Home > Received Email > …તો ખરા! –ખલીલ ધનતેજવી

…તો ખરા! –ખલીલ ધનતેજવી


                                  

સૂર્ય પાસે ભાગ માગો તો ખરા,
ક્યારના સૂતા છો જાગો તો ખરા.

એ પછી તો ગોપીઓ પણ આવશે,
વાંસળીની જેમ વાગો તો ખરા !

વાત માનવતા વિશે કરવી છે,
પણ,આપ માણસ જેવા લાગો તો ખરા.

સૌથી અળગા થઈ જવું તો શક્ય છે,
જાતથી પણ દૂર ભાગો તો ખરા.

સૌ ખલીલ ઈચ્છાઓ પૂરી થઈ જશે,
પારકાની આશ ત્યાગો તો ખરા.

Email Courtsey: Vijay Dharia

Categories: Received Email
  1. pragnaju
    December 30, 2010 at 2:35 pm

    સૌથી અળગા થઈ જવું તો શક્ય છે,
    જાતથી પણ દૂર ભાગો તો ખરા.

    સૌ ખલીલ ઈચ્છાઓ પૂરી થઈ જશે,
    પારકાની આશ ત્યાગો તો ખરા.
    vવાહ

  2. December 30, 2010 at 9:20 pm

    વાત માનવતાની વિશે કરવી છે
    પણ આપ માણસ જેવા લાગોતો ખઆ .

    તદન સાચી વાત કરી છે .

  3. મનોજ પારેખ
    January 16, 2011 at 3:23 pm

    “” … પારકાની આશ ત્યાગો તો ખરા…. “” માં ય આશ તો ફરી જ વળીને ???

  4. January 17, 2011 at 7:14 pm

    એ પછી તો ગોપીઓ પણ આવશે,
    વાંસળીની જેમ વાગો તો ખરા !

    સુંદર ગઝલ

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: