મુખ્ય પૃષ્ઠ > વાર્તા, વૃત એક વૃતાંત અનેક > ધૂમાડો (માઇક્રો ફિક્ષન)

ધૂમાડો (માઇક્રો ફિક્ષન)

નવેમ્બર 2, 2010 Leave a comment Go to comments

સનત ખુબ જ ગુસ્સે થયેલ હતો.

જોકે હવે તેની સહનશીલતાનો અંત આવી ગયો હતો..ખાસ તો દિવ્યા જ્યારે અને ત્યારે “તુ નિષ્ફળ અને દરેક ઘટના બનવાનો જવાબદાર તું” કહીને તેને કોશતી હતી. આજે તો “તુ મરી જા એટલે હું ધોળા પહેરું” કહીને મોટે મોટે થી હાથ ઉછાળીને લઢી.

જો કે દિવ્યા જ્યારે ઠંડી પડે ત્યારે પાછી આવીને કહે સનત “તુ તો જાણે છેને કે મારું ઘણી વખત છટકી જાય છે?”

સનત કહે “અરે તારાથી રસોડામાં કામ ના થાય તે સમજી શકાય છે પણ હું કામ માં મદદ કરવા આવું તેમાં પણ તને વાંધો.” 

દિવ્યા કહે” જો બકા સાંભળ તું નિષ્ફળ એવું કહીને હું મારી નિષ્ફળતા નો વલોપાત તારી પાસે કાઢું છું એટલું તો તું સમજ.”

સનત કહે ” પણ આજે તો તે હદ જ કરી”

“એટલે”

‘મને મરી જવાનો જ વટ હુકમ જારી કરી દીધો”

“માફ કરને બકા”

” હવે માની લે ને કે હું મરી જ ગયો”

સનત ક્ષણમાં ધૂમાડો થઇ હવામાં ઓગળી ગયો.દિવ્યા સ્તબ્ધ થઇ ને જોતી રહી

Advertisements
 1. pragnaju
  નવેમ્બર 2, 2010 પર 2:08 પી એમ(pm)

  ઘટનાઓં પર માઈક્રો નજર….
  અને એના પર માઈક્રોપોસ્ટ!
  આપ એક અતિ સંવેદનશીલ હૃદયના માલિક છો.
  દિવ્યા આપણામા ક્યાં નથી?
  પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
  ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.
  અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
  પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
  સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
  લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
  શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
  જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે

  વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
  કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી
  તો આપણો સનત
  સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે,
  ભરબપ્પોરે ઢળી પડે, ભૈ માણસ છે.
  પૂજવા ઝટ થયાં પાળિયા માણસ છે,
  ટાણે ખોટ્યું પડી, પડી ભૈ માણસ છે.

  હમણાં હમણાં ફાટીને ગયો છે ધૂમાડે !

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: