Home > વૃત એક વૃતાંત અનેક > મા મને માફ કર

મા મને માફ કર


જીવલો જ્યારથી બાપા મરી ગયા ત્યારથી ખુબ જ બેચેન રહેતો..મણી તો વરસોથી કહેતી તારી મા શંકરી ડાકણ છે. એ ઘરમાં બધાનું લોહી પીએ છે પણ જીવલો માનવા તૈયાર નહોતો…મૂળે તો મણીને શંકરી સથે રહેવું નહોંતુ તેથી તે જીવલાને ઉશ્કેરતી રહેતી..
મોટા દીકરા અમુલનું શરીર વળતુ નહોંતુ તેથી જીવલો ચીંતા કરતો  “આને ખાધે પીધે તો કોઇ દુઃખ નથી તો શું કારણ છે કે આનુ શરીર નથી વળતુ?”

મણી આવી તક તો ચુકતી હશે? તરત જ બોલી “ઘરમાં ડાકણ હોય તે તો વળી કંઇ કુણું કુણું લોહી પીધા વિના રહેતી હોય?”

એક દિવસ તે ફરી બોલી “બાપા પણ સુકાય છે… માનો કે ના માનો તે હવે તે બહુ દિવસનાં મહેમાન નથી”
જીવલો કહે” બાપાને તો કેન્સર થયુ છે…”
મણી કહે ” માનો કે ના માનો શંકરી ને હવે લોહી મળતુ બંધ થશે અને મારો અમુલીયો…હું તો અહીં રહેવાના મતમાં નથી..બાપા તો જાણે પાકુ પાન પણ અમુલીયાનું લોહી તેને પીવા ના દેવાય”.

જીવલો કહે “અલી લાજ કર. તે મારી મા છે”

મણી કહે “એટલે મા હોય તે ડાકણ ના હોય? તેના શરીરમાં ડાક્ણ ના ભરાઇને બેઠી હોય?”
 
બાપા સુકાતા જતા હતા અને એક દિવસ મણીએ બાપાની ડોક ઉપર બે ચકામા જોયા અને જીવલાને કહ્યુ.. હું તો જાઉં છું જોવા હોય તો બાપાની ડોકે જોઇ લે ચકામા..આશંક જીવલો બાપાને મચ્છર કરડેલા ચકામાને સાચુ માની બેઠો…

એ પણ બાપ હતોને… અમુલને ચાલુ નિશાળે મોસાળ મોકલી દીધો..બંને બેનોને મા ડાકણ છે કહીને બાપાના બારમે ખુબ જ રડ્યો અને પછી ઝનુન ભેર લઢ્યો મા સાથે…

શંકરી વૈધવ્યને રડે કે દિકરાને લઢે? એકનો એક દિકરો સગી મા ડાકણ છે કહીને પેટનો જણ્યો જ વગોવે.

બે દિવસે ફરી જીવલો આવ્યો..રોટલા કરતી શંકરી ને પાછળથી બે કુહાડીના ઘા મારી લોહીનાં ખાબોચીયામાં સુવડાવીને બોલ્યો..”મા! મેં તારામાં ઘુસેલી ડાકણ ને મારી છે.. મા મને માફ કર”

વૄત્ત (સમાચાર) દિવ્યભાસ્કર યુ એસ એ ૫ નવેમ્બર ૨૦૧૦ જેનુ કાલ્પનીક વૃતાંત

 1. pragnaju
  November 18, 2010 at 3:40 am

  આ તો ગરીબ અને અભણની વ્યથાની કથા છે પણ હંમણા સમાચાર આવ્યા કે દિપકમલના મુખપૃષ્ઠ પર સોનિયા ગાંધીને ડાકણ તરીકે ચિતરવામાં આવ્યા છે. સાથે શિર્ષકમાં નોંધવામાં આવ્યું છેકે, મહંગાઇ ડાયન ખાયે જાત હૈ. સંપાદકીય લેખમાં ડાકણની પરિભાષાને સ્પષ્ટ કરવામાં આવી છે.
  અને અહીં ગયો મહીનો ભૂત ડાકણનો! અમે પણ હેપી હેલોવીન કરવા ડાકણ બની ત્રીજી પેઢી સાથે નીકળેલા!
  મોટા ભાગના લોકો ભૂત-પ્રેતથી ડરે છે. એમ્બ્રોઝ બિયર્સ નામના સાહિત્યકાર, પત્રકાર, કટાક્ષકારની પત્ની મરી ગઈ, પુત્રો મરી ગયા. ભ્રષ્ટાચાર વિરુદ્ધની ઝુંબેશ થકી તેને કોઈ તંત્રી તરીકે રાખવા તૈયાર નહોતા ત્યારે ૧૯૧૦માં ૧૦૦ વર્ષ પહેલાં તેને કોઈએ કહ્યું કે તમને સ્પિરિટ નડે છે, ત્યારે તેણે કહ્યું કે સ્પિરિટ કરતાં મને ડાહ્યા માણસો વધુ નડે છે! તેણે ‘‘ડેવિલ્સ ડિકશનરી’’ પ્રગટ કરેલી તેમાં ‘‘ઘોસ્ટ’’ (ભૂત-પ્રેત)ની વ્યાખ્યા લખેલી કે માનવીની અંદરની બીક બહાર પ્રગટ થાય તેને ભૂત કહે છે. હકીકતમાં આપણે બધા જ એક જાતના ભૂત છીએ! આપણને વારસામાં ભૂતવેડા મળ્યા છે! આ કટાક્ષને મહાન નાટકકાર હેનરીક ઈબસને તેના નાટક ‘‘ઘોસ્ટ’’માં વણ્યો હતો.
  સુરત નજીક પોહરા ગામે રતોડીબહેનને, મહારાષ્ટ્રમાં નદુંરબાર નજીક કુસુમવેરીની રીતાબાઈને અને ઝારખંડમાં તો ડઝનબંધ સ્ત્રીઓને ડાકણી જાહેર કરાય છે અને કુટુંબ કે ગામની તકલીફો માટે તેના બલિ દેવાય છે.

  • November 18, 2010 at 3:28 pm

   ખુબ જ સરસ અને માહિતીવર્ધક અભિપ્રાય….પહેલાં જ વાક્યમાં બધું આવી જાય છે…ગરીબ અને અભણતાને કારણે આવી વાસ્તવિકતા સર્જાય છે…મને સવાલ એવો થાય છે કે, આપનો સમાજ એવો પાંગળો છે કે હજી પણ આપણે આપણા મન અને બુદ્ધિનો સદુપયોગ નથી કરી શકતા???

 2. November 19, 2010 at 6:58 am

  યોગ્ય સમજણ અને શિક્ષણ નો અભાવ છે ત્યાં સુધી અંધશ્રદ્ધાઓ અને વહેમો દૂર કરવા કષ્ટસાધ્ય રહેવાના.

 3. November 19, 2010 at 5:53 pm

  Such stories are horrifying and many times the enemy of that particular parson spreads such news. Ultimately this gloomy picture of our society can be removed by only proper education only.

 4. vilas bhonde
  November 20, 2010 at 5:34 am

  this is horrible
  bhagavan bachave

 5. November 20, 2010 at 7:08 am

  frankly speaking I am horrified to see this even in this era…

  “God cannot be everywhere that is why he created Mother” – this is my favorite quote and I believe people should literate enough to know what is right and what is not…

 6. November 20, 2010 at 11:44 am

  ‘ma ne dakan’? It is a cruel thought. It is horrifying story in 21st century.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: