Home > અન્ય બ્લોગ ઉપરથી ગમે > एक गझल हम लीखे, एक तुम; हर गझल का जवाब गझल ही हो! નટવર મહેતા વર્સીસ મહેન્દ્ર શાહ.

एक गझल हम लीखे, एक तुम; हर गझल का जवाब गझल ही हो! નટવર મહેતા વર્સીસ મહેન્દ્ર શાહ.


ફેસબુકમાં એક પ્રયોગ, ” ગઝલાક્ષરી”! માણો,

મને કર્યો એમણે નપાસ પ્રેમ તણી કઠિન પરીક્ષામાં;
…એમણે જે કંઈ શિખવ્યું એ મેં શિખ્યું હતું ભણી ભણીને.
નટવર મહેતા.

મને કર્યો એમણે નપાસ પ્રેમ તણી કઠિન પરીક્ષામાં;
નથી વાંક એમનો, ભણ્યો હતો હું ગોખી ગોખી ને!
મહેન્દ્ર શાહ.

મહેફિલમાં એઓ સૌને મળી રહ્યા છે મને અવગણીને;
ન જાણે કઈ વાતનો બદલો લઈ રહ્યા છે ગણી ગણીને.
નટવર મહેતા.

મારતાં તો મારી લીધાં તીર કટાક્ષોનાં એણે ધારીધારીને;
ઘાયલ કરી લોહીલૂહાણ કરી મૂક્યા અમને હણીહણીને!
મહેન્દ્ર શાહ.

આપી ગયા મને સનમ જે ગહેરા ઘાવ;
એની સાથે જ થઈ ગયો મને લગાવ
નથી થતી હવે પીડા મને એ જખમમાં;
મગરના આંસુમાં ઓગાળી નમક લગાવ.
નટવર મહેતા

તબીબો બેકાર થશે , ના રાખ ઘાવ પર લગાવ;
નુસકા આપી નટવર આમ ના તું લોકોને ચગાવ!

મહેન્દ્ર શાહ

જે વાત હું કદી ન અમલમાં મૂકી શક્યો;
આસાનીથી એ હું ગઝલમાં મૂકી શક્યો.
નટવર મહેતા

વરસાદ હતો તો ફસલમાં મૂકી શક્યો;
દીલ હતું તો ગઝલમાં મૂકી શક્યો,
મગજ હતું તો નકલમાં મૂકી શક્યો!
બાકીનું બચ્યું એ અમલમાં મૂકી શક્યો!

મહેન્દ્ર શાહ.

આવીને ન વસ્યા એ મારા દિલમાં
કોઈ કમી રહી હશે મારી ખાતિરમાં
નટવર મહેતા

ક્યાં આવીને વસુ તારા દીલમાં?
જ્યાં તુ જ વસે છે ભાડાના ઘરમાં!
મહેન્દ્ર શાહ

 જે હોવા જોઈએ મારી તકદીરમાં
એ સંતાઈ ગયા છે હવે તસવીરમાં
નટવર મહેતા

ચીંતા કરો મા,ના દોષો તકદીરને;
સ્કેન કરી સેવ કરી દો તસ્વીરને!
મહેન્દ્ર શાહ

 માનવી થઈ ગયો છે બહુ હુંશિયાર
સજાવી પ્રભુને પુરી દીધો મંદિરમાં
નટવર મહેતા

પ્રયોગ તો કરી જૂવો ખૂલ્લા બારણાનો;
સોનાચાંદીથી સજાવી પ્રભુને મંદીરમાં!
મહેન્દ્ર શાહ

પ્રભુ, એક વાર માણસ બની અહિં તું અવતરી જો;
માણસ માણસ સાથે જે આજે કરે છે એવું તું કરી જો.

નટવર મહેતા

પ્રભુને આમ ક્યાં ચેલેન્જ ફેકે છે નટવર?
પ્રભુએ કર્યું છે એવું એક કામ  કરી તો જો!

મહેન્દ્ર શાહ.

 થઈ જા એક વાર કોઈનો પ્રેમી અહિંયાં મારી જેમ;

પ્રેમિકાની યાદમાં રડી એ આંસુમાં ખુદ તું તરી જો!.

નટવર મહેતા

કવિતા માટે બરાબર છે, પણ આંસુના પાણીમાં કેમ તરાય?
છબછબીયાં કરવા ય પૂરતું નથી, જરાક વિચારી તો જો!

મહેન્દ્ર શાહ.

  હું રહ્યો માણસ સાવ સીધો સાદો;
  ઓળખી ન શક્યો એનો બદઈરાદો.
   એની શી વાત કરવી અહિં તમને
દોસ્તો, એ બેવફાની વાત જવા દો.

નટવર મહેતા

બે લીટી માં શું વધારે? કહી નાખો ને,
વાર્તા પૂરી કરી નાખો, બસ થવા દો!

મહેન્દ્ર શાહ.

  1. December 5, 2010 at 3:55 am

    મહેફિલમાં એઓ સૌને મળી રહ્યા છે મને અવગણીને;
    ન જાણે કઈ વાતનો બદલો લઈ રહ્યા છે ગણી ગણીને.
    નટવર મહેતા.

    મારતાં તો મારી લીધાં તીર કટાક્ષોનાં એણે ધારીધારીને;
    ઘાયલ કરી લોહીલૂહાણ કરી મૂક્યા અમને હણીહણીને!
    મહેન્દ્ર શાહ.
    વાહ ગઝલાક્ષરી

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: