી પૂરેપૂરા ઘેરાઈ જઈએ છીએ. અરે ! ક્યારેક તો એવી નાની નાની ઘટનાઓથી ઘેરાઈને રજનું ગજ કરી બેસીએ છીએ કે જેમાં સરવાળે માત્ર ને માત્ર પારાવાર નુકસાની જ આવે. કરવી છે આની પ્રતીતિ ? અમારા સ્ટૅટનું ફૂલ બ્લેક આઇ સુઝાન છે પણ અમને તો સ્નોમાંથી પણ દેખાતા આ ફૂલનું જબરું ખેંચાણ છે

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: