Home > વાર્તા, વૃત એક વૃતાંત અનેક > સતયુગની કમાલને?

સતયુગની કમાલને?


 આલોક વિચારતો રહ્યો..કે તેના કાર્યને નકારવાનું કારણ શું?
એક પ્રકરણ લખો અને નવલકથા લખ્યાનો યશ મળે તેવુ કોઇ વિચારી શકે?
તેઓ તો એમજ વિચારેને કે આપણા નામે તે તેનો ઉલ્લુ સીધો કરે છે.એટલે તો તે પૈસા શોધી લાવ્યો..છપાવવા માટે પ્રીંટર શોધી લાવ્યો. માર્કેટીંગ માટે એજન્સી શોધી લાવ્યો..કમીશન બેઠો બેઠો તે ખાશે..આપણું તેમાં શું વળશે?
બીજો અજ્ઞાની જેને પ્રીંટીંગનો પ નથી ખબર તે ગુગલે સંશોધન કરી મોટી વાત શોધી કે ચોપડી એમ અઠવાડીયે ના છપાય તેને માટે ૯૦ દિવસનો લઘુત્તમ સમય જોઇએ.
ત્રીજો વળી એમ વદે “આપણે શું પંચાત.. કરવું હોય તો જાતે કરે..આપણી મંડળીના નામે તો ના જ થાય..કાનુની રીતે ફસાઇએ તો આપ્ણી જવાબદારી આવે.”
ચોથો ફોન પરથી બોલ્યો “એ છે જ ઉધમાતીયો..સાચે જ પાડો તેને..વોટીંગ થાય તો મારી આમા ના છે.”
કો’ક ડાહ્યો બોલ્યો “પણ અલા ભાઇ તેને જ આ બધા પ્રશ્નો સીધા પુછોને.. કદાચ તે સાચો હોય અને આપણે ના કહી માન ગુમાવીએ..”
“ના રે એને પુછવાની શી જરૂર? આપણે જે કરીયે તે સવા વીસ..”
“વળી એને પુછીયે તો એને રાઈ ભરાય અને આપણે અજ્ઞાની જણાઇએને?”

મીટીંગ ચાલતી હતી અને તે ઘરની ગૃહિણી બોલી..”અક્કરમીઓના હાથ નીચે સક્કરમીની દશા આ જ હોય..”

પેલા ભાઇ ફરી બોલ્યા..”મને તમે એમ તો કહો તમારામાં થી કોઇ લેખક છે?”
બધાનાં મોં બંધ હતા…
“તમારામાંથી કોઇએ ચોપડી બહાર પાડી છે?”
“…”
“અને તમે નક્કી કરી નાખ્યુ..કે તેનો પ્રયત્ન તમને તકલીફ આપશે?”
“હા. એનો દરેક પ્રયત્ન તેને માન અપાવે છે જે અમને મળવુ જોઇએ…”
“કશું કર્યા વિના?”
“કેમ? અમે આ કામ જ કરીયે છેને?”
“આ કામ નથી કરતા. આમ કરીને તો તમે જે લોકો લખે છે તેમને લખતા બંધ કરો છો.”
“અમે તો વાડે વધેલી વેલને સરખી કરીયે છે જે અમારી કાનૂની ફરજ છે.”
ના તમારુ કામ તો વેલાને વાડ આપવાનું છે. તમે એ જોઇ નથી શકતા કે તમે જે કરો છો તેનાથી વેલા ઉપર તમે ઝેર છાંટો છો. તમારા કેટલાય લેખકોને પેદા કરતા પહેલા તમે મારી નાખો છો.
“પણ જે લખે છે તેઓ તો કંઇ કહેતા નથી અને આ સૌનો ઠેકો લઇને બેઠો છે તેને તો..આમ જ સીધો કરાય…”
પેલી ઘરની ગૃહિણી સ્વગત બોલી…”ભાઈ આને જ કળયુગ કહેવાયને…
આલોકે તેના સમય અને કૂશળતાનાં દુરુપયોગ ના આક્રોશને ઠારવા લખવા માંડ્યુ

માફ કરજો સૌ મને હું સમજુ, છે આ ભલાઈનું કામ
જેને સરસ્વતીનાં આશિષ, તેને રાહ ચિંધવાનું કામ
લક્ષ્મીનાં શિષ્યો કળયુગે, મુલવે સરસ્વતીનાં દામ
” આમા મારું શું?” કહી, અન્યોનાં ઓળવે સૌ કામ

આટલુ લખ્યા પછી આલોકનાં મનમાં સતયુગની કથા સાધુ અને વીંછીની વાત સ્મરણે ચાલી..વીંછીનો તો સ્વભાવ છે ડંખ દેવાનો અને સાધુ નો સ્વભાવ છે તેને ઉગારવાનો…પણ આ વખતે સાધુ એ વીછીને બચાવવા હાથનો ઉપયોગ ન કરતા પહોળુ કમળનું પાન હાથમાં લીધુ..વીંછી પણ બચી ગયો..અને ડંખ પણ ન ખાધો..પુસ્તક્તો બહાર પડ્યુ અને બધો જશ તે સૌ લેખકોને મળ્યો.
છે ને આ પણ કળયુગે સતયુગની કમાલને?

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: