મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > દિશા લગીરે સૂઝતી નથી. — પી. યુ. ઠક્કર

દિશા લગીરે સૂઝતી નથી. — પી. યુ. ઠક્કર

નવેમ્બર 21, 2010 Leave a comment Go to comments

સીરીયલ બ્લાસ્ટના લીસ્ટમાં,

સામેલ શહેરોનો મારો આ દેશ,

ક્યાં છે, અત્યાચારની સીમા ?

ક્યાં છે આ દેશની સીમા ?

આ જવાનો તૈનાત કેમ, ગેઇટ વે ઓફ ઇન્ડિયા પર ?

અમદાવાદની ગલીઓમાં ઘૂમતી, સશસ્ત્ર આ ફોજ ?

શરમનું કે બહાદુરીનું, શાનું આ પ્રદર્શન ?

‘અક્ષરધામ’ !!  તે મંદિર કે સમારાંગણ ?

ક્યાં છે સીમા, આ તે કેવી ઉલઝન ?

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

દિશા લગીરે સૂઝતી નથી.

જૂના ઘાની કળ વળી ના વળી,

તો ય એ ઘાની પરવા નથી,

નિત નવા ઘા ઝીંકાય છે,

નવો ને ઉંડો આ ઘા, અસહ્ય જણાય છે,

આહ, આ વેદના,

તો ય એ સારો છે !! કારણ ?  

એ જૂનાને સારો કહાવે છે,

૬૪ કરોડના બોફોર્સથી પ્રગતિ પામી,

ઘાસચારા, સ્ટેમ્પ અને સીક્યોરીટી

એવા કઇંક સ્કેમ થકી વિસ્તરી, 

૧.૭૭ લાખ કરોડના ભ્રષ્ટ્રાચારનો આ દેશ ?

રાજા રહ્યા કે રાજા ના રહ્યા,

તો ય ગરીબ મારો દેશ બિચારો…!

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

દિશા લગીરે સૂઝતી નથી.

માહિતીના પ્રસારમાં નથી પાછળ આ દેશ,,

સેટેલાઇટનો ઉપયોગ, ટીવી ચેનલોની ભરમાર,

બસ, એ જ પ્રગતિ પામ્યો ભારત !!

વધારે નહીં !!  બે-પાંચ વાર જ પ્રસારેલી,

એક ચેનલની નગ્નતા ઉજાગર કરવા – 

બીજી મેદાને આવે છે,

બે-પાંચ વખતની નગ્તાને આલોચી પચાસ વાર,

ટીઆરપી માં નામ નોંધાવવા બધી ચાળે ચઢે છે,

સંસ્કૃતિના નિકંદનની આ હોડ,

ટીવી ચેનલોના યુદ્ધનું આ સમરાંગણ,

પીએલ ૪૮૦ ના ઘઉં ને જવા દો,

હવે બેશરમી પણ આયાત થાય છે,

બોસ, અહીં ઇન્સાફનો જવાબ આમ થાય છે..  

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

દિશા લગીરે સૂઝતી નથી.

ગૌરવગાથા તો જવા દો,

આત્મસન્માન પણ જળવાતું નથી,

દેશાભિમાન ને દેશદાઝ જવા દો,

કોનો આ દેશ ? છે અમારો જ આ દેશ,

પણ, એમ કોઇને કેમ લાગતું નથી ?

કેમ કોઇ લાજતુ નથી?

ધારો, કવીવર ટાગોર હયાત હોત,

આ હિન્દુસ્તાનના ગીત કેવા લખ્યા હોત ??

સ્વપ્નાઓ ચકનાચૂર થયાં હોત, ને –

શું તેઓ ભાંગી પડ્યા ના હોત ??

વ્યથિત એ થયા હોત, એ શોધતા હોત,

કઇ કલમે એ લખાયું હતું ?

ક્યાં ગઇ એ કલમ, ક્યાં ગયા એ સ્વપ્ન?

‘‘જ્યાં ચિત્ત ભયશૂન્ય હોય

જ્યાં આપણે ગર્વથી મસ્તક ઉંચું રાખી પ્રગતિ કરી શકીએ’’

બળતરા ને ચચરાટ આ હૃદયે,

શૂળ ભોંકાય છે હૃદયે,

દિશા લગીરે સૂઝતી નથી.

    — પી. યુ. ઠક્કર

Advertisements
 1. pragnaju
  નવેમ્બર 22, 2010 પર 1:50 એ એમ (am)

  વાસ્તવિક પરિસ્થિતીનું સચૉટ દર્શન
  બળતરા ને ચચરાટ આ હૃદયે,
  શૂળ ભોંકાય છે હૃદયે,
  દિશા લગીરે સૂઝતી નથી.
  આપણો પુરુષાર્થ અને પ્રભુ પ્રાર્થના જરુર નવી દિશાઅ સુઝાડશે તેવી આશા

 2. નવેમ્બર 22, 2010 પર 7:59 એ એમ (am)

  Soldiers, police and private security at every corner is an exhibition of extreme wastage due to real or perceived threats to our security.This money could have bought many fulfilling meals but instead makes the creaters of this fear chuckle at their successes.
  The other beneficiaries are the ‘new’ maharajas, the politicians, who now stand to benefit from the situation- buying security equipment, creating infrastructures and getting kick backs from every angle. The old kings and royals never had it this good, we just use their examples to create an imagery, which in this case remains totally inadequate.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: