મુખ્ય પૃષ્ઠ > વૃત એક વૃતાંત અનેક > હોસ્પીટલ ઇન્ફેક્ષન

હોસ્પીટલ ઇન્ફેક્ષન

ડિસેમ્બર 20, 2010 Leave a comment Go to comments

અતુલને લીવરની બિમારી લાગી ત્યાર થી આખુ કુટુંબ ચિંતામાં પડી ગયુ..ખાસ તો ચંદ્રકાંત અને મણીમા. કારણ અતુલ કમાઉ દિકરો તો હતો પણ રાંકનાં રતન જેવો આ દિકરો આખા કુટુંબ માટે ઉજ્વળ ભવિષ્યની આશ સમાન હતો. કોલેજનાં છેલ્લા વર્ષના અભ્યાસ પછી તેને બેંગ્લોરની મોટી સોફ્ટ્વેર કંપની માં નોકરી મળી ચુકી હતી..કુટુંબનો સોનાનો સુરજ ઉગે તેવી પરોઢ ઉગી ન ઉગીને એક દિવસ તે પછડાયો…ડોક્ટરો કહે છે તેને લિવર પર સોજો આવ્યો છે. ચંદ્રકાંત માનવા તૈયાર નહોતો કે અતુલને છાંટો પાણી કરવાની આદત હોય…મણીએ તો મોટી પોક જ મુકી..આખરે તે દિકરો હતોને…

દવા ચાલી.. બીલીરુબીન ઘણું જ ઉંચુ બતાવતુ હતુ તેથી પૂણેથી તેને મુંબઈ લાવ્યા..મોટું દવાખાનુ કારણ કે તેને માવજત ની જરૂર હતી ડોક્ટર બે જ રસ્તા બતાવતા હતા દવાથી જો ના મટે તો લીવર બદલવુ પડે નહીંતર કેસ ચોળાતા વાર નહી લાગે. દિવસે ને દિવસે મૃત્યુ તરફ ધકેલાતા દિકરાને જોઇને મણી રોજે રોજ રડતી અને ચંદ્રકાંત થી તેનું દુઃખ ન જોવાતુ.

ડો નાડકર્ણી એ મણી અને ચંદ્રકાંતને બોલાવ્યા અને અતુલના દર્દનો ઇલાજ બતાવ્યો કે લીવર શરીરનું એવું અંગ છે કે જે જાતે નવા કોષો પેદા કરીને હતુ તેવુ પૂર્વવત થઇ શકે છે.

મણી એ પ્રતિપ્રશ્ન કર્યો..પણ અતુલને કેમ તે નથી થતુ?

ડો નાડકર્ણી બોલ્યા તમે લોકો અહી આવ્યા ત્યારે તેનું લીવર નવા કોષો પેદા કરે તે કરતા નાશ ઘણી ઝડપે કરે છે અને તેજ કારણે હવે કથ્થઇ ચકામા તેના શરીરે ઉઠવા માંડ્યા છે. આ ગંભીર ચિન્હ છે.તેના લીવરમાં નવા કોષો દાખલ કરી સર્જન પ્રક્રીયા વધારવાનું ઓપરેશન કરવાનો સમય આવી ગયો છે..

ચંદ્રકાંતે પુછ્યુ “તે આ ઓપરેશન કરવાનું જોખમ શુ? અને ખર્ચો કેટ્લોક આવે..

ડો નાડકર્ણી સાથે બેઠેલા ડો આસુતોષ બોલ્યા. “તેની કંપની વિમા પેટે સાત લાખ તો આપશે તમારે સીતેર હજાર આપવાના રહેશે..અને ડોનરનો ખર્ચો! તમારે ડોનર સાથે સમજ્વાનું..”

મણી આ સાંભળી ને નિરાશ તો થઇ પણ હિંમત એકઠી કરીને બોલી “ડોનર સિવાયનો તેના ઓપરેશન નો ખર્ચો કેટલો?”

ડો આસુતોષ બોલ્યા “વિમો નથી તેથી અંદાજે સાત દિવસનાં હોસ્પીટલ અને ઓપેરેશન નો ખર્ચો ૧૨ લાખ જેવો તો થાય જ”

..ને ચંદ્રકાંતને દિકરો બચાવવાની શક્યતા નહીંવત લાગવા માંડી.. મનોમન હિસાબ મુકી જોયો મકાન વેચતા અને બચતો ભાંગતા સાત લાખ થી વધુ થતુ નહોંતુ અને અત્યારે તો વાત ૧૨ વતા ડોનરને આપવાના ૫ લાખ..

ડો આસુતોષ બોલ્યા.” હોમી કાવસ્જી ટ્રસ્ટ્ને અમે ભલામણ કરી છે..અતુલ જુવાન છે વળી ચઢતુ લોહી છે એટલે આ ઓપેરેશનથી તે સાજો થઇ જ જશે અને જો ભલામણ પાસ થઈ જશે તો ડોનરનો હોસ્પીટલ ખર્ચ માફ  થશે.”

મણી રડમસ આંખે બોલી સાહેબ “ડોનરને માથે જોખમ ખરુ?”

ડો નાડકર્ણી બોલ્યા ‘ આ હોસ્પીટલ ભારતમાં શ્રેષ્ઠ છે અને અત્યાર સુધી અહી થયેલા ૧૦૦ ઓપરેશનમાં થી એકેય ડોનર મર્યો નથી.. હા પેશંટ નવા કોષો ના સ્વીકારે તેથી બે કેસ પાછા થયા છે.”

મણી ધ્રુજી તો ગઈ..”રામ ના કરે ને મારો અતુલ તેમાં નો એક નહીં હોય તેની કોઇ ખાતરી ખરી?” 

નાડકર્ણી કહે “બહેન જુઓ અમે ભગવાન તો નથી જ.. આતો પ્રયત્ન કરવાનો..પછી તો હરિ ઈચ્છા બલીયસી..”

બંને પતિ પત્નીને વિચાર કરવા દેવા બંને ડોક્ટરો કેબીનમાંથી બહાર નીકળ્યા

મણી તો ડુસકે જ ચઢી હતી..ચંદ્રકાંત પણ વિચારોમાં ડુબ્યો હતો..૨૩ વર્ષનો હાથમાં આવેલો દિકરો જો બચી જાય તો આર્થિક વિડમ્બણાઓમાં થી તે ઉગરી જાય..હોમી વાડિયા ટ્રસ્ટ જો અનુદાન આપે તો પોતે ડોનર બની જશે..અને લોન લૈને કે કોઇ પણ રીતે રસ્તો કાઢશે.. મણીના રુદન ને તો તેનાથી જોવાતુ જ નહોંતુ..અને તેણે તો દિકરો જણી ને અને ઉછેરીને મોટૉ કરી દીધો.. હવે બાપ તરીકે નું મારું કામ બાકી રહ્યુ છે…મકાન વેચી દીધા પછી શું? ભાડે રહેવા જવાનુંખાલી બેચાર મહીનાની જ તકલીફને..પછી તો અતુલ સાથે બેંગ્લોર જતા રહીશુ…લોલક પાછુ ધકેલાયુ…અને કાલ ઉઠીને અતુલ આ પથારીમાંથી ના ઉઠ્યો તો?

મણીને લઇ ને રુમ તરફ જવાને બદલે નીચે લક્ષ્મીનારાયણનાં મંદીરે જઇ બેઠા. મણી તો જાણે સુધબુધ ગુમાવીને બેઠી હતી. ભગવાન સાથે વાતો કરતી હતી…ચંદ્રકાંતે પ્રભુ સામે જોયુ અને કહ્યુ..અતુલ મારો એકલાનો નહીમ તારો પણ દિકરો છે..તેને આ દુઃખમાં થી બહાર કાઢ..

પૂણે ફોન કરી રવિન્દ્રને કહી દીધુ કે..”દુકાન.. ઘર..દાગીના અને બેંકની સ્થાયી રકમો ખાલી કરી ૧૨ લાખ તૈયાર રાખજે..અતુલને જો હોમી ટ્રસ્ટ્ના પૈસા મલશે તો ઓપરેશન કરાવશુ નહી તો પછી.. એનાથી આગળના બોલાયુ”” મોટાભાઇ ચિંતા ના કરો..ટાંચુ પડશે તો હું મારો ફ્લેટ કાઢી નાખીશ પણ જે કરવાનું હોય તે કરજો…”

ચંદ્રકાંત જાણતો હતો કે રવિન્દ્રથી  કશુ નથી થવાનું પણ છતા નાનો ભાઇ ટેકે છે તે વાતથી થોડીક હૂંફ થઇ. લક્ષ્મીનારાયન ભગવાન પાસે બેઠેલી મણી ને પાણી પાઇને શાંત પાડી..

પાછા જઈને ડોક્ટર નાડકર્ણી ની નર્સને કહી આવ્યા મણી કે ચંદ્રકાંત ડોનર બનશે પણ હોમી ટ્રસ્ટની સખાવત આવ્યા પછીજ નક્કી થાય…નર્સે ત્યાં આવેલો ફેક્ષ બતાવ્યો.. સખાવત ૬ લાખને બદલે ૭.૫ લાખ આવી હતી જે વધારાનાં દોઢલાખ એક વરસ માસિક ૧૫૦૦૦ રુપિયાના હપ્તામાં આપવાનાં હતા. લક્ષ્મીનારાયણ ની આ કૃપા સામે માથુ ઝુકાવવું કે આટલો મોટૉ રોગ આપવા બદલ માથુ ઉઠાવવુ તે ચંદ્રકાંતને ના સમજાયુ.

બીજે દિવસે મણી અને ચંદ્રકાંતનાં ટેસ્ટ થયા અને મણી નો ટેસ્ટ વધુ અનુકૂળ આવ્યો તેથી તે ઓપએરેશન ટેબલ ઉપર અતુલની બાજુમાં સુતી.

રવિન્દ્રને ખબર આપી દીધી અને ચંદ્રકાંતે તેનું હૈયુ (મણી) અને હુંફ (અતુલ) બંને ને ભગવાનને સહારે મુકી ઓપેરેશન થીયેટરની લાલ લાઇટ સામે જોઇ હળવો નિઃસાસો નાખ્યો…ઘડીયાળનાં કાંટા ફરતા ગયા

બરાબર ૮ કલાકે બંને બહાર આવ્યા ઓપરેશન સફળ હતુ….નાણાથી હોસ્પીટલ અને સર્જન બંને પૈસાદાર થયા હતા અને ચંદ્રકાંત..સંપૂર્ણ  ખાલી અને દોઢ્લાખ નો દેવાદાર…

બે દિવસ સારુ રહ્યા પછી અચાનક અતુલની તબિયત બગડી…તેના ચકામા ગાઢા બદામી અને ભૂરા થતા ગયા…લોહી પાણી થતુ હતુ…ઇમર્જન્સીમાં બાટલા ચઢતા હતા. અને તેણે દેહ છોડી દીધો..ચંદ્રકાંતનું દેવુ વધીને ૪ લાખ થયુ…ત્રીજા દિવસે મણી ને પણ તેવાજ ભુરા ચકામા દેખાયા..લોહી પાણી થતુ હતુ અને પાંચમે દિવસે મણી પણ અતુલ પાસે પહોંચી ગઇ..અને દેવુ વધીને સાડા સાત લાખ થયું. ઘર ગયુ..સંપતિ ગઇ દિકરો અને મા ગયા અને છોગામાં આ દેવુ… 

મણીનાં દેહને આગ દીધા પછી રવિન્દ્રે ચંદ્રકાંત વતી હોસ્પીટલ ઇન્ફેક્ષનનો ૫૦ લાખ રુપિયાનો દાવો ફટકારી દીધો. 

 લીવરનું દાન પુત્રને જીવતદાન આપી ન શક્યું, દાન આપનારી માતાનું પણ મોત
મુંબઈમાં લીવરના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા શરૃ થયાના પાંચ વર્ષમાં દાતાના મોતનો સૌપ્રથમ કિસ્સો
મુંબઈ – આ એક એવો કેસ છે કે તે વિશે મહારાષ્ટ્રના તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ જરૃર આઘાત અનુભવ્યો હશે. લીવર (યકૃત)ના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયામાં લીવરનું દાન કરનારા દાતાનું રવિવારે સવારે કેઈએમ હોસ્પિટલમાં મોત થયું હતું. મુંબઈમાં લીવરના પ્રત્યરોપણની શસ્ત્રક્રિયા પાંચ વર્ષ અગાઉ શરૃ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આવી ઘટના ક્યારેય બની નથી.૨૦૦૫માં સૌપ્રથમ જસલોક હોસ્પિટલે આ શસ્ત્રક્રિયાની શરૃઆત કરી હતી. તે પછીના વર્ષમાં ફોર્ટિસ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ હતી. તે પછી કેઈએમ હોસ્પિટલે આ વર્ષના જૂનમાં લીવરના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા શરૃ કરી હતી. ૫૩ વર્ષીય સિધું વાઈકરે તેના ૩૩ વર્ષીય પુત્ર રાહુલને પોતાના લીવરના કેટલાક હિસ્સાનું દાન કર્યું હતું. આઠમી નવેમ્બરે રાહુલનું મોત થયું અને રવિવારે સિધુનું મોત થતાં વાઈકર પરિવારને બમણો આઘાત લાગ્યો છે. પુણેનો વાઈકર પરિવાર ફળ વેચે છે અને ગરીબ છે. શસ્ત્રક્રિયાના ખર્ચ માટે તેમણે તેમનું ઘર વેચી દેવું પડયું હતું.મુંબઈમાં માત્ર કે.ઈ.એમ જસલોક અને ફોર્ટિસમાં જ લીવરના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આવી ૧૪ શસ્ત્રક્રિયા કરનારી જસલોક અને ચાર શસ્ત્રક્રિયા કરનારી ફોર્ટિસનો રેકોર્ડ દાતાની લીવરના દાન પછીની તબિયતની દ્રષ્ટિએ કલંક વગરનો છે. રાહુલના કેસ અગાઉ લીવર પ્રત્યારોપણની બે શસ્ત્રક્રિયા કરનારી કેઈએમ શસ્ત્રક્રિયા પછી આ માતાપુત્રના મોતને પગલે આકરા પ્રશ્નોના ઉત્તર આપવા પડશે.આશ્ચર્યની બાબત એ છે કે પાંચમી નવેમ્બરે, રાહુલના શરીરમાં લોહીનું પ્રમાણ અત્યંત ઓછું થઈ ગયું હતું અને તેને જીવતદાન આપવા કેઈએમના ૨૫થી પણ વધુ ડૉક્ટરોએ બ્લડ પ્લેટલેટસનું દાન કરી તેના જીવવાની આશા પેદા કરી હતી. કેઈએમના લીવરના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા કરનારા સરજ્ન ડૉ.ચેતન કંથારીયાએ જણાવ્યું હતું કે આ બન્ને કેસમાં શી ગરબડ થઈ તે પૂર્ણસ્વરૃપનું પોસ્ટ મોર્ટમ કરવાથી જાણી શકાશે.તેમણે વધુમાં કહ્યું હતું કે દાતા (સિંધુ) શસ્ત્રક્રિયા પછીની તબીબી દેખભાળને સારો પ્રતિસાદ આપતા હતા, પરંતુ થોડાક દિવસ અગાઉ તેમને ન્યૂમોનિયા થયો હતો તથા તેમની કિડની પણ નિષ્ફળ ગઈ હતી. લાઈવ (જીવંત) લીવર પ્રત્યારોપણના કેસમાં ચેપ લાગવાનું જોખમ અત્યંત હોય છે. વાઈકર પરિવાર હોસ્પિટલના સત્તાવાળાઓથી અત્યંત નારાજ છે. સિંધુના પુત્ર સંદીપે કહ્યું હતું કે રાહુલના જીવનું જોખમ છે એમ અમને જણાવાયું હતું પણ શસ્ત્રક્રિયા પછી મારી માતાની તબિયત બરાબર થઈ જશે એમ ડોક્ટરોએ કહ્યું હતું પણ અમે તો બન્નેને ગુમાવ્યા.ફોર્ટિસ હોસ્પિટલના લીવર પ્રત્યારોપણ શસ્ત્રક્રિયાના ડૉ.એસ. કે. માથુરે કહ્યું હતંુ કે લીવરના દાતા માટે જોખમી શક્યતા અત્યંત નહિવત છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારનું આ સૌપ્રથમ મોત છે. દાતાને ચેપ ન લાગે તેની કાળજી લેવાવી જોઈએ.
 

http://www.gujaratsamachar.com/20101207/national/nat2.html

Advertisements
 1. pragnaju
  ડિસેમ્બર 20, 2010 પર 3:09 પી એમ(pm)

  અમૅરિકામા આવ્યા બાદ અમે બધા રક્ત દાન માટે ગયા.મારું હીમોગ્લોબીન થોડું ઓ્છું હતું તેથી થોડા વખત પછી આવવાનુ કહ્યું મારા પતિનું લોહી લીધું પણ થૉડા વખત પછી રીપોર્ટ આવ્યો કે વાયરસ બીનો કોર ટેસ્ટ પોઝીટીવ છે.તબીયત સારી હતી છતા નિષ્ણાતને બતાવ્યું.તેણે બધું બરાબર છે.કોઈ તપાસ કે કોઈ દવાની જરુર નથી.સાથે બધાએ જે સામાન્ય કાળજી તથા વ્યાધિ અંગે સમજ આપતું સાહિત્ય આપ્યુ. તેના મુદ્દા…
  લીવર બગડે ત્યારે તેની કાર્યક્ષમતા ધીરે ધીરે ઘટવા લાગે છે. પાચક રસોનું પ્રમાણ અને ગુણવત્તા ઘટવા લાગે છે અને લીવર ઉપર નાની-નાની ગાંઠો થવા લાગે છે. જેને લીવર સીરોસીસ તરીકે ઓળખવામાં આવે છે. લીવરની કાર્યક્ષમતા ઘટવાથી લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયા પણ જોખમાય છે જેના કારણે હૃદય અને કિડનીને પણ નુકસાન પહોંચે છે
  તેના.કારણમા લોકોની બદલાતી જીવનશૈલી અને ખાવા-પીવાની ટેવો છે. નીયમિત શરાબ સેવન કરવાવાળા લોકો આ રોગનો ભોગ વધારે બનતા હોય છે..આ ઉપરાંત વધારે પડતો ચરબી યુક્ત ખોરાક જંક ફૂડ, વાસી ખોરાક, ગરમ દવાઓનાં વધારે પડતા સેવનથી વધારે પડતાં પેઈનકિલર લેવાથી, વારંવાર કમળો થવાથી લીવર નબળું પડે છે. વધારેમા વધારે વપરાતી ટાઈનેલોન.(પેરાસીટેમોલ)થી લીવર ફેલ થઈ મત્યુ થયાના દાખલા પણ છે.ઉપરોક્ત કારણોથી નબળા પડેલા લીવરમા ચેપ જલ્દી લાગે છે
  લીવર બગડે તો પણ દર્દીને જલ્દી ખ્યાલ આવતો નથી. પરંતુ જો દર્દી સામાન્ય લક્ષણોને ઘ્યાનમાં લે તો લીવરને બચાવી શકાય છે.દર્દીને ખાવા-પીવામાં અરૂચી થાય ખાવાનું જોઈને ઊલ્ટી-ઊબકા થાય પેટમાં જમણી બાજુ દુઃખાવો થાય અને હાથથી તપાસતાં તે ભાગ વૃદ્ધિ પામેલો લાગે, દર્દી એનેમીક લાગે આંખો, નખ, અને ત્વચા ફિક્કા લાગે, ખૂબ અશક્તિ લાગે, કમળો થઈ જાય. આ શરૂઆતનાં લક્ષણો છે એમને ઘ્યાનમાં લેવામાં ન આવે તો લોહીની નસો ફૂલી જાય અને ઊલટી કે ઝાડામાં લોહી પડે છે અને પરિસ્થિતિ વણસવા લાગે છે.લીવર ફંકશન ટેસ્ટ S.G.P.T. અથવા S.G.O.T. અને લીવરની સોનોગ્રાફી દ્વારા લીવરની સ્થિતિ જાણી શકાય છે.
  ભણતા ત્યારે પન અંગે કહેતા…
  What ia this life? that depends upon the LIVER…અહીં લીવરના બે અર્થોનો ઊલ્લેખ છે.
  મુદ્દો માનવ અને દાનવ(બેકટેરિયા,વાયરસ વિ) અને અમે અમારી હકીકત જણાવી દીધી !

 1. ડિસેમ્બર 20, 2010 પર 5:30 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: