કર્મવાણી


જીવનમાં
તને બધુ મળે છે ખરૂં
પણ ઘણી તપશ્ચર્યા બાદ
ધીર છે તું તેથી તે સૌ પામે..
પણ ક્યારેક ન પામે
તો અકળામણ એની આ તે કેવી?
હે મનવા!
પ્રયત્ન કરવો એ કૃષ્ણે ગીતામાં ભાખ્યું
ને પ્રયત્ન પછી પરિણામ ઇશ પર છોડવું
સફળ થયા તો ઇશની કૃપા
અસફળ રહ્યા તો હજી વધુ પ્રયત્ન
પ્રયત્ન કરવો એજ તારો અધિકાર
ફળ આવશે કેવું અને
આવશે પરિણામ ક્યારે
એ ચિંતા મારા પર છોડ
ગીતાગાયક કૃષ્ણની આ છે કર્મવાણી

Advertisements
 1. pragnaju
  November 27, 2010 at 1:46 pm

  ફળ આવશે કેવું અને
  આવશે પરિણામ ક્યારે
  એ ચિંતા મારા પર છોડ
  ગીતાગાયક કૃષ્ણની આ છે કર્મવાણી
  ભક્તિયોગ જ કર્મનો સાચો માર્ગ છે.
  કૃષ્ણાભાવનામૃત સિવાયના જેટલાં કર્મ કરવામાં આવે છે તે બધા નિંદાને પાત્ર છે કારણ કે તેવાં કર્મ કર્તાને જન્મમૃત્યુના ફેરામાં નિરંતર બદ્ધ કરે છે. જેથી મનુષ્યે કર્મનો કર્તા થવાની આકાંક્ષા કદાપિ રાખવી નહિ. કૃષ્ણભાવનાપરાયણ થઇને કૃષ્ણની પ્રસન્નતા અર્થ સર્વ કર્મ કરવા જોઇઐ. સદ ભાગ્યેથી કે કઠોર શ્રમથી મેળવેલી સંપત્તિનો સદુપયોગ કેવી રીતે કરવો, એ કપણો જાણતા નથી. કપણોની જેમ ભાગ્યહીન મનુષ્યો તેમની માનુષી શક્તિ ભગવાનની સેવામાં પરોવતા નથી. આપણે આ પ્રકારથી ક્યારેય કપણ ન બનવું જોઇએ. આપણે વિચારવું જોઇએ કે આપણા જીવનનો શો ઉદ્દેશ છે? શું આપણે પણ પશુપક્ષીઓની જેમ આહાર, નિદ્રા અને અનેક ઇન્દ્રિયોનું તૃષ્ટિકરણ જ છે?

 2. November 27, 2010 at 9:28 pm

  Vijaybhai,
  સરસ વાત કહી. કર્મનો મર્મ સમજાય તો ધર્મ સમજાય.
  નમસ્તે.
  સરયૂ પરીખ

 3. November 29, 2010 at 7:36 am

  Very true!
  Most of us live in the machine age of instant gratification.We pay, we want the goods/service immediately. Fortunately, nature doesn’t work that way. You plant a mango tree, there is no guarantee as to when you’ll get the fruits, or whether you’ll get at all.This translates into the virtues of patience, belief in God and the realisation that you can only do this much and no more and in turn the appreciation of the fruit when indeed it materialises.This is similar to buying a cooked dish from a hotel and making one yourself.

 4. November 29, 2010 at 6:37 pm

  આપણે જેવા કર્મ કરીશુ તેવાજ ફળ પામીશુ તો પછી ફળની ચિન્તા શુ કામ કરવાની ?
  બધાને ખબર છે ,ગીતા ઉપદેશ બધા જાણે છે ,સમજવા માગતા નથી ,લાલચ બહુજ
  મોટી બલા છે.સારા ખોટા કામ કરીને મીઠા ફળની આશા છે.શ્રી ક્રિષ્ણ ગીતા કર્મવાણીની
  કોઈને પરવા નથી .

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: