મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, કવિતા > વિશ્વ ગુર્જરી- અબ્દુલ રઝાક “રસિક” મેઘાણી

વિશ્વ ગુર્જરી- અબ્દુલ રઝાક “રસિક” મેઘાણી

જાન્યુઆરી 4, 2011 Leave a comment Go to comments

તું વિશ્વગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર.
નવાયુગોના રંગથી નવી નવી તું ભાત કર.
                    તું વિશ્વ ગુર્જરી છે આજ..

તું પ્રેમ દીપ બાળવા વદન વદનથી વાત કર.
તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર.
તું કંટકોને વીણવા ચમન ચમનથી વાત કર.
સુગંધને સમેટવા સુમન સુમનથી વાત કર
તું આંધીઓને ખાળવા પવન પવનથી વાત કર
તું પર્વતોને આંબવા ગગન ગગનથી વાત કર.
તું જિંદગી છો એટલે તું જિંદગીની વાત કર.
નવા યુગોનાં રંગથી નવી નવી તું ભાત કર.
તું વિશ્વ ગુર્જરી છે આજે..

અનંત પથ હો છતાં,અભય બની ને ચાલ તું
તિમિરની રાત ભેદવા, જલાવી દે મશાલ તું
અથાક ચાલતો રહી, કદી ન થા નિઢાલ તું
મળે જો વિઘ્ન સંકટો, બધાથી કર વહાલ તું
ધરીને ધૈર્ય ઢાલ, ને કરી જા એ કમાલ તું
જવાબ જેનો પ્રેમ હો, બની જા એ સવાલ તું
તું પ્રેમનો પુજારી થા, ને જિંદગી ની વાત કર
નવા યુગોનાં રંગથી, નવી નવી તુ ભાત કર

તું વિશ્વ ગુર્જરી છે આજ..
તું તારલાનાં તોરણો સજાવી દે હ્રદય સુધી
તું પ્રેમની પરંપરા પ્રજાળી દે હ્રદય સુધી
મથાળું જે છે જિંદગી, પ્રસર ત્યાં વિષય સુધી
તું મનને એવું રાખ કે ન જાય એ પ્રલય સુધી
પછી કદમ હો એકલો, છતાં જશે વિજય સુધી
તું ગુંજતો”રસિક” રહે , દિશા દિશા સમય સુધી
તું મૃત્યુ થી ઉચાટ થા, ને જિંદગીની વાત કર.
નવા યુગોનાં રંગથી નવી નવી તું ભાત કર
                  તું વિશ્વ ગુર્જરી છે આજ..

http://rasikmeghani.gujaratisahityasarita.org/2011/01/04/vishvagurjar/

Advertisements
 1. pragnaju
  જાન્યુઆરી 4, 2011 પર 1:55 એ એમ (am)

  અનંત પથ હો છતાં,અભય બની ને ચાલ તું
  તિમિરની રાત ભેદવા, જલાવી દે મશાલ તું
  અથાક ચાલતો રહી, કદી ન થા નિઢાલ તું
  મળે જો વિઘ્ન સંકટો, બધાથી કર વહાલ તું
  સરસ

 2. જાન્યુઆરી 4, 2011 પર 1:59 એ એમ (am)

  beautyfull and best,

 3. devikadhruva
  જાન્યુઆરી 10, 2011 પર 2:39 એ એમ (am)

  Wonderful…Excellent

 4. d dave
  જાન્યુઆરી 10, 2011 પર 11:38 એ એમ (am)

  very good wording………………

 5. જાન્યુઆરી 11, 2011 પર 2:39 એ એમ (am)

  અદભૂત ગુર્જરી ભાવના..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: