Home > વાર્તા, Received E mail > ઝીપ કોડ- હંસા જાની

ઝીપ કોડ- હંસા જાની


 

                                             2005ના એપ્રિલમાં મેં અને મારા હસબંડે નક્કી કર્યું કે આ વર્ષે વેકેશનમાં રોમ,ઇટાલી  ફરવા જવું.પેરીસ તો જોયેલું હતું એટલે ટિકીટો બુક કરાવવાનું કામ મેં શરુ કરી દીધું.

             મેં ઇટાલિયન એર લાઇન્સને ફોન જોડ્યો.એર લાઇન્સનો જે એજન્ટ હતો,એને મેં મારો પ્રોગ્રામ બતાવ્યો.મેં ન્યુ જર્સીથી રોમ સુધીની બે ટિકીટોની વાત ચીત શરુ કરી.ટિકીટના ભાવ પણ સારા આપ્યા.અને પછી મારી બધી પૂછતાછ શરુ કરી.

                  “તમારું નામ શું?” “તમારા હસબંડનું નામ શું?” તમારી બર્થ ડેટ કઇ?” તમારા હસબંડની બર્થ ડેટ કઇ? “તમારું એડ્રેસ શું છે?” મેં સામા એના પ્રશ્નોની વિગતો આપવા માંડી. “તમારો ઝીપ કોડ નંબર શું છે?” મેં જણાવ્યું,”કે અમારો ઝીપ કોડ નંબર “08620” છે.” એણે એ નંબરને બે વાર દોહરાવ્યો. અને મને કહ્યું કે “આ નંબર તો હેમિલ્ટન ટાઉનશીપનો છે. તમે હેમિલ્ટન ટાઉનશીપ માં રહો છો?” મેં હા પાડી અને કહ્યું “અમે હેમિલ્ટન ટાઉનશીપમાં રહીએ છીએ.” અને એ હસવા માંડ્યો.અને ખૂબ ખૂશ થઇ ગયો.એટલે મેં એને પૂછ્યું, “તમે કેમ આટલા બધા ખૂશ થઇ ગયા?” અને એણે કહ્યું “એ તો મારું પણ ટાઉન હતું. હું હેમિલ્ટન સ્ક્વેરમાં રહેતો હતો.”ખરેખર? શું તમે અહીં રહેતા હતા? અરે, વાહ !” મેં એનું નામ પૂછયું.એણે જવાબ આપ્યો, “એરિક”

                એરિકે મને પૂછ્યું “તારી સ્ટ્રીટનું નામ શું?” મેં જવાબ આપ્યો ,”4,Pleasant Drive. Yardville.”તેણે મને કહ્યું,”તારું એડ્રેસ જોતાં લાગે છે કે ત્યાં એક બેઝ બૉલ ફિલ્ડ હોવું જોઇએ.” મેં કહ્યું કે “હા, અહિં “સની બ્રે ”  બેઝ બૉલ ફિલ્ડ હજુ છે.” તે બોલ્યો કે “તો પછી ત્યાં લિટલ લીગની ગેમ હજુ રમાતી હશે.” મેં કહ્યું “તમારી વાત ખરી છે,ત્યાં બેઝ બૉલ હજુ રમાય છે.” તે બોલ્યો,”હું નાનો હતો ત્યારે મારી મોમ અને બહેન સાથે રમવા આવતો હતો.” હું એની સાથે વાતો કરતી હતી.તો એના અવાજમાં એટલો બધો આનંદ છવાઇ ગયેલો લાગતો હતો. એને તો એવું જ લાગતું કે હું એની સામે જ બેસીને વાતો કરું છું,એણે એનો ભૂતકાળ આંખ સામે લાવી દીધો.એરિક વાત કરતો ગયો અને કહે કે એ બેઝ બૉલ ફિલ્ડમાં જતાં પહેલાં કોર્નરના ઘરના આંગણાંમાં બે જ માણસો બેસી શકે એવી નાની ,લોખંડની ,કલાત્મક બેંચ હતી. તે હ્જી ત્યાં છે?” મેં કહ્યું,”1985માં મેં એ જ ઘર ખરીદ્યું છે.” એ સાભળીને એ ખૂશ થઇ ગયો. અને બોલ્યો

                “તને કહું? એ ઘરમાં એક લવલિ ઓલ્ડ લેડી રહેતી હતી. અને આવતાં જતાં દરેક બાળકોને કેંડી- પિપરમીંટ આપતી હતી. હેલોવીનને દિવસે અમે “ટિક ઓર ટ્રિક ” માટે જતાં ત્યારે એ ખોબો ભરીને કેંડી આપતી હતી.”

મેં કહ્યું,” હું પણ એમ જ કરું છું નાના બાળકોને કેન્ડી આપું છું.” તો એ ખૂબ હસ્યો અને કહ્યું કે “એ ઓલ્ડ લેડીએ જ્યારે તેં એ ઘર લીધું હશે ત્યારે અહીંનો રિવાજ કહેતી ગઇ હશે, કેમ ને!” હું બોલી, ” એવું જ કાંઇક. પણ દરેક સ્ત્રીનું હ્રદય ભગવાને કાંઇક એક સરખું જ બનાવ્યું છે. કે બાળકને જોઇને કેંડી કે રમકડાં આપી દેવાનું મન થઇ જાય. બાળક સાથે ગાળેલી એ બે મિનીટ અને બાળકનું હાસ્ય એ અમારો ખજાનો બની જાય છે. યાદગાર બની જાય છે.જો તને પણ એ લેડી અને રેડ પીપરમીંટ રોમમાં બેઠાં બેઠાં યાદ આવે છે ને!”

                     એરિકે કહ્યું ટ્રાઇસિકલ ચલાવતાં  ત્યાં શિખ્યો. પછી બાઇક આવી તે પણ તે જ મેદાનમાં શીખ્યો. પછી કારની પ્રેક્ટીસ પણ ત્યાં જ કરી.

                એરિકની વાતો ખૂંટે એમ નથી. એરિકે પૂછ્યું “ત્યાં સાઉથ બ્રૉડ સ્ટ્રિટ પર નાનું એપોલો થિયેટર હતું. તે હજી છે?” મેં કહ્યું ના,તે તો તોડી નાખ્યું છે અને ત્યાં મોટો મૉલ થયો છે. તને હજી યાદ છે?, તે બોલ્યો,”મારી એક ગર્લ ફ્રેંડ હતી.ખૂબ જ બ્યુટિફુલ હતી. તેની આંખો ઓશિયન બ્લુ હતી,બ્લોન્ડ હેર હતા.સરસ સ્માઇલ એના હોઠ અને ફેઇસને શણગારતા હતા.એના ગાલે ડિમ્પલ પડતા. તે તો ખૂબ જ સરસ લાગતા હતા. મેં પૂછ્યું એનું નામ શું હતું?” એરિકએ જવાબ આપ્યો”ગ્લોરિયા.હું અને ગ્લોરિયા દરેક શુક્રવારે કે શનિવારે,એપોલો થિયેટરમાં પિક્ચર જોવા જતા.અને જ્યારે આ વાત કરું છું ત્યારે થિયેટરના એ પોપ કોર્નની સુગંધ મને આજની મિનીટે

અહીં રોમમાં આવે છે.

                    “અરે ! પેલા હેમિલ્ટન સ્ક્વેર રોડ ઉપર પેલી સ્ટાઇનર્ટ સ્કુલ છે?. એ સ્કુલમાંથી હાઇસ્કુલ ગ્રેજ્યુએટ થયો હતો.એ સ્કુલના વખાણ કરતાં થાકે તેમ નહતો.એ સ્કુલમાંથી ગ્રેજ્યુએટ થાવ એ તો ગૌરવ કહેવાય.મને પાછું પૂછ્યું ,”એ સ્કુલ પાસે નાનો ગાર્ડન હતો. તેના એક છેડે લેક હતું અને સરસ ગઝેબો હતો. હું અને ગ્લોરિયા ત્યાં ઘણીવાર જતાં અને ગઝેબોની બેંચ પર બેસતાં હતાં. મેં કહ્યું “એરિક એ ગઝેબો અને બેંચ આજે પણ છે. હું અને મારા હસબંડ ફરવા જઇએ છીએ.અને આરામ કરવા માટે એ બેંચ પર બેસીએ છીએ. એ બેંચ ઉપર ઘણાં બધાં પ્રેમીઓના નામ લખ્યા છે.

કાલે હું ત્યાં જઇને તારું અને ગ્લોરિયાનું નામ લખી દઉં ?.”

એરિક હસવા માંડ્યો.

                     એણે પ્રિંસ્ટન યુનિ.,ટ્રેંટન સ્ટેટ કોલેજ , ડેલાવેર રીવરની ,ઘણી બધી વાતો કરી.એને ભૂતકાળમાં ડોકિયું કરવાની તક મળી.”અરે! હંસા પેલી ડેરી ક્વીન આઇસ ક્રીમની દુકાન તો બહુ જ યાદ આવે છે.હું અને ગ્લોરિયા કાયમ ત્યાં જતાં કેટ્લીએ સાંજો ગ્લોરિયા સાથે સની બ્રે ફિલ્ડમાં, મારી કારમાં વિતાવી છે.

                       એ મને વારંવાર કહેતો ગયો. કે “હંસા, તેં તો મને મારું વતન યાદ કરાવી દીધું. પંદર વીસ વરસથી  હું ઇટાલીમાં રહું છું.ઘણીવાર અમેરિકા ખૂબ જ યાદ આવે છે.હું મારા મિત્રો,મારા ટીચર્સ,મારા  પ્રોફેસર્સ, એ બધું જ હું ઘણું મિસ કરું છું. હું અને ગ્લોરિયા કોલેજમાંથી જુદા પડી ગયા. એ યુ.સી.એલ.એ.માં ભણવા જતી રહી. પણ આજે તારી સાથે વાતો કરવાથી મને જુની વાતો તાજી થઇ.મને આનંદ એ વાતનો થયો કે મને મારા દેશનું કોઇ મળ્યું.વાતો કરી તેથી મને સારું લાગ્યું. મેં મારી જાતને તેની સામેના પલ્લામાં મુકી.કે ઇંડિયાની કોઇ થોડી જ વાતો કરે તો મને કેટલું સારું લાગે છે.એવું એરિકને લાગતું હશે. મેં ક્હ્યું ,”એરિક,હું સુઇ જાઉં છું.અમેરિકામાં પણ સપનાં ઇંડિયાના આવે છે.હું તારી વાત સમજી શકું છું.

                           વતનનો ઝુરાપો દરેકને થાય છે.એ જાતી,ધર્મ,કે રંગ એ બધાંને દિલની વાતો બધાંને આવરી લે છે. એરિકે ઘણી બધી વાતો કર્યા પછી કહ્યું,”તેં મને એટલો બધો આનંદિત કરી દીધો છે.તો હું તારા માટે શું કરું?” મેં કહ્યું,”તું જ્યારે પણ અમેરિકા આવે.તો મારે ત્યાં આવજે. મને પણ  ખૂબ જ આનંદ થયો છે.કે મારા ગામને જાણતો કોઇ માણસ માઇલો દૂર બેઠો છે.

                  એરિકે મારી ટ્રીપ માટે ગુડ લક કહ્યા.ફરી વાર મેં કહ્યું, “મારો ઝીપ કોડ યાદ રાખજે.અને મારે ઘેર આવજે.” અમે બન્નેએ ફોન મુકી દીધા.

                       રોમની સરસ રીતે ટ્રીપ પણ પતી ગઇ.ચાર વરસ વીતી ગયા.એરિકની વાતો પણ હું ભૂલી ગઇ.બીજી જુને 2009ની સાંજે પાંચ વાગે હું અને મારા હસબન્ડ ચહા પીને પેપર વાંચતા હતા. ઘરનાં બારણાં બંધ હતા.અને અચાનક ડૉર બેલ વાગ્યો. બારણાં સુધી જાઉં તે પહેલાં બારણે ટકોરા વાગ્યા.મેં બારણું ખોલ્યું.તો એક વ્હાઇટમેન ખૂબ જ સરસ પર્સનાલિટી પડે તેઓ આધેડ વયનો માણસ હાથમાં એક બોક્ષ લઇને ઊભો હતો. મેં કહ્યું,”May I help you?”

એણે કહ્યું ” Your zip code number is 08620?” એક સેકંડ મને આંચકો લાગ્યો. અને તરત જ પૂછ્યું” 3rd June is your birth day.Right? then this chocolate is for you.

અને મને એની બોલવાની સ્ટાઇલ અને અવાજ યાદ આવી ગયા.મેં પૂછ્યું ” Are you Mr.Eric from Rome?”એ હસી પડ્યો.મેં એને ઘરમાં બોલાવ્યો અને એ મને ભેટ્યો. એરિકને મારા હસબંડ જોડે ઓળખાણ કરાવી.એરિકને એની જોડે વાત કરવાની મઝા આવી. કૉફી કેક બિસ્કીટ્સ અને શેમ્પેઇનથી આગતાસ્વાગતા કરી.

                           મેં એરિકને કહ્યું, “ચાલ તારું બાળપણ બતાવું.”  તે ખુરસીમાંથી કુદકો મારીને બહાર આવ્યો. પેટિયોમાં ઊભા રહીને બેઝ બૉલ ફિલ્ડને તાકી તાકીને જોવા લાગ્યો. “ચાલ તને જોવા લઇ જાઉં . એણે મને પૂઘ્હ્યું તું મને ગ્લોરિયાના ઘરે લઇ જઇશ?” મેં કહ્યું, “ક્યાં રહે છે?” તેણે કહ્યું કે “મને થોડોક ખ્યાલ છે.કદાચ તે ઓક્સફર્ડ સ્ટ્રીટ પર છે.” મેં પૂછ્યું,”હાઉસ નંબર?” તે કહે કે “મને યાદ નથી.તું મને એ સ્ટ્રીટ પર લઇ જઇશ તો મને ઘર અચૂક યાદ આવશે.કોર્નરનું છેલ્લું ઘર હતું.” અમે બેઝ બૉલ ફિલ્ડમાં ફરીને કારમાં ગોઠવાઇ ગયા. ગ્લોરિયાના ઘર તરફ કાર ચલાવવા માંડી. ઓક્સફર્ડ સ્ટ્રીટમાં આવ્યા. અને દરેક ઘર પાસે ધીરેથી કાર ચલાવી. અને છેવટે છેલ્લા ઘર પાસે આવ્યા તો એરિક બોલ્યો,”આજ ઘર છે.હું એક વાર આવ્યો હતો. તે વખતે ઉપરનો માળ નહતો. અમે કારમાંથી ઉતર્યા.પગથિયાં ચઢીને એ ઘરનો ડૉર બેલ એરિકે દબાવ્યો. થોડી વારે એક વૃધ્ધ પુરુષ બહાર આવ્યો. એરિકે વાત કરી કે” આ ઘરમાં ઘણા વરસો પહેલાં ગ્લોરિયા અને એની મા રહેતાં હતાં તે ક્યાં છે ખબર છે? હું ગ્લોરિયાને મળવા ઇચ્છું છું.” એ માણસે જવાબ આપ્યો. “અમે આ ઘર ગ્લોરિયાની મા પાસેથી જ ખરીદ્યું છે. તે અમારા દૂરના રીલેટીવ્સ થાય છે. ગ્લોરિયા અને તેની મા કાયમ માટે રોમ જતાં રહ્યાં છે. મને ખબર નથી કે તે રોમમાં કયાં છે?” અમે તેમને થેંક્સ કહીને પગથિયાં ઉતરીને નીચે આવ્યાં.એરિક ક્ષણભર ઉદાસ ચહેરે ઊભો રહ્યો. અને સ્મિત સાથે મારા તરફ જોઇને બોલ્યો,”તે રોમમાં મને તો શોધતી નહી હોય !   

 1. October 14, 2010 at 5:32 am

  A refreshing story!
  Congratulations Hansa Jaani.
  You touched my heart through your narrative, and rightly pointed, we all look for happiness elsewhere when it is right under our noses.
  Yet, it is the basic nature of fate that very few people have it offered on a silver plater.
  Keep writing! You do have makings of a great writer. Time will tell.

 2. October 14, 2010 at 8:20 am

  A very superbly written story…

 3. October 20, 2010 at 9:52 pm

  Nice story Vijaybhai !

 4. Mihir
  October 21, 2010 at 10:48 pm

  Very Nice Story…. Pakadi rakhe eevii hati…

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: