આવી અંધશ્રધ્ધા?

નવેમ્બર 17, 2010 Leave a comment Go to comments


રમણ મોટા એ વખ ઘોળ્યુ..કિશોર ફોન ઉપર દબાયેલા અવાજમાં બોલ્યો..
અરે રે…ફોન ઉપર જવાબ આપતા હરીશ બોલ્યો
પણ થયુ શું તે કહીશ…
“છેલ્લા બે વરસમાં ૩ છોકરા મૃત્યુને વર્યા તેથી તેઓ ત્રસ્ત તો હતાજ”  કિશોર બોલ્યો…
“પણ મણીકાકી અને બીજા ત્રણ સંતાનો તો હતાને…”
“હા અને મોટી લીલી વાડી છે પણ નવિન અકસ્માતમાં કનુ બીમારીમાં અને પ્રાણજીવનને એરુ આભડ્યો..અને બે જ વરસમાં તેથી તેમને થતું કે કૂળદેવી નો શાપ છે…આખો વંશ જતો રહેશે તે ભયમાં કાયમ ફફડતા.”
“પણ એ ભયનો ઇલાજ આત્મહત્યા ઓછી હોય?”

હરેશનાં પ્રશ્નનાં પડઘા શમે તે પહેલા ફોન શાંત થાઇ ગયો

રમણ મોટા બહુજ ભલા અને સંવેદનશીલ …અને ખરું કહોતો એકવીસમી સદીમાં સતયુગી જીવ..વખ પીધા પઃછી તેમનો જીવ કેટલો રીબાયો હશે તે કલ્પના કરી હરેશનો જીવ મુંઝાતો હતો.એક જ ફળીયામાં બધા રહેતા…છેલ્લ પાંચેક વર્ષથી હરેશ ગામ છોડી શહેરમાં હતો. કિશોર તો સંદેશો આપીને જતો રહ્યો પણ સાંજ સુધી હરેશ નો ચચરાટ જોઇ તેની પત્ની મયુરી બોલી…”રમણ મોટાએ તો તેમનો વંશ બચાવવા પોતાની જાતનું બલિદાન આપ્યુ છે.?
“એટલે?”
“તેમના મોટા દિકરા પ્રાણજીવન ને એરુ આભડ્યો  ત્યારે કૂળદેવીનું સ્વપ્ન હતુ કે  મારો કોપ તારા કુટુંબ પરથી ઉતારવો હોય તો બલી આપ!”
 મયુરી બોલી “રમણ મોટાની ચીઠ્ઠી મળી અને પોલીસે એના આધારે આત્મહત્યાનો તેમના પર કેસ કર્યો તેવી વાત મોટીબહેન કુસુમબેને મને કહી 

એકવીસમી સદીમાં આવી અંધ શ્રધ્ધા? હરીશે નિઃસાસો નાખ્યો

વૄત્ત (સમાચાર) દિવ્યભાસ્કર યુ એસ એ ૫ નવેમ્બર ૨૦૧૦ જેનુ કાલ્પનીક વૃતાંત

Advertisements
 1. pragnaju
  નવેમ્બર 17, 2010 પર 4:14 એ એમ (am)

  “મારો કોપ તારા કુટુંબ પરથી ઉતારવો હોય તો બલી આપ!” આ અંધશ્રધ્ધા સાથે ગેરસમજ લાગે છે.કોઈ પણ સિધ્ધી મેળવવી હોય તો કાંઇક તો ત્યજવું જોઈએ.આધ્યાત્મિકમા અહં નો બલી સ્વાહા બોલી આપવો જોઈએ એમ સંતોનું કહેવું છે.
  માયા સંસ્કૃતિમાં માનવ બલી અપાતા હતા.સ્પેનીશ આક્રમણકારોએ આ મેક્સિકન સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો.આપણે હિંદુઓ નાલીએર હોમીએ છીએ,વધેરીયે છીએ,કોળાં વધેરીયે છીએ.પ્રાચીન હિંદુ ધર્મના શાસ્ત્રો તપાસો જરા.ઋગ્વેદ કાલ માં યજ્ઞોમાં પશુઓના બલી ચડાવતા હતા.અશ્વમેઘ યજ્ઞ એટલે શું ?ભગવાન રામે આ યજ્ઞ કરેલો.પંચકલ્યાણી ઘોડા ને છૂટો મુંકવામાં આવે.એ ઘોડા પાછળ ભગવાન રામ નું સૈન્ય હોય,જે ઘોડા ને બાંધે એણે લડવું પડે,ના બાંધે એણે વગર કહ્યે રામ નું આધિપત્ય સ્વીકારવું પડે.લવ અને કુશે ઘોડા ને બધી લીધોને રામ ના સૈન્યને પણ હરાવેલું.આવી રીતે આખી દુનિયા જીતી ને ઘોડો પાછો આવે,યજ્ઞ થાય એમાં ઘોડા નો મેઘ એટલે બલી ચડાવાય.આ કડવી હકીકત છે,કે યજ્ઞોમાં પશુઓના બલી ચડાવાતા હતા.બૌદ્ધ ધર્મ આવ્યો આનો વિરોધ થવા લાગ્યો.લોકો અતિથી કંટાળતા હોય છે.અતિ સર્વાર્થ વર્જયેત.લોકો બૌદ્ધ ધર્મ અપનાવા લાગ્યા.હિંદુ ધર્મ પર ખતરો ઉભો થયો.અને ધીરે ધીરે લોકોએ આ રીવાજ માંથી મુક્તિ મેળવી.પણ વધેરવાનું ચાલુ રાખ્યું,પશુઓને બદલે નાળિએર,કોળાં.છતાં સાવજ બધ થયું નહોતું.કલકત્તાના કાલી મંદિર માં પાડા વધેરતા હતાજ.ધર્મોની માન્યતા ખોટી પણ હોઈ શકે.ધર્મો કહે તેમ લોકો કરતા હોય છે.જૈન ધર્મ ના લોકો કેમ બલી નથી ચડાવતા?જૈન ધર્મે છૂટ આપીજ નથી.બૌદ્ધ ધર્મ અહિંસક ખરો પણ ભિક્ષા માં કોઈ માંસ આપે તો ખાઈ લેવાય.ના ન પડાય.એવી છૂટ ધર્મે જ આપી એટલે દલાઈ લામા પરદેશ માં હોય તો આરામ થી સી ફૂડ ને નોનવેજ ખાઈ લે છે.પણ એમના ધરમશાળા ન રસોડા માં નોનવેજ ન બને એપણ હકીકત છે..ભગવાન ને ખુશ કરવા બલી ની શું જરૂર છે.પણ ધર્મ માટે લોકો એક બીજા નાં ખુનકરે છે.માણસ માણસનું લોહી વહાવે છે,ત્યાં બકરાની શું કિંમત?રીવાજો બદલવા જરૂરી છે.જૈનો અહીંસાની વાત કરી પોતાની પુજામાં સ્વાહા, સ્વાહા પ્રેમથી ઉચારે છે. ખાલી પુજા નહીં એવી દરેક વીધીમાં સ્વાહા સ્વાહા બોલે છે. કોઈ પણ બ્રાહ્મણને પુછો આ સ્વાહા સ્વાહા એટલે બલી ચડાવવું એ જ થાય પછી ઘંઉ, કેળા, બકરી, પાડો કે હાથી કોઈ પણ હોઈ શકે.
  ત્યારે વેદની વાત સંતો પાસે સમજી આપણા જીવનમા ઊતારીએ તો કલ્યાણ જ થાય….

 2. નવેમ્બર 17, 2010 પર 11:00 એ એમ (am)

  ઘણી શરમની વાત છે કે ૨૧મી સદીમાં પણ આવા કિસ્સા જોવા મળે છે. 😦

 3. નવેમ્બર 17, 2010 પર 2:40 પી એમ(pm)

  Oh….. really very sad…. God bless such emotional and week minded people…

 4. નવેમ્બર 18, 2010 પર 11:15 એ એમ (am)

  In 21st century, still there is no medicine for ” blind Faith”. ( andh shradhdha’ But it is a very sad incident.

 5. નવેમ્બર 18, 2010 પર 2:49 પી એમ(pm)

  અંધશ્રદ્ધાનું મૂળ છે ડર અને લાલચ…અહીંયા જે વૃદ્ધ વ્યક્તિની વાત થઇ તે ડરી ગઈ હતી કે ક્યાંક એના કુટુંબ-વંશ નાશ ના પામે એટલે અંધશ્રધ્ધાના સહારે પોતાનું જીવન ટૂંકાવ્યું…સાચી વાત છે કે, પહેલાના સમયમાં અને હિંદુ ધર્મમાં જે બલી માતાજીને કે બીજા દેવી-દેવતાને ધરાવવામાં આવતી હતી…પણ કદાચ એ સમયની માંગ હશે…નેપાળમાં હજી પણ બલી માટે હજારો નિર્દોષ પશુઓની હત્યા કરવામાં આવે છે…ગઈ કાલે જ બકરી ઈદ ગઈ…કેટલા બકરા યમરાજના શરણે ગયા હશે???? માંસાહાર કરવો એ પણ એક જાતની અંધશ્રદ્ધા જ છે…કદાચ આજના આધુનિક સમયની નવી માંગ માંસાહારરૂપી અંધશ્રદ્ધા…..પશુઓની બલી કદાચ વર્ષમાં એકવાર થતી હશે પણ માંસાહાર એક દિવસમાં હજારો વખત થાય છે….હવે બોલો કોણ વધારે અંધશ્રદ્ધાળુ????

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: