Home > માહિતી > “ટોકીંગ પોઇંટ”-સુદર્શન ઉપાધ્યાય

“ટોકીંગ પોઇંટ”-સુદર્શન ઉપાધ્યાય


http://www.gujaratsamachar.com/20101017/purti/ravipurti/talking_point.html

“ગુજરાતીઓને ખાસ વિનંતી કે ઇન્ટરનેટ પર કંઈક પામવું હોય કે વિશ્વમાં તમારી ઓળખ વધારવી હોય તો મહેરબાની કરીને ગુજરાતી વાપરવાની પ્રેક્ટીસ ના પાડતા,( લેખક્નો અંગત અભિપ્રાય છે જે સત્ય થી થોડોક વેગળો છે) પરંતુ રોજીંદા પ્રયાસો દ્વારા અંગ્રેજીમાં લખતા થાવ તમને બ્લોગ પર સ્પેલીંગ ચેક અને વ્યાકરણ ચેક જેવી સવલતો આપવામાં આવે છે(ગુજરાતી બ્લોગ જગતમાં આ સગવડો ઉપલબ્ધ છે).( નવરાત્રિ કે દશેરા વિશે તમે ગુજરાતીમાં લખશો તો તેને કોઈ નહીં વાંચે (અહી પણ ભુલ છે વૈશ્વિક સ્તરે બ્લોગ જાણીતો થયા પછી વિપુલ સંખ્યામાં વાચકો મળે છે.) પણ અંગ્રેજીમાં લખશો તો વિશ્વભરમાંથી દશ વાચકો તો ચોક્કસ મળશે.
દરેક ગુજરાતીએ બ્લોગ લખવાની પ્રેક્ટીસ પાડવાની જરૂર છે. બ્લોગ લખવાને એક હોબી બનાવવાની જરૂર છે. ઘણાંને ગુજરાતી ભાષામાં વળગણ હોય છે પરંતુ વૈશ્વિક સ્ટેજ પર જવું હોય તો બાંધછોડ અનિવાર્ય છે.(સંશોધન જરુરી હતુ..ગુજરાતી બ્લોગ ને કારણે રીડ ગુજરાતી અને લય સ્તરો વૈશ્વિક સ્તરે છે)
કોઈ ગુજરાતી એવું ના માને કે અંગ્રેજી નથી આવડતું માટે બ્લોગના લખી શકાય. અંગ્રેજી સહેલી છે. તે વિવિધ જગ્યાએ વિવિધ રીતે લખાય છે. ગુજરાતીઓ ઈંગ્લીશ નહીં પણ હીંગલીશ ફક્કડ લખી શકે છે. માટે (એકાદ બ્લોગ ખોલો લખો અને વિશ્વમાં તરતો મુકો, ધીરે ધીરે બ્લોગ લખનારને પાંખો ફૂટશે….”આભાર)

સુદર્શનભાઇ..

આપનો લેખ માહિતીસભર છે..બ્લોગ જગત માટે ઉજળુ ભવિષ્ય સુચવતા આ લેખમાં આપે થોડુંક વધુ સંશોધન કર્યુ હોત તો તમને સમજાશે કેટલાય ગુજરાતી બ્લોગો એકલી ગુજરાતી પર ચાલે છે અને તેમને વિપુલ પ્રમાણમાં નવા વાચકો મળે છે.

http://www.gujaratsamachar.com/20101017/purti/ravipurti/talking_point.html

Advertisements
Categories: માહિતી
 1. Arvind Adalja
  October 18, 2010 at 4:42 pm

  શ્રી વિજય ભાઈ
  મેં આજે જ એક મેલ ગુજરાત સમાચારના તંત્રીને લખી છે જે આપની જાણ માટે અહિ લખી રહ્યો છું સાથે એક સુચન પણ કરું કે તમામ ગુજરાતી બ્લોગરે ગુજરાત સમાચારને મેલ લખવી જોઈએ જેથી ભવિષ્યમાં પૂરી ચકાસણી કર્યા બાદ આવા લેખો પ્રસિધ્ધ કરે !

  મેં હમણાં જ ગુજરાત સમાચારના તંત્રીશ્રીને ઈ-મેલ લખી છે જે નીચે આપની જાણ માટે પ્રતિભાવ તરીકે મુકી છે.
  “આપની રવિ પૂર્તિમાં ટોકિંગ પોઈંટ -સુદર્શન ઉપાધ્યાય ના લેખમાં ગુજરાતીઓને બ્લોગ ઉપર લખવા અને પોતાનો બ્લોગ બનાવવા પ્રેરણા દાયી રજૂઆત કરી છે. આપને અને લેખકશ્રીને અભિનંદન આ સાથે મને જણાવતા આનંદ થાય છે કે હું વરિષ્ઠ નાગરિક છું 71 વર્ષેની ઉંમર છે અને છેલ્લા બે વર્ષ થયા વધુ સમયથી મારા બ્લોગ ઉપર ગુજરાતી ભાષામાં મારાં વિચારો લખી રહ્યો છું. મારી સાથે મારાં જેટલા કે મારાથી પણ ઉંમરમાં મોટા વરિષ્ઠ નાગરિકો દેશ -વિદેશમાં વસ્તા અંદજે 2000 થી પણ વધુ લોકો ગુજરાતીમાં સફળતા પૂર્વક લખી રહ્યા છે. આ ઉપરાંત ભરત સુચક દ્વારા બનાવેલી સાઈટ ગુજરાતી ઉપર પણ બીજા અસંખ્ય ગુજરાતીઓ બ્લોગ લખી રહ્યા છે જે આપની અને લેખકશ્રીની જાણ માટે ! ગુજરાતીમાં બ્લોગ ઉપર લખવું ખૂબ જ સરળ છે અને તેના વાચનારા ગુઅરાતીઓ દેશ અને વિદેશમાં મોટી સંખ્યા ધરાવે છે તો માત્ર અંગ્રેજીમાં બ્લોગ લખાય તો જ વાચનારા મળશે તે વાત હકિકતથી વેગળી છે. મને આશા છે કે આપ અને લેખકશ્રી મારી વાત સાથે સહમત થશો અને વાસ્તવિક વાત સ્વીકારશો અને ગુજરાતીઓને ગુજરાતીમાં બ્લોગ ઉપર લખવા પ્રેરશો ! ધન્યવાદ !
  સ-સ્નેહ
  અરવિંદ”
  આપે પણ આ વાત આપના બ્લોગ ઉપર સમયસર જણાવી યોગ્ય રીતે જ આલોચના કરી છે ધન્યવાદ ! આ અને આવા ગુજરાત કે ગુજરાતીઓને કે ગુજરાતી ભાષાને હીણા કે ઉતરતા દેખાડનારને ખુલ્લા પાડવા આવો સૌ ગુજરાતીઓ જાગૃત બનો અને આપણો અવાજ બુલંદ બનાવો !
  સ-સ્નેહ
  અરવિંદ

 2. October 19, 2010 at 9:50 am

  હવે ઈન્ટરનેટ જ વિશ્વસ્તરે તમારો સંદેશ લઈ જાય છે પછી ભાષાને ક્યા મહત્વ દેવું રહયું ? અંગ્રેજી તો છે જ અને બધા જ જાણે છે વળી કયા ગુજરાતીને પોતાપણું પોતાનો દેશ છોડી પરદેશ જવાની તાલાવેલી નથી ? હું બિર્ટનમાં રહી મારો બ્લોગ કેનેડા અમેરિકા ભારત અને ઓસ્ટ્રેલિયામાં વંચાય છે ગુજરાતી ભાષા અને સંસ્ક્રુતિ સાથે મારી જાળવણી પણ થાય છે..માત્ર અન્ગ્રેજીમાં લખતા ઘની સમસ્યાઓ ઉભી થશે તેમની સંસ્ક્રુતિની અને વિચાઓની..હવે તો બે ભાષામાં ય ઘણા સાહિત્ય સરજે છે.આ જ અલેખને વિશ્વસ્તરે બ્લોગ જ લૈ જશે.

 3. October 26, 2010 at 10:17 am

  Expertise in any target language is key to enabling a desired outcome in a given communication at an aimed receiver without which the parametres of the outcome are severly compromised to the extent that you may not be understood at the best and much misunderstood at the worst.

 4. JAYSUKH.R.BHALALA
  January 14, 2011 at 2:00 pm

  JAY JAY JAY MAHARASTRA+ SWARNIM GUJRAT+ RANGILO RAJASTHAN===MAHAGUJRAJ
  SU KAHEWUCHE TAMARU,, CHLO FRITHI EK SAMPURN BRHMAND NO NAKSO BANAVIYE

 5. Satish Kalaiya
  March 24, 2011 at 8:32 am

  Bhasha e aapni sanskrutinu darpan che, e tamne sachoom nathi lagtu bhayee !

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: