સંપનાં પ્રણ

ફેબ્રુવારી 13, 2011 Leave a comment Go to comments

દાદા ગયા!..આખુ કુટુંબ ભેગુ થઈ ગયું..પિતરાઇ ભાઇ બહેનો અને મસીયાઇ ભાઇ બહેનો કકલતા હતા..અમેરિકાથી આવેલી દીકરી હજી બે દિવસ પહેલાજ અમેરિકા જવા રવાના થઇ હતી એને તો મળ્યાનો આનંદ અને છેલ્લે બાપા ને ના જોયાનો અફસોસ તો થતો જ હતો પણ ભાઇઓને તો દસ હજાર માઇલની દુરી નડી જ હતી…વેબ કેમ ઉપર અંતિમ દર્શનો કરતા નાનીયો ખુબ જ રડતો હતો..

એમની નનામી બંધાતી હતી ત્યારે ડોક્ટર બહેને રડતા રડતા બધા પિતરાઇ ભાઇબહેનોને કહ્યું..”દાદાને શ્રધ્ધાંજલી સાચા મનથી આપવી હોયતો સૌએ અત્યારે એમની સામે હાથ જોડીને એક પ્રણ લેવાનું છે. જે કુટુંબના કુટુંબીજનો વિખરાયેલા રહે અને દુભાતા રહે તે સૌને વિખરતા રોકવા અને કુટુંબ ને એક રાખવા તે માંગતા હતા..ક્યાંક બુધ્ધીએ પ્રાધાન્ય બતાવ્યુ..અને લાગણી ઓ મરી ગઈ તે લાગણીઓને જીવતી રાખવાનું પ્રણ લેવાનું છે.”

લલીતાએ નાના ભાઇ મનુ ની સામે જોયુ..મનુ એ સ્વિકારમાં માથુ હલાવ્યુ. મનુની પત્ની કનકલતાએ નકારથી પોતાની નામરજી બતાવી પણ મનુ અને લલીતા એક થતા જોઇ કિરીટે પ્રશ્નાર્થ કર્યો..ડોકા હકાર અને નકારમાં દેખાવા માંડ્યો  નકારનાં માથા હકાર વધુ જણાતા ધીમે ધીમે પ્રતિકાર ઓગળતો ગયો..નાનીયો અમેરિકાથી બોલ્યો..મોટીબેન હું તમારી સાથે છું બાપાનું દરેક અધુરુ કામ પુરુ કરીશુ..અને આપણું સંપીલુ કુટુંબ સંપીલુ કરીને રહીશું.

બુધ્ધીવાદી મહેન્દ્ર કહે “મોટીબેન મથી જુઓ..પણ સંયુક્ત કુટુંબો જ્યારે તુટતા જાય છે ત્યારે તમે તો દાદાની ચાર પેઢીઓઓને એકઠા રાખવા મથો છો..અઠવાડીયા બે અઠવાડીયા પછી આ સ્મશાન વૈરાગ્ય ઉતરી જશે અને સૌ સૌના એજ રાગદ્વૈષમાં આવી જશે…”

મોટી બહેન બોલી” તેથી તો પ્રણ લેવાનું કહું છુ ..દાદાને આ જ તો સાચુ તર્પણ છે…અને મતભેદને મનભેદ માની ન લેવાની દાદાની શીખને સોળે કળાએ ખીલવવા કટીબધ્ધ થવાનું છે. ”દાદાની પાછળ જીવદયા કે ધર્મ તો સૌ કરશે..આ ખુલ્લી મુઠીને બંધ કરવા દાદાનાં નિમિત્તે સૌ એ પહેલ કરવાની છે.”

દાદાની નનામી નીકળતા પહેલા કોમ્પ્યુટર ઉપરનાં વેબકેમ ઉપરથી નાનીયાએ કહ્યું-“ ઢીંક મારીને ઢીંક ખાવા હું તો તૈયાર છું જ..”

કિરીટ જોઇ રહ્યો.. “અરે નાનીયા તું શું કહે છે.?”

નાનીયો મક્કમ અવાજે બોલ્યો “હા તે વાત હું તો માનુ છું. ભાઇ બહેનોમાં લાગણીનું પ્રાધાન્ય બળવતર હોય તો જ તે ટકે..જ્યારે પણ પૈસો..કે મારું તારું કે હુંસા તુંસી આવે તો તુટે જ દાદા પણ આજ કહેતા અને આપણા ઘૈડીયાઓએ પણ આજ વાત કરેલી.”

મોટીબહેન કહે “આ તો લાગણીની વાતો છે..જેની પાસે જે હોય તે..બુધ્ધિ, અનુભવ કે માર્ગદર્શન આપે અને જેને તેની જરુર હોય તે લે. વાતચીતનાં તેવા તંતુ જીવંત રહે તે ખુબ જરૂરી છે.”

મહેન્દ્ર ત્યારે બોલ્યો “નાનીયો તો બીન વહેવારું માણસ છે. આતો કુદરતનો ક્રમ છે દાદા ગયા એટલે હવે તેમના ભાઇઓ નાં કુટૂંબો દુર થવાનાં..!

નીનાભાભીએ મહેન્દ્રની વાત કાપતા કહ્યું..મોટીબેન તમારી વાત સાચી છે ઉપરનો તાંતણો તુટે છતા ભાઇ બહેનો પોતાનો લાગણી નો તંતુ બાંધી રાખે તો નીચલી પેઢીમાં સંપ જાય જાય ને જાય..ને કહે છે ને જ્યાં સંપ ત્યાં જંપ

દાદાની પાસે સંપનાં પ્રણ લઈ જીવન આગળ વધ્યુ..મતભેદ રહ્યા પણ મનભેદ જવાથી છુટી પડતી લાકડીઓ બંધાઇ અને સંપીલો ભારો આગલી પેઢીને સંપનું નવું વરદાન આપી ગઈ

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: