મુખ્ય પૃષ્ઠ > તમે એટલે મારું વિશ્વ > સમજ અને પ્રેમ નું ગણીત..

સમજ અને પ્રેમ નું ગણીત..

ઓક્ટોબર 9, 2010 Leave a comment Go to comments


હું સમજું કે હું અધુરો
તુ સમજે કે હું ન ચાહું તને
હું સમજુ કે વાંક છે મારો
તુ કહે સમજાય ના મારી વાત તને

આપણે બન્યા છે ભોગ ગેરસમજનાં
ક્યારેક તું દોષ દીધા કરે તને
ક્યારેક હું દોષ દીધા કરું મને
દોષી કાંતો કોઇ નથી
કાં બંને છે

સમજ અને પ્રેમ
બે વચ્ચે અંતર બારીક સોય જેટલું
સમજને જણે બુધ્ધી, જ્યારે પ્રેમ જણે હ્રદય,
સંવેદનાઓ અને લાગણીઓનાં સંમિશ્રણો થી

આપણે એક મેકને માણીયે પ્રેમ થી
ને સમજીયે સમજ્થી તો
આપણું નાનકડું આકાશ ભરાઈ જાય
ઝગમગતા તારાઓનાં સુખથી

પણ સખી જો ને ભુલ આપણે કેવી કરી?
માણવા જઈએ છે સમજ થી
અને સમજવા જઈએ છે પ્રેમથી
અને તેથી તો છવાય છે ગેરસમજનાં કાળા ડીબાંગ વાદળો

ચાલ ને સખી બદલીયે સમજ અને પ્રેમ નું ગણીત..

Advertisements
 1. pragnaju
  ઓક્ટોબર 10, 2010 પર 3:10 એ એમ (am)

  પણ સખી જો ને ભુલ આપણે કેવી કરી?
  માણવા જઈએ છે સમજ થી
  અને સમજવા જઈએ છે પ્રેમથી
  અને તેથી તો છવાય છે ગેરસમજનાં કાળા ડીબાંગ વાદળો

  ચાલ ને સખી બદલીયે સમજ અને પ્રેમ નું ગણીત..
  સુંદર

 2. ઓક્ટોબર 11, 2010 પર 5:55 એ એમ (am)

  You need two hands to clap!
  Otherwise it is back to the drawing board.

 3. જાન્યુઆરી 18, 2011 પર 4:01 એ એમ (am)

  પણ સખી જો ને ભુલ આપણે કેવી કરી?
  માણવા જઈએ છે સમજ થી
  અને સમજવા જઈએ છે પ્રેમથી
  અને તેથી તો છવાય છે ગેરસમજનાં કાળા ડીબાંગ વાદળો

  ચાલ ને સખી બદલીયે સમજ અને પ્રેમ નું ગણીત…….. very nice….. So very well said ! My warm regards to you.

 4. સપ્ટેમ્બર 25, 2011 પર 7:34 પી એમ(pm)

  પ્રેમને બુધ્ધિથી માપવા જઇએ ત્યારે જ ગેરસમજ ઉભી થાય. સત્ય સરસ રીતે રજુ કર્યું.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: