Home > વૃત એક વૃતાંત અનેક > પપ્પા હવે હું મોટો થઇ ગયો છું.

પપ્પા હવે હું મોટો થઇ ગયો છું.


Adolescent Substance Abuse

તમે નહીં માનો પણ પપ્પા તમને સંયુક્ત કુટુંબમાં દાદાજી સાથે ઝુઝતા અને સોશવાતા જોઇને જ મેં જ્યારથી સમજણો થયો ત્યારથી નક્કી કર્યુ હતુ કે હું મને કે મારા કુટુંબને અને તમને આ પરિસ્થિતિમાં નહીં મુકુ..તમને સંયુક્ત કુટુંબમાં એકલા લાભો દેખાતા અને તેથી અમને પણ તે રીતે જીવવાનાં સંસ્કાર પાડવા મથતા..તમને ખબર છે તમારા કામે ગયા પછી અમારી પરિસ્થિતિ શું હતી તે ખબર છે? અમે તેમના પૌત્ર નહીં ઉપાધી હતા.. અમને ધકા ધુકી અને મહેમાનો ની આગતા સ્વાગતાનાં વિના પગારનાં નોકરો હતા. કોઇને અમારી સાથે રમવુ નહોંતુ..દાદાજી અને ઉમંગી ફઈ મમ્મીને જેમ તેમ કહે અને ટડકાવે તે તો મને બીલ્કુલ ન ગમતુ. હા તમે આવો અને મને ગમતા રમકડા લાવતા તે મારો અનન્ય આનંદ હતો.

પપ્પા તમે માનતા કે સંયુક્ત કુટૂંબમાં અમારું ઘડતર થતુ હતું…ના પાપ્પા આજે જ્યારે હું મારું ભારતનું બચપણ જોઉ છુ તો મને લાગે છે કે અમે વિના ગુનાનાં ગુનેગાર હતા..અને ખાસ તો જ્યારે ઉમંગી ફઈનો અંકીત આવે ત્યારે તો દાજી ,દાદી અને ફઈ તેમને માટે જે ચોકલેટ અને આઈસક્રીમ લાવતા અને મને અને નાનકાને ના આપતા ત્યારે મને ખુબ જ ગુસ્સો આવતો.. આવો વેરો આંતરો કેમ? ઘણી વખતે મેં મમ્મીને કહ્યું ત્યારે મમ્મી મને સમજાવતી અને સાંજે બહાર લઈ જઈને આઇસ્ક્રીમ ખવડાવતી. પણ સાથે સાથે તેની આંખોમાં પણ તમારી સામેનો વિદ્રોહ હું જોતો..

ખૈર બચપણ તો વિત્યુ પણ તમને ખબર છે અંગ્રેજી મીડીયમ માં અમને મુક્યા હતાને તેથી તેમણે અમને ખ્રિસ્તી રીત રિવાજ અને આંગ્લ સંસ્કારો જ આપ્યા અને તેથી જ અમેરિકા આવતા હું તરત બધુ સમજી ગયો.. અહીં બધે જ બધી રીતની મુક્તિ છે..અહી લોકો પપ્પાને નામ થી બોલાવે કેક અને ચોકલેટ તો છાસ વારે ખાય..પપ્પા એ બધુ સહજતાથી મળવા માંડ્યુ અને તમારી બધી વાતો પોકળ લાગવા માંડી.

અહીં હની સાથે મન મળ્યું. મમ્મીને વાત કરી તો મમ્મી ભડકી..એ તો ભારતીય નથી.. ભણવાના સમયે ભણી લો રોમાન્સ કરવા આખી જિંદગી પડી છે. જ્યારે હની નાં પપ્પાને જ્યારે હનીએ વાત કરીતો એના પપ્પાએ મને તરત જ સ્વિકારી લીધો. મારુ મન હવે તેના પપ્પા અને મારા પપ્પા વચ્ચે સરખામણી કરવા લાગ્યું. તેના પપ્પા વધુ સમજણા લાગ્યા તેના દાદી તો ખુબજ વહાલ મને રાખતા..મારા મને મારા દાદી અને હનીના દાદી સાથે ફરી સરખામણી કરી. બધેજ મને મારા ઘર કરતા હનીનું ઘર ચઢીયાતુ લાગવા માંડ્યુ

કોલેજના બીજા વર્ષે હની સાથે રહેવુ મને ગમવા માંડ્યુ. મમ્મી સાથે તે ફ્રેન્ડલી થાય તે માટે હું તેને ઘરે લાવ્યો..પણ આપણે તો ચુસ્ત બ્રાહ્મણ તેથી તે જાણે અસ્પૄશ્ય હોય તેમ હડે હડે થઈ..પપ્પા તે અમેરિકન એટલે શું તેને માન કે અપમાન ન હોય? તે પાછી આવીને ખુબ જ રડી અને મને કહે આવુ કદીયે મારે ત્યાં થયુ છે? તે રાત્રે હું ખુબ જ રડ્યો… અને મમ્મીને ફોન પર કહી દીધુ..મમ્મી તેને નહી સ્વિકારે તો હું તને છોડી દઈશ..ને તે દિવસે ચેટ ઉપર તમે મને સમજાવતા હતા ત્યારે તમે મને સંસ્કાર અને ફરજો સમજાવતા હતા જેના ભદ્દા પરિણામો હું જોઇ ચુક્યો હતો તેથી તમને પણ કહી દિધું કે પપ્પા તમે ભૂતકાળ જુઓ છો અને મારે ભવિષ્ય કાળ જોવાનો છે.

અને એજ ત્રિપાર્શ્વ કાચ પરનાં ખુણાની તમને જે ચિંતા હતી તેની સંભાળ જ્હોને રાખી છે..મારા માથે નું ભણતરનું દેવુ.. મકાન નુ દેવુ .. કારનુ દેવુ  આજે અમે બંને સાથે ભરીયે છે.. મારા લગ્ન ને ચાર વર્ષ થયા હવે મને પડેલા દુઃખો મારા સંતાન ને હું નહી પડવા દઉ. પપ્પા હવે હું મોટો થઈ ગયો છુ

 1. dhufari
  November 18, 2010 at 1:19 pm

  શ્રી વિજયભાઇ
  આ નરી વાસ્તવિકતા છે.

 2. vilas bhonde
  November 20, 2010 at 5:37 am

  saras aalekhan
  ek navo vichar

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: