મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, કવિતા, Received Email > આપણને નહીં ફાવે.-ખલીલ ધનતેજવી

આપણને નહીં ફાવે.-ખલીલ ધનતેજવી

ફેબ્રુવારી 5, 2011 Leave a comment Go to comments

 

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

ઇ મેલ સૌજન્યઃ પ્રજ્ઞાબેન જુ. વ્યાસ

 

Advertisements
 1. ફેબ્રુવારી 6, 2011 પર 4:25 એ એમ (am)

  જનાબ ખલીલસાહેબના આગવા અંદાઝમાં રાજકોટ ખાતે,આ ગઝલ એમના પઠનમાં સાંભળેલી……..
  સશક્ત અને ગઝલના મૂળ રંગ/ભાવને ઉજાગર કરતી નખશિખ ઉત્તમ ગઝલ….સલામ ખલીલ ધનતેજવી સાહેબને.

 2. raju dave
  ફેબ્રુવારી 6, 2011 પર 8:15 એ એમ (am)

  apnane to avo j favshe…….
  any more like this pl mail.
  thanks,
  raju dave

 3. pinal
  ફેબ્રુવારી 7, 2011 પર 9:34 એ એમ (am)

  wonderful…..

 4. ફેબ્રુવારી 7, 2011 પર 11:20 પી એમ(pm)

  મસ્ત મસ્ત !!
  અમે પણ હેલીના માણસ ખલીલ,
  કલમ ની કમાલમાં આથી કઈ પણ ઓછું,
  યાર, અમને પણ નહિ ફાવે.

 5. Satish Kalaiya
  માર્ચ 24, 2011 પર 6:25 એ એમ (am)

  Tane chahoo, ne tara chahnaraone pan chahoo? ha, Khalilsaheb eto pahelathi karwoo jaroori che, nahitar….feel good to read Khalilsaheb, Regards

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: