મુખ્ય પૃષ્ઠ > વૃત એક વૃતાંત અનેક > રીસે ચઢેલ દીકરાને

રીસે ચઢેલ દીકરાને

નવેમ્બર 14, 2010 Leave a comment Go to comments

તને કદાચ તારું બચપણ યાદ નથી..પણ બચપણમાં તને તારૂં ધારેલ બધુજ મળ્યુ હતુ..અને તેનુ કારણ પણ હતુ તુ જે માંગતો હતો તે સર્વમાં બાપ તરીકે હું તારા વિકાસની તકો તેમાં જોતો હતો…

તુ મોટો થયો… તારી માંગણીઓ પણ મોટી થઈ..મારી પહોંચ અને સમજ કરતાય ઘણી મોટી માંગણીઓ તેં કરી અને મેં તને સમજાવવાનો પ્રયત્ન કર્યો..અને હું તને ના  કહેવા માંડ્યો તેમ તુ વધુ જીદે ચઢ્યો..નાનો હતો ત્યારે તો તમે મને આપતા હતા હવે કેમ નહી?

ભાઇ નાનો હતો ત્યારે તારી માંગણી નાની હતી..તને લેગો ગેમ જોઇતી, બેટ બોલ જોઇતા અને જોઇતી હોય સાયકલ કે સ્કુટી..પણ હવે ભાઇ તુ તો માંગે વાડી લાડી અને વજીફા..જે તારા ધાર્યા પ્રમાણે તો કેમ બને? તને ખબર છે લાડી વાડી અને વજીફા માટે ઘણું વિચારવુ પડે..લાડી સાથે આખી જિંદગી અને આવનાર વંશજોનું અને અમારા બધાનું ભવિષ્ય જોડાયેલુ છે વાડી અને વજીફા તો આખી જિંદગી મથે ત્યારે બને અને તેમાય તમારો સહકાર હોય તો જલ્દી વધે…

તને ખબર છે જિંદગી તો એક ત્રિપાર્શ્વ કાચ.( પ્રિઝમ) છે. સુરજનું કિરણ કયા ખુણે થી પડે તે ખુણા પ્રમાણે બીજી બાજુ મેઘ ધનુષ્ય રચાય.. માબાપ તેમના આખી જિંદગીનાં અનુભવોથી તમારા જીવનમાં સુખનું મેઘધનુષ્ય રચવા મથતા હોય છે..કારણ કે તે જ તો તેમની મહેચ્છા હોય છે..પણ ભાઇ તને તો તારા સુખની પડી હતી…અને તેં તારો માર્ગ શોધી લીધો..તારી લાડી શોધી લીધી અને તારી વાડી અને વજીફા માટે ઝુઝવા માંડ્યો…

ભલા ભાઇ..તારે માથે હજી ભણતરનું દેવુ છે..બે પાંદડે થઈ તે દુર કર..થો્ડીક બચત કરી તારુ ઘર લે અને પછી લાડીનો વિચાર કરાય…પણ ના તુ તો રોકેટ યુગમાં જન્મેલો તેથી ચટ મંગની અને પટ વ્યાહ..હની ને ખુશ કરવા ઘર પણ લીધુ અને વ્યાજે ધંધો પણ શરુ કર્યો…જિંદગીનાં ત્રિપાર્શ્વ કાચ ( પ્રીઝમ) ઉપર જાતે કિરણ બની ને તુ પથરાઇ ગયો…હું ઇચ્છુ કે ના ઇચ્છુ છતા તે મેઘધનુષ્ય નાં રંગો સાથે તારે જીવવું પડશે..કેમ કે ખૂણો ખોટો છે દાખલામાં પહેલે પદે તે ગુણાકાર ને બદલે ભાગાકાર કર્યો..ત્યારે જવાબ કેવી રીતે સાચો આવે?

હું જ્યારે પણ અમેરિકન છોકરીઓનાં વ્ય્ભીચારો અને છુટાછેડાની વાતો સાંભળું છું ત્યારે મારું મન એક ધબકારો ચુકી જાય છે … લગ્ન જીવનની શીથીલતા કે લે ઓફ્ની વાતો મને કાયમ ચિંતીત કરે છે.તારી સાથે આવુ કંઇક થાય તો? સંયુક્ત કુટુંબ આવે વખતે મોટી હુંફ બનતી હોય છે

હવે મને સમજાય છે મારા બાપુજી ની વ્યથા…તેઓ કહેતા એકડો અને મીંડુ સાથે હોય તો જે તાકાત હોય તે તાકાત એકડાને મેળવતા દસ ગણો સમય લાગે..તેમનુ માની ને હું તેઓની સાથે રહ્યો તેથી દસનાં સો થવામાં વાર ન લાગી..પણ તુ તો એકલો થવાનું જ ઝંખે છે..ભારતીય દિકરો થવાને બદલે અમેરિકન દિકરો અને ભારતીય પતિ થવા જાય છે..ખૈર..પ્રભુ તને બચાવે કારણ કે તુ મારુ જ પંડ છે અને તને દુઃખ પડશે એ વિચારી વિચારીને મને પણ દુઃખ થાય છે  કાંતો અમેરિકન દિકરો અને અમેરિકન પતિ થા કાં તો ભારતિય દિકરો અને ભારતીય પતિ થા…આ સગવડીયા પરિબળોથી પડનારા દુઃખોથી તુ ક્યારેક અજંપ થાય તો મા બાપ સમું કોઇ સ્થાન નથી જગમાં કે જે તારા સુખે સુખી અને તારા દુઃખે દુઃખી થતા જ હોય છે. હા તુ સુખી હોય તો અમને સુખ જ છે. ( પણ મને ખબર છે કે વિટામીન લેવાથી રોગ ના મટે.. રોગ મટાડવા એંટીબાયોટીક્સ લેવા પડે..)

ભલે દિકરા તને પાંખો આવી..અને અમારુ હૈયુ નંદવાયુ..છતાય કહીશ કે દુઃખ આવે તારી જાતને એકલો ના માનીશ..વિના સંકોચે આવજે કારણ કે બાપ દિકરામાં મતભેદ હોઇ શકે મનભેદ ન હોઇ શકે. દરેક પંખી ને પાંખો આવે ત્યારે તે માળો છોડતા જ હોય છે. તેં માળો છોડ્યો પણ અમારુ હૈયુ નંદવીને..ખૈર! ઓ રીસે ચઢેલ દીકરા એક વાત જે તને અગણીત વાર કહી છે તે ફરી કહીને અટકું..દુઃખ આવે અને ક્યારેક તુ તારી જાતને એકલો ના માનીશ..આ ઘર તારું જ છે

  1. નવેમ્બર 18, 2010 પર 11:28 એ એમ (am)

    દિકરો ઉંમરમા કે પૈસે ટકે ભલે ગમે તેટલો મોટૉ થાય,

    માબાપથી મોટો નહી થઈ શકવાનો ! જુવાની અને પ્રેમ

    એ બંને પાગલ બનાવવા માટે પૂરતાં છે. એમા ભળે

    “અહંકારનો” અગ્નિ બસ પછી પુછવું જ શું.

    આનો ઇલાજ માત્ર ધિરજ છે. ‘જે મારે છે તે તારે છે.’

  2. નવેમ્બર 18, 2010 પર 12:17 પી એમ(pm)

    bau majano lekh………..

  3. નવેમ્બર 29, 2010 પર 7:04 પી એમ(pm)

    આંખો ભિન્જાઈ ગઈ .છોરુ કછોરુ થાય, પણ માવતર કમાવતર ક્યારેય નથી થતા.

  4. ડિસેમ્બર 2, 2010 પર 8:48 એ એમ (am)

    છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય… આ જૂની કહેવત ધીરુબેન પટેલના કહેવા મુજબ હવે બદલવી જોઇએ… આજે ચમત્કાર વિના નમસ્કાર નહીં.. એ કયારેક સાચું લાગે છે.
    જિન્દગી આખી મમતાને નામે હિજરાતા રહેવું એ એક રીતે અન્યાય ન કહેવાય ?
    ધીરુબેન તેમના એક કાવ્યમાં બહુ સરસ વાત કહે છે.. કદચ સૌએ વાંચેલ હશે…

    લોહીનો પ્રવાહ પણ કુદરતે એકમાર્ગી નથી બનાવ્યો… તો સ્નેહનો પ્રવાહ એકમાર્ગી શા માટે ? કયાં સુધી ?

  1. No trackbacks yet.

Leave a reply to pravina જવાબ રદ કરો