પૂ મોટાભાઇ

ફેબ્રુવારી 12, 2011 Leave a comment Go to comments

 

બાનાં ગયા પછી વસમો થયો  એકાંત વાસ..
છીયે પંડે પાંચ પણ બા જેવું કોઇ ન લાગ્યું?

ને કેમેય કરીને તમારું મન કોઇમાં ના ઠર્યુ
એક જ ઝાટકે મુકી દીધો દેહ પ્રભુનાં પાસમાં

પ્રભુને ફક્ત કહેતા તમે એક જ વાત કે લૈ લે,
લૈ લે ને મને નથી હવે કોઇ જાતનો અનુરાગ

સૌ સૌને ત્યાં સુખી, લીલી વાડીનાં સંતોષ સાથે
પાડ હવે આ જીવન મંચ પર જવનિકા લગાર
ૐ શાંતિ
જન્મ ૨૦ સપ્ટંબર ૧૯૧૯
દેવલોક ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૧
સ્થળ વડોદરા 

 હજારો માઈલની દૂરી નડી પણ આજની તકનીકી પ્રગતિ એ અંતિમ દર્શ્નન નો લાભ આપ્યો પછી લખાયુ

Advertisements
 1. ફેબ્રુવારી 12, 2011 પર 9:39 એ એમ (am)

  વિજયભાઈ,
  સુંદર શ્રદ્ધાંજલિ…..
  ..મનુષ્યના જીવનમાં જીવન અને મરણ એમ ક્રમાનુસાર ઘટનાઓ ઘટતી રહે છે . આજનું વિજ્ઞાન પણ આ ઘટના ક્રમને બદલવા સમર્થ નથી..જનારની ખોટ કોઈ ન પૂરી શકે ..પરંતુ આવે એણે જવાનું છે ,એ સત્ય અપનાં વ્યેજ છુટકો..પરમાત્મા એમના આત્માને શાંતિ આપે ..તો ચાલો તેમના માટે પ્રાર્થના કરીએ .
  હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
  શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
  જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
  પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

 2. ફેબ્રુવારી 12, 2011 પર 11:59 એ એમ (am)

  પ્રભુ એમના આત્માને શાંતી આપે. એમના પર લખાયેલા આપના પત્રો પરથી પ્રેમની એક અતૂટ ભાવના સ્પષ્ટ થાય છે. એ જ પ્રેમ તમને એમનો વિરહ જીરવવાની શક્તિ આપશે. આપની સાથે પ્રાર્થનામાં હું અને મારો પરિવાર ભાવથી જોડાઈને એમના દિવ્ય આત્માને નમસ્કાર પાઠવીએ છીએ.

 3. Kaushik
  ફેબ્રુવારી 12, 2011 પર 1:14 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને શાંતી આપે. તમને એમનો વિરહ જીરવવાની શક્તિ આપે. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે.

 4. ફેબ્રુવારી 12, 2011 પર 4:07 પી એમ(pm)

  Vijaybhai,
  Take care

 5. Harnish Jani
  ફેબ્રુવારી 12, 2011 પર 5:47 પી એમ(pm)

  વિજયભાઇ- છોકરા માટે બાપના મૃત્યુથી મોટો કારી ઘા કોઇ નથી.આજથી તમે અનાથ થઇ ગયા.જીવનમાં ડગલેને પગલે યાદ આવતા મોટાભાઇ હવે યાદ નહીં કરવા પડે કારણ કે હવે મનમાંથી ખસે જ નહીં.વાતે વાતે થશે કે લાવ મોટાભાઇને આ વાત પૂછું-શોક ન કરશો-રડશો નહીં એમ તો કહેવાય જ નહીં-બાપ મરી જાય અને છોકરો રડે નહીં? આંસુ ન રોકતા-જેઓને આપના મોટાભાઇનો પરિચય હોય એવી વ્યક્તિઓ સાથે મોટાભાઇની વાતો દિવસ રાત કરજો-અને એમને ખૂબ યાદ કરશો.ગંમતની વાત હોય તો હસતાં ખચકાતા નહીં.દુ:ખ ઓછું થશે. મૃત્યુ પામતી વ્યક્તિતો સ્વર્ગને પામે છે-પરંતુ અહીં રહેતા લોકોને શાંતિની આવશ્યક્તા છે. પરદેશમાં થતાં મ્રુત્યુ આપણાં માટે ઘણાં દુ:ખ દાયી હોય છે.પહેલે નંબર તો આપણને ગિલ્ટી લાગણી થાય છે કે “હું એમને માટે કાંઇ ન કરી શક્યો” હું ત્યાં હોત તો આ કરત અને તે કરત.અને પછી આપણને આપણી જાત પર ગુસ્સો આવે-બીજાના વાંક કાઢીએ-છેવટે જયારે હકીકતનું ભાન થાય કે એ વ્યક્તિ આ સંસારમાં નથી-ત્યારે શુન્યાવકાશ લાગે-અને શોક થાય.અને રડવું આવે- દુ:ખનું ઓસડ દહાડા- પરંતુ સ્નેહીની યાદની જ્યોત અંતરમાં કાયમ જલતી રહેશે.પ્રભૂ આપના પિતાશ્રીના આત્માને શાંતિ અર્પે.
  હરનિશ અને હંસા.

 6. ફેબ્રુવારી 12, 2011 પર 6:18 પી એમ(pm)

  આપના પિતાશ્રીના નિધનના સમાચાર જાણીને ખૂબ દુ:ખ થયું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે તથા આપ સૌ પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રભુ પ્રાર્થના.

 7. ફેબ્રુવારી 12, 2011 પર 6:31 પી એમ(pm)

  આપના પિતાજીના નિધનના સમાચાર જાણીને ઘણુજ દુખ થયુ .ભગવાન સદગતના આત્માને પરમ શાંતિ આપે
  અને આપના પરિવાર પર આવી પડેલ દુખ સહન કરવાની સૌને શક્તિ આપે એજ પ્રભુને પ્રાર્થના .

 8. devikadhruva
  ફેબ્રુવારી 12, 2011 પર 10:27 પી એમ(pm)

  અમે તમારી સાથે બેસીને આંસુ સારનાર છીએ..સાંત્વન શું આપીએ ?

 9. ફેબ્રુવારી 13, 2011 પર 12:09 એ એમ (am)

  Vijaybhai,
  So sorry to know of the pasasing away of your Father ,whom you had adderssed “with Love” as Motabhai.
  We all can have “the highest thoughts” od Death..but when it happens to “our dear ones”….our Heart is saddened….but we then march forward in the Path as shown by the Loved one..That is the Greatest Tribute to the Loved One.
  Our Deepest sincere Symapathy to YOU & your Family.
  બાનાં ગયા પછી વસમો થયો એકાંત વાસ..
  છીયે પંડે પાંચ પણ બા જેવું કોઇ ન લાગ્યું?
  With these words was your Anlali to your Beloved Motabhai…
  May HIS Memories bring your BA’s Memories & let they both be AMAR within you !
  DR.CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vijaybhai..Just came to Lancaster from Sydney & read your Email today.

 10. ફેબ્રુવારી 13, 2011 પર 2:13 એ એમ (am)

  વિજયભાઇ, તમારા આ દઉ:ખમાં અમે બંને પણ સહભાગી છીએ. માવતરની ખોટ તો કોઇ પણ ઉમરે સાલવાની જ..અંતરનો એક ખૂણો હમેશ માટે ખાલી જ રહેવાનો…
  પરંતુ તમારી પાસે ત્પ પૂ. . મોટાભાઇ… પુસ્તક સ્વરૂપે ..શબ્દો સ્વરૂપે હાજર જ છે.. એમના દિલના વિચારોને તમે વાચા આપી જ છે ને ? બસ..એ જ તમારી સહક્તિ અને શ્રંધજલિ બની રહેશે..

  પૂ.મોટાભાઇની છબી નજરા સઅમક્સ તરવરી રહી છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે…

 11. ફેબ્રુવારી 13, 2011 પર 8:24 પી એમ(pm)

  We are with you in your days of need. Nobody can replace Love for parents.

  Cherish his memories, He is always with you.

 12. Akbarali Narsi
  ફેબ્રુવારી 13, 2011 પર 10:19 પી એમ(pm)

  વિજય ભાઈ

  આપના પિતાશ્રીના દુઃખદ અવસાન નું જાણી દુઃખ થયુ

  પ્રભુ એમનાં આત્મા ને અખંડ શાંતિ આપે અને આપ સૌ

  ને આ દુઃખ સહન કરવાની હીંમત આપે.

  મારે પણ એક વખત એવો આવ્યો કે માતા પિતાનાં

  આશિર્વાદનો પ્રવાહ બંધ પડ્યો. પ્રભુ આપ ઉપર આશિર્વાદ

  વહાવતો રહે અને આપ સૌને આ ખોટ સહન કરવાની

  હીમત આપે, આમીન

  અકબર અલી નરસી

 13. ફેબ્રુવારી 14, 2011 પર 4:27 એ એમ (am)

  વિજયભાઈઃ પ્રભુ આપને, આપનાં કુટુંબીજનોને, સગાંવહાલાં અને મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તથા આપના પૂ. મોટાભાઈના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું.

  હું પણ મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ.પરીખને મોટાભાઈ કહેતો. એમનાં સંસ્મરણો મેં છ ભાગની લેખમાળામાં આલેખ્યાં છેઃ

  http://girishparikh.wordpress.com/2010/09/28/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be%e0%aa%ad%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%b0%e0%aa%a3%e0%ab%8b%e0%aa%83-%e0%ab%a7/

  –ગિરીશ પરીખ

 14. readsetu
  ફેબ્રુવારી 15, 2011 પર 4:43 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને ચિર શાંતિ બક્ષે..
  લતા જ. હિરાણી

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: