મુખ્ય પૃષ્ઠ
> મારા વિશ્વમાં આપણે > સનાતન જીવન
સનાતન જીવન
મૃત્યુ દરેક રૂપે
દરેક સ્તરે કહે છે એક જ વાત!
‘જિંદગી તો બેવફા છે!’
ભવાંતરો થી વિધવિધ રૂપે આવે
મુખવટો બદલ્યા કરે!તો?
પ્રેમ કરીશુંને મૃત્યુને?
ભરપુર જિંદગી જીવ્યા બાદ
એના બીજા ચહેરા જેવા
મૃત્યુને પણ ચાહીશુંને?
જો થઇ શકે તો
કંઇક એવુ કરીયે કે
આ જન્મ અને મૃત્યુના ફેરા ટળે અને મળે
સનાતન જીવન ને ન આવે કદી મરણ
Advertisements
Categories: મારા વિશ્વમાં આપણે
The trick lies in getting out of the cycle of life and death. But how?
Many have tried but none have come back and told the others of the secrets! or have they?
જો થઇ શકે તો
કંઇક એવુ કરીયે કે
આ જન્મ અને મૃત્યુના ફેરા ટળે અને મળે
સનાતન જીવન ને ન આવે કદી મરણ
——————————-
મૃત્યુને જીતવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આપણું આધુનિક વિજ્ઞાન આજે પણ મૃત્યુ સામે કોઈ સફળતા હાંસલ કરી શક્યો નથી.પૃથ્વી પર બે જ સત્ય છે જીવન અને મૃત્યુ.ભગવાને બે અવસ્થાઓને જ સાચી માની છે.મૃત્યુનો અર્થ થાય છે મુક્ત થઈ જવું. પરમ શાંતિને પ્રાપ્ત કરવી. દરેક મોહનો ત્યાગ કરવો.શ્રી કૃષ્ણ કહે છે મૃત્યુ એટલે આપણા શરીરનો અંત. આત્માનો નહીં. આત્મા અમર છે, અજેય છે. તે વસ્ત્રોની જેમ શરીર બદલે છે.મૃત્યુ આપણી જીવનરુપી પરીક્ષાનું પરીણામ છે. જે સતકર્મો કરે છે તેનું મોત પણ સુખ આપનારું છે.
આ જન્મ અને મૃત્યુના ફેરા ટળે અને મળે,
સનાતન જીવનને ન આવે કદી મરણ .
જન્મ અને મૃત્યુના ફેરા ટળે તેના માટે રસ્તા તો છે
પરંતુ કઠીન છે ,મોહ માયામાં ફસાએલ માનવીને
મોક્ષ માટે પ્રયત્ન કરવો નથી .