ભજ ગોપાલમ-મધુમતી મહેતા
સંત કહે સહુ આવણ જાવણ ભજ ગોપાલમ
રામ ભજો કે રાવણ બાળો ભજ ગોપાલમ
છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ
લોટ જરીક ને ઝાઝું છે ચારણ ભજ ગોપાલમ
ડગલે પગલે ડંટ ડરાવણ ભજ ગોપાલમ
સમજ અધુરી શીખ સવામણ ભજ ગોપાલમ
બે માણાં ત્યાં ખખડે વાસણ ભજ ગોપાલમ
બુઢ્ઢો ખાંસી ખાય અકારણ ભજ ગોપાલમ
ફૂટ્ટ્લ ગોળે હોય ના ઢાંકણ ભજ ગોપાલમ
બહેરાને લ્યો દીધી શીખામણ ભજ ગોપાલમ
કુબ્જા આંજે આંખે આંજણ ભજ ગોપાલમ
અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ
સો ઊંદરનું કરી શીરામાણ ભજ ગોપાલમ
બીલ્લી શું પઢશે રામાયણ ભજ ગોપાલમ
નાચ ન જાણે ટેઢું આંગણ ભજ ગોપાલમ
કહેત કબીરા છોડ કુટામણ ભજ ગોપાલમ
ટાઢે ચૂલે ઉકળે આંધણ ભજ ગોપાલમ
એવું ભગાભગતનું ડહાપણ ભજ ગોપાલમ
હાથ ન ધરીયે જોળી આપણ ભજ ગોપાલમ
દાતા દરિયો મૂઠ્ઠી માંગણ ભજ ગોપાલમ
ગદા ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ
ઊંધુ ઘાલી ઉંઘે નારણ ભજ ગોપાલમ
Categories: કવિતા, email, Received E mail
very very nice
Dr. Kishorbhai M. Patel
plz. visit my Blog
સુંદર મત્લા ગઝલ.
રામ ભજો કે *બાળો રાવણ *ભજ ગોપાલમ
હાથ ન ધરીયે જોળી આપણ ભજ ગોપાલમ
દાતા દરિયો મૂઠ્ઠી માંગણ ભજ ગોપાલમ
ગદા ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ
ઊંધુ ઘાલી ઉંઘે નારણ ભજ ગોપાલમ
ખુબ જ સરસ બોધદાયક રચના
અડધું પડધુ વચે ભજ ગોપાલમ
વાચી શિખામણ હૈયે ના ધરે ભજ ગોપાલમ