મુખ્ય પૃષ્ઠ > પ્રકીર્ણ, માહિતી > અજબ ઈંટરનેટઃ રામજી મહેતા કોણ?*લેખક : ડો.કનક રાવળ

અજબ ઈંટરનેટઃ રામજી મહેતા કોણ?*લેખક : ડો.કનક રાવળ

માર્ચ 9, 2011 Leave a comment Go to comments

ઈંટરનેટ ઉપર હમણાં ખોજ કરતાં મારા પુત્ર રાહુલની નજરમાં નીચે મૂજબનો અહેવાલ આવ્યો,
http://cool.conservation-us.org/wcg/docs/news0803.pdf
“Saving Face: Ravishankar Raval and the Conservation of the Portrait of Ramdas Mehta” by Katherine Moog,
Associate Conservator, Page Conservation, Inc”

પોતાનાજ દાદા રવિશંકર રાવળનું નામ જોતાં તેને કુતૂહલ થયું અને મને તે ઈ-મેલ મોકલી આપી. તેમાંથી મને નીચેની વિગતો મળી.
અમેરીકાના વોશિંગટન ડી.સી. શહેરમાં વોશિંગટન કંઝરવેશન ગીલ્ડ છે. ખરાબ સંગ્રહ્નને કારણે બિસ્માર હાલતમા આવેલી કલાક્રુતીઓની મરામર કરી તેનું સંરક્ષણ કરી જાણનારા નિષ્ણાતો તેના સભ્યો છે. માર્ચ ૨૦૦૮ની એક સભામાં તેના એક મહિલા સભ્ય કેથેરીન મુગેએ ઉપરોક્ત વાર્તાલાપ આપ્યો હતો.
મારા સ્વ.બાપુ (કલાગુરુ રવિશંકર રાવળ) અને તેમણે કરેલા કોઈ ચિત્ર વિષે શું ચર્ચા થઈ હશે? મારું પણ કુતૂહલ વધી ગયું.


મે તુર્તજ ઈંટરનેટમા ગુગલ સર્ચ એંજીનથી કેથેરીન મુગની ખોજ શરુ કરી.૦.૧૬ સેકંડમાં ૯૬,૦૦૦ પ્રત્યુત્તરોમાં બીજાજ નંબરે કેથેરીન મુગનું નામ તેમજ તે જ્યાં કામ કરે છે તે પેજ કંઝરવેશન કંપની વિષે વિગતો મળી ગઈ. એકાદ કલાકમાંતો ઈ-મેલ અને ટેલીફોન દ્વારા તેમનો સંપર્ક પણ થઈ ગયો. તે રહે છે અમારા પોર્ટલેંડ શહેરથી ખાસ્સા ૨,૮૦૯ માઈલ (૪,૫૨૧ કિલોમીટર) વોશિંગટન ડી.સી.માં.
મારા ફોનનો આશય જાણતાંજ કેથેરીને ઉમંગથી મારી સાથે વાતો કરવા માંડી. રામજી મહેતાની તસવીર તેમની પાસે કેવી રીતે આવી અને તેને કેવી રીતે એક્દમ ખરાબ હાલતમાંથી બચાવી તેની રસપ્રદ હકિકતો વર્ણવી.

૨૦૮૦ની સાલમાં એક ડો.રાજ દેસાઈ તેમની પાસે રામજી મહેતાનું તૈલચિત્ર લઈ આવ્યાં. ત્યારેતો ચિત્ર ઉપર ધુળના પોપડાં ચડ્યાં હતા.કેનવાસમાં ચીરા પડ્યાં હતા.રંગો ફીકા પડી ગયાં હતાં અને કેટલીક જગાએ ઉખડી પણ ગયા હતાં. રામજી મહેતા ડો.રાજ દેસાઈના પ્રમાતામહ થાય અને તેમની એક માત્ર મોંઘેરી એવી યાદીની આવી ખરાબ હાલત રાજથી સહન નોતી થતી. કોઈ પણ હિસાબે અને ખર્ચે તેને બચાવી લેવી હતી.
કેથેરીને જોયુંકે ભંગાર કે ઉકરડાને લાયક તસવીરને દિવાનખાનામાં સ્થાન આપવાનું આહાવન કપરું હતું પણ એક દૌહિત્રનું સ્વપ્ન સિધ્ધ કરવાનું બીડુ તેણે ઝડપ્યું.
તસવીરની સપાટી ખડબચડી અને બરડ થઈ ગઈ હતી.હળવી ધુલાઈ શક્ય હતી પણ ઘણી મરમ્મત પણ જરુરી હતી.કેનવાસમાં મોટા ગાબડાં પડ્યા હતાં તેને ફ્લેવીકોલ જેવા ગુંદરથી અને નવા કેનવાસના ટુકડાઓથી સાંધવા પડ્યા.તેને વધારે ટેકો આપવા પાછળથી ફાઈબરગ્લાસ અને ઈપોક્સી અસ્તર લગાવવા પડ્યા.ફરી તે આખો કેનવાસ એક લાઈનીંગ ફેબ્રિક પર ગોઠવી દઈ નવી લાકડાની ફ્રેમમાં સજ્જ કરવામા આવ્યો.
આતો સુથારી અને દરજી કામ થયું પણ મૂખ્ય કળાકારીતો હજુ બાકી હતી.અસલ કેનવાસની સપાટી સજીવ કરવા જેસોના જાડા ચોપડા પર ભીની વાદળી ફટકારવાનો પ્રયોગ સફળ થયો. સારા નસીબે રાજ દેસાઈ પાસેથી તસવીર થઈ તે પહેલાનો નાનો ફોટોગ્રાફ હતો (જુની કોડાક્રોમ હશે?-લેખક). તેને ‘એન્લાર્જ’ કરીને તસવીર ઉપર આંકણી કરી લિધી. સિધ્ધ્હસ્ત ચિત્રકાર તરીકે ઉત્તમ રંગપુરણીતો કેથેરીનનો ડાબા હાથનો ખેલ હતો.
લગભગ છ માસની સતત મહેનત અને ધરખમ ખર્ચે રામજી મહેતા હમણાંજ બેઠીને ઉભા થશે તેવી આબેહૂબ અને સુંદર તસવીર બની રહી.(જુવો નીચે છબી)

આ સઘળા પ્રોજેક્ટ દરમિયાન ડો.દેસાઈએ કેથેરીનને કલાગુરુ રવિશંકર રાવળ વિષે ઘણી વાતો કરી હતી. કેથેરીનને પણ મનોમન કલાગુરુ માટે ખુબ માન ઉપજ્યું હતું.
તેનાજ શબ્દોમાં, “I really enjoyed working on the project and felt like the portrait was encouraging me along throughout”-“આ ઉદ્યમ દરમિયાન મને ભાવ થયા કરતો હતોકે પ્રતિમા પોતેજ મને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહી હતી”
કેથેરીન દ્વારા મને ડો.રાજ દેસાઈનો પણ સંપર્ક થયો.રાજભાઈ હાલમાં બ્રુકીંગ્સ ઇંસ્ટીટ્યુટમાં સેવા આપે છે અને વ્યવસાયે પોલિટિકલ સાયંસના પ્રોફેસર છે. તેમનો પ્રતિભાવ પણ અનન્ય હતો.વર્ષોથી કલાગુરુ રવિશંકર રાવળ પ્રત્યે તેમને ઘણો આદર ધરાવ્યો છે. વર્ષોથી રાજ દેસાઈ તેમના માતુશ્રી નીતાબેન દેસાઇના ભાવનગરના ઘરમાં પ્રમાતામહ રામજી મહેતાની તસવીર જોતા હતા.તેમનુ માનવુ છે કે આશરે ૧૯૩૦માં રવિભાઈએ (રવિશંકર રાવળ) તે તૈયાર કર્યું. (ચિત્રની પાછળ તેમની ર.મ.રા સહી તેમજ તેમની ચિત્રશાળાનું ‘ગુજરાત કલાસંઘ ‘ નામ છે)

૧૯૭૦માં કોઇએ તે ચિત્રને છત ઉપરના કોઠારમાં મુકી દીધુ હશે. ૨૦૦૦ની સાલમાં રાજભાઈએ તે ફરી જોયું ત્યારે સમય,હવા,ધુળ અને પાણીથી તેના પર ઘણુ નુકશાન થયુ હતું. પ્રપિતામહ પ્રત્યેના પ્રેમ અને માનને કારણે ૨૦૦૮માં તે બિસ્માર પ્રતિમાને અમેરીકા લઈ આવ્યા અને સજીવ કરાવી.
રામજી અમરશી મહેતાનો જન્મ કુંડલામાં ૧૮૭૦માં થયો હતો. ત્યાં તેમણે નાનું ઘર વસાવેલુ
અને લોખંડની બનાવેલી ચીજોની દુકાન કરી હતી.તેમનાં પત્ની બે દીકરા અને ત્રણ દીકરીને છોડી મ્રુત્યુ પામ્યાં.રામજી મહેતા આશરે ૧૯૪૮માં મ્રુત્યુ પામ્યાં.
. તેમનાં નાનાં પુત્ર પ્રભુદાસ કુંડલા છોડીને ભાવનગર જઈ વસ્યા.
પ્રભુદાસ મહેતા ભાવનગરના લોખંડ બજારના ‘સ્ટીલ મેગ્નેટ’ કહેવાતા.તેમણે ધંધાની શરુઆતતો સામાન્ય ભંગાર અને ખરીચાની ખરીદવા-વેચવાથી કરી પણ ખંત અને ધગશથી ખૂબ સારી સ્થિતિ પર પહોંચ્યા વિષ્વયુધ્ધ દરમિયાન ધાતુની જરુર વધી તેનો ફાયદો તેમની કમાણીમાં થયો. ભાવનગરના મોટા ઉદ્યોગપતિઓમાં તે એક ગણાતા.
રામજી મહેતાની પ્રતિમા આજે એંસી વર્ષ પછી પણ દૌહિત્ર રાજ દેસાઈના દિવાનખાનામાં નવ નિર્મીત છે. પ્રતિમાનો આ જીર્ણોદ્ધાર એક ઉત્તમ પિત્રુતર્પણનું ઉદાહરણ બની રહ્યું.
નથી આ ઇંટરનેટની ગજબ વાત? સંધાણો ક્યાં થી ક્યાં? -ભાવનગર-વોશિંગટન ડી.સી-પોર્ટલેંડ,ઓરીગોન-અમેરીકી મહિલા કલાકાર કેથેરીન-રામજી મહેતાના તસવીરકાર રવિશંકર રાવળનો પૌત્ર(રાહુલ રાવળ)-રામજી મહેતાના દૌહિત્ર (રાજ દેસાઈ) ?
ખરો નદી-નાવ સંયોગ !
જય હો ગુગલ મહારાજનો
– ગજબ એવી આ અજબ ઈંટરનેટ

*સાચા બનાવો પર આધારિત કથા – લેખક ઓક્ટોબર ૧૭, ૨૦૧૦ પોર્ટલેંડ, ઓરીગોન

Advertisements
 1. માર્ચ 9, 2011 પર 5:11 એ એમ (am)

  બહુ રસપ્રદ કિસ્સો !! જય હો ગુગલ મહારાજ નો !!

 2. Arvind Adalja
  માર્ચ 9, 2011 પર 8:22 એ એમ (am)

  ઈંટર નેટની કમાલ ! દુનિયા ભરની વાતો સંગ્રહી શકે અને ગુગલ જેવા શોધી પણ આપે !

 3. માર્ચ 9, 2011 પર 10:37 એ એમ (am)

  ૧૪ વર્ષ પછી કલકત્તાના એક દોસ્તની યાદ આવી. થયું, લાવ ગૂગલાચાર્યને પૂછી જોઉ. ૪ સેકન્ડ્સમાં નંબર સામે આવ્યો ને…૧ મીનીટ પછી ફોન પર એમની જોડે વાત પણ શરુ થઇ… આ રીતે એમને ચોંકાવી દેવાની ઘટના પણ બની ગઈ. કમાલ કરે છે…આ ગૂગલ મહારાજ તો ગજબની ધમાલ કરે છે.

 4. માર્ચ 9, 2011 પર 3:47 પી એમ(pm)

  Very interesting.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: