મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > જિંદગી-પ્રા. સુમન અજમેરી

જિંદગી-પ્રા. સુમન અજમેરી

જાન્યુઆરી 6, 2011 Leave a comment Go to comments

http://connectus.org.au/wp-content/uploads/2010/11/Sad-girl-depression3.jpg

સોનેટ
(હરિગીત છંદ)

શું શું નથી માંગ્યું અમે થઈને વિનીત તારી કને?
પણ હાથતાળી તેં દીધી, નિજ માયાને વિસ્તારીને
ને ઝાંઝવાંનાં જળ સમા રંગે મઢ્યા સ્વપ્નો દીધાં
હાંફી હરણ શા દોડીને ડૂકી ગયા, ફાળો ભરી

આભાસતું જે હસ્તમાં. તે સુખ રહ્યું, દૂર ભાગતું
પણ આશ કેરો તાંતણો ના છોડવાને મન ચાહે
આંખો ઉપર ધરી ડાબલા અકરાળમાં ઘૂમતા રહ્યાં
તન કોડીયે જ્યાં લગ બચ્યું દમ તેલ, ધાણી-બેલ શા

વીંટળાવી સૂતરગાંઠ થી સંબંધનાં જાળાં રચ્યા
તે તે બધાં અળગાં થયાં, આખર સમે ના સંગ રહ્યાં
ખાલી હથેળી આવીયાં ને જાવું ખાલી હાથ લૈ
ખંખેરી ને માયા તણા રજકણ જે દમબળ ઘેરિયાં

આ દોડને કેવૂં રૂપાળૂં નામ જીવન આપિયું
ખડકાળ ભૂમિ ખોદતાં રે શ્વાસનું ધન વેડફી..

http://sumanajmeri.gujaratisahityasarita.org/2011/01/06/jindag/

Advertisements
  1. જાન્યુઆરી 6, 2011 પર 7:19 એ એમ (am)

    આ દોડને કેવૂં રૂપાળૂં નામ જીવન આપિયું
    ખડકાળ ભૂમિ ખોદતાં રે શ્વાસનું ધન વેડફી..

    વાહ!

  2. pragnaju
    જાન્યુઆરી 6, 2011 પર 2:41 પી એમ(pm)

    ખાલી હથેળી આવીયાં ને જાવું ખાલી હાથ લૈ
    ખંખેરી ને માયા તણા રજકણ જે દમબળ ઘેરિયાં
    વાહ

  3. જાન્યુઆરી 11, 2011 પર 2:37 એ એમ (am)

    આ દોડને કેવૂં રૂપાળૂં નામ જીવન આપિયું
    ખડકાળ ભૂમિ ખોદતાં રે શ્વાસનું ધન વેડફી..
    જીવનના કઠીણ અને સુક્ષ્મ બન્ને પાસાનુ આલેખન જોવા મળ્યુ,વાંચવા મળ્યુ…

  4. જાન્યુઆરી 21, 2011 પર 10:40 પી એમ(pm)

    સુંદર અતિ સુંદર ધન્યાદ
    આ દોડને કેવૂં રૂપાળૂં નામ જીવન આપિયું
    ખડકાળ ભૂમિ ખોદતાં રે શ્વાસનું ધન વેડફી..

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: