નામ અમેરિકા

જાન્યુઆરી 13, 2011 Leave a comment Go to comments

 

નામ અમેરિકા
લોકો માને આને તકોનો દેશ
 
૧૫ વર્ષે એટલુ કહીશ કે
આ દેશ કાયદાના માન ને લીધે જીવવા લાયક
સખત મહેનતુ હો તો રહેવા લાયક
ખુબ ભણેલા હો અને નવુ ભણવાની તૈયારી હોય તો જ તકો ઘણી
 
જો એમ માનતા હો કે જઇને તરત
વરસસે ડોલર તો તે વાતમાં ન કોઇ માલ
ડોલર કેરુ સ્ટીમ રોલર તો કરે સદા ધમાલ
અહી માંદા પડવું એ છે એક શ્રાપ
અને કાનુન તોડો તો જેલ તત્કાળ
 
ભારતની જેમ મળે નહી સસ્તો રામો કે રસોયણ
સમય વહેતા ઘરવાળી રસોયણ અને ઘરવાળો રામો
સબવેમાં સેંડ્વીચનું લંચ અને પીઝાનું ડીનર
ખાતા ફાવે તો જિંદગી સરતી જાય જાણે સુંદર સફર.

અમેરિકાની ગઇ કાલ, આજ અને આવતી કાલ
આમ જુઓ તો એક સમાન
એકાકી જીવન,
ડોલર સાથે ભાગતુ જીવન, ભાંગતુ તન મન
સમૃધ્ધીથી અંતરો વધારીને અંદરથી રડતું જીવન
 
કદાચ આ વાંચી તમને એવું લાગશે કે આ કોઇ નિષ્ફળ વ્યક્તિનો અભિપ્રાય છે તો કહીશ કે તેવુ હરગીઝ નથી. આ દેશમાં ‘દેશી’ રહેવાનું પરવડે તેવું નથી અને મહ્દ અંશે દરેક્માં ‘દેશ’ જીવતો હોય છે અને તેથી તો નેતા અભિનેતા અને ભગવાનનાં નામે વાતો કરનારા અનેક સાધુઓ આવે છે અને દરેક ‘દેશી’ઓને ‘દેશ’ યાદ કરાવે છે..પણ હું તો એટલું કહીશ કે જો અહી તમે જેટલી મજુરી કરો છો તેટલી જ મજુરી જો દેશ્માં કરશો તો અહીં ના જેવું જ ભવ્ય જીવન તમે ત્યાં પણ જીવી શકશો. અને તે પણ દેશ ઝુરાપા વિના.ત્યાં ભીખારીઓ છે તો શું અહીંયા નથી? ત્યાં ‘ભાઇ’ અને ગુંડાઓ છે તો અહી ‘ગેંગ’ છે શીથીલ ચારિત્રને લઇને કુટુંબો અહી વધુ તુટે છે. લે ઓફ અને રંગભેદ અને ગન પણ અહી છે. ગઈકાલે અહીં વિકાસ હતો જે ભારતમાં આજે છે. આજે અહીં ફુગાવો બેરોજગારી અને ઉચલા સ્તરે બેઇમાની છે જે દસેક વર્ષ પછી ત્યા આવશે..અને અહી ની આવતીકાલ…એ કળાકળાએ ઘટતો ચંદ્રમા છે કારણ હાલતો અહીં પૂનમ છે.
 
મારું પુસ્તક ટહુકા એકાંતના ઓરડેથી (આદર્શ પ્રકાશન)..૪૫ વર્ષની ઉંમરે છોકરાઓને સારુ ભવિષ્ય અપાવવા મથતા મધ્યમવર્ગીય પુત્ર અને પિતા ની કથામાં આ મુદ્દા સરસ રીતે વણાયેલા છે

` NRIs – કલ આજ ઔર કલ` આ લેખમાં આ પોષ્ટ નો ઉલ્લેખ થયોછે

Advertisements
 1. himanshupatel555
  જાન્યુઆરી 14, 2011 પર 2:41 પી એમ(pm)

  ડોલર સાથે ભાગતુ જીવન, ભાંગતુ તન મન
  સમૃધ્ધીથી અંતરો વધારીને અંદરથી રડતું જીવન
  છતાં અહી આવવા તૈયાર પણ જવા તઈયાર નથી કોઈ,શૂં છે તે આકર્શણનું નામ???

 2. જાન્યુઆરી 25, 2011 પર 3:21 પી એમ(pm)

  🙂
  તમે જે રાષ્ટ્ર્પ્રેમની વ્યથાની વાત કરી અનુભવે કરી.

  પણ જો આપણાં શિક્ષકોમાં બાળકોનાં સામર્થ્યને ઓળખીને એમને વધુ સામર્થ્યવાન અને વધુ રાષ્ટ્રપ્રેમી બનાવવાનું સામાર્થ્ય હોત તો આજે નાલંદાની આ હાલત ન હોત.

  જે કામ વર્ષો પહેલાં એક શિક્ષક ‘આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ કર્યું અને જે રીતે એમણે ગુરુકુળનાં છાત્રોને રાષ્ટ્રપ્રેમ શીખવ્યો (કે જ્યારે ભારત રજવાડાઓમાં અને જાતિવાદમાં વહેંચાયેલું હતું, ત્યારે એમણે એક ગોવાળના પુત્રને ‘ચંદ્રગુપ્ત’ રાજા બનાવ્યો. ગ્રીક શાસનનો નાશ એક શિક્ષક થઇને નેતૃત્વ લઇને એમણે કર્યો. કાશ, આપણે ભારતીઓ મુલ્યવાન, નિષ્ઠાવાન જીવન જીવતાં હોત, તો આજે આપણાં દેશમાં આટલો ભ્રષ્ટાચાર ના હોત. અહિં ભારતમાં તો પોતાને સોંપાયેલું કામ કોઇ પણ કર્મચારી કેટલી નિષ્ઠાથી કરે છે એ તો આપણને બધાને જ ખબર છે.

  બ્રેઇન ડ્રેઇનનાં ઘણાં કારણો છે. દેશમાં પડતાને પાડે તેવી સ્થિતિ લગભગ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે.
  ભણેલી ગણેલી સ્ત્રીઓ માત્ર ગોળ-ગપાટાં કે અંધવિશ્વાસુ પણ આપણાં દેશમાં બહુધા દરેક રાજ્યોમાં જોવા મળશે. બહુ ઓછી સારા અને સુખી ઘરની સ્ત્રીઓ જનકલ્યાણ કે સમાજસેવાનાં કામો કરતી જોવાં મળશે.

  અને ભારત દેશની અત્યારની ‘મોંઘવારી?’

  એન્ડલેસ ટોપિક છે. બધું કદાચ એની જગ્યાએ બરાબર છે.

 3. જાન્યુઆરી 25, 2011 પર 3:34 પી એમ(pm)

  હું એક ભારતીય છું. મને એનો ગર્વ છે. મેં આજ સુધીમાં ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, વીઝા, ભારત દેશમાં ટ્રેઇનનું ટીકીટ બુકીંગ કે એવાં કોઇ પણ કામો માટે એજન્ટ નથી રોક્યો. હું જે તે કામ જાતે કરવામાં માનુ છું, કારણ કે હું સમજું છું કે હું અંગુઠાછાપ નથી જ.
  પણ આ બધાં કામો આપણાં દેશની કેટલી જનતા કે કેટલી સ્ત્રીઓ જાતે કરવા સમર્થ છે? હું ઘણી વાર હાસ્યાસ્પદ કે કંજૂસ પણ ઠરું છું.


  બાળકોને સમર્થ અને નિષ્ઠાથી કે મહેનતથી જીવતાં શીખવવું એ દરેક માતાનું પણ કર્તવ્ય છે. પણ સુખી ઘરની સ્ત્રીઓ મોટેભાગે મંડળ, નાતનાં ફંકસન, નાતની કીટીપાર્ટી, સોસાયટીની કીટીપાર્ટીમાં યોગદાન આપી શકશે પણ ઘરમા
  કામ કરતી એક અભણ બાળા (નોકર) ને અક્ષરજ્ઞાન નહિં આપી શકે.

 4. જાન્યુઆરી 25, 2011 પર 4:07 પી એમ(pm)

  તમારી કવિતા અમેરિકામાં ભણેલાં નહિં એવા ડૉલરની લાલચે દોડી આવતાં લોકો માટે એકદમ યથાર્થ છે. પણ ભારતમાં ઘણીવાર, મહેનતનું યોગ્ય વળતર નથી મળતું. તમે પણ જ્યારે અમેરિકા ગયા હશો કદાચ એવાં જ કોઇ સંજોગોમાં ગયા હશો કે દેશમાં મહેનતનું, ઇમાનદારીનું યોગ્ય વળતર નથી.

  અમે નસીબદાર અને આઇ.ટી પ્રોફેશનલ્સને ખરે જ દેશમાં પ્રગતિની તકો સાંપડી છે. ફાયરની કોઇ બીક પણ નંઇ. એટલે એ મુદ્દે હું આપની વાત સાથે સહમત છું.

  હાલમાં સંજોગો વસાત, થોડા સમય માટે હું ગૃહિણી છું અને આપણાં દેશની ઘણી બધી બહુ વિચિત્ર, સામાન્ય જન માનસથી વ્યથિત થઇ જાઉં છું . તમને કદાચ મારો એક લેખ

  મન, વચન અને કાયા વિશે ચિંતન-મનન
  http://hirals.wordpress.com/2010/06/21/%e0%aa%ae%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%9a%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%95%e0%aa%be%e0%aa%af%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%87-%e0%aa%9a%e0%aa%bf%e0%aa%82%e0%aa%a4%e0%aa%a8/

  વાંચવો ગમશે.

  Sorry for aggressive comments 🙂

  Regards,
  Hiral

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: