મુખ્ય પૃષ્ઠ > વા ઘંટડીઓ > દરેક ધબકારા સાથે

દરેક ધબકારા સાથે

ફેબ્રુવારી 20, 2011 Leave a comment Go to comments

એમના ક્ષર દેહનાં વિલયે સર્જી છે
ફરી કેટલીયે સંવેદનાઓ
જે ક્યારેય અનુભવી નહોંતી
– જ્યારે તે હયાત હતા.

નહોંતો અનુભવ્યો કદી
“અનાથ” હોવાનો આ કારમો ઘા
અને નહોંતો કદી આવ્યો વિચાર કે
બાપા તમે એક દિન
સુખડનો હાર ચઢાવેલી છબી થશો.

હજી હું જોતો ઉભો એજ
મારી નાની જાતને જે
ઓફીસેથી આવતા તમને જોઇને
પામતો સલામતીનો અહેસાસ.

વાસ્તવિકતાએ કહી દીધું કે
જન્મે તે જાય…
પણ વ્યાકૂળ મન તો પુછે
એક જ સવાલ કે
કેમ જાય?

માંહ્યલો જવાબ આપે કે તે ક્યાં જાય છે?
તે તો સંતાનોનાં હ્રદયમાં
દરેક ધબકારા સાથે પૂનઃ ધબકતા થાય છે.

  1. devikadhruva
    ફેબ્રુવારી 20, 2011 પર 9:44 પી એમ(pm)

    આંખ ભીંજવતી અને હ્ર્દયને સ્પર્શતી અભિવ્યક્તિ.

  2. ફેબ્રુવારી 21, 2011 પર 6:55 પી એમ(pm)

    આખી રચનામાં તમારા પિતાજી પ્રત્યેનો તમારો પ્રેમ અને તેમના ચાલ્યા જવાથી તમારા
    દિલની વેદના દેખાઈ આવે છે .

  3. માર્ચ 4, 2011 પર 3:11 પી એમ(pm)

    आंखो अने अंतर बंने भीना भीना…!

  1. No trackbacks yet.

Leave a reply to nilam doshi જવાબ રદ કરો