ઝંખના



આજે મારૂં જીવન
એક એવા વણાંકે ઊભેલું…
એક તરફ ભરપૂર ભૌતિક સમૃધ્ધિ
ધન દૌલત અને સિધ્ધિ – પ્રસિધ્ધિ
અને
બીજી તરફ છે મારી કવિતા
જેમાં છે મારી સંવેદનાનો સાદ
મારી આંતર ઝંખનાઓનો નાદ
મારા અનુપમ સુખનો અહેસાસ

બે માર્ગ રહ્યા મારી સમીપે
એક તરફ છે સુખોની અક્ષૌહણી સેના
બીજી તરફ છે અર્જુન સખા શ્રી કૃષ્ણ

હ્રદયે વસ્યુ નામ ગીતા ગાયક અર્જુન સારથી
તેથી તો નથી મેળ લેતા મુજ તત્વો વિશ્વ થી
છૂટે મોહ  વિશ્વના ને મળે ઉડ્ડ્યનો મોક્ષ માર્ગનાં અનેરાં.

  1. pragnaju
    October 8, 2010 at 1:45 pm

    બીજી તરફ છે મારી કવિતા
    જેમાં છે મારી સંવેદનાનો સાદ
    મારી આંતર ઝંખનાઓનો નાદ
    મારા અનુપમ સુખનો અહેસાસ
    બુધ્ધિ સારથી કૃષ્ણ જગદગુરુ છે.જ્યારે ગુરુ તમારી પાસે કંઈક માગે ત્યારે એમ સમજજો કે હવે નિર્વાણનો સમય પાકી ગયો છે; નિર્વાણ તમારી મુઠ્ઠી માં આવી ગયું છે.
    ગુરુ – કૃષ્ણ – ચાર વસ્તું માગે છે.
    મન માગે છે.ગુરુ આપણા મલિન મનને માગે છે. કારણ કે ગુરુ પાસે એવી શક્તિ છે કે તે આપણા મલિન મનને સ્વચ્છ કરી; પવિત્ર બનાવી આપણને પાછુ આપે છે. ગુરુ જ આપણું મન છે. મન ગુરુ પાસે રહે તો તે ફિક્ષ ડિપોઝીટમાં મુકેલ નાણાની માફક એકદમ સુરક્ષિત રહે છે. ગુરુ મનને દુરસ્ત કરનાર કારીગર છે.ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
    ગુરુ બીજી માગણીમાં આપણને તેના ભક્ત બનવાનું કહે છે. પૂજ્ય મધુસુદન સરસ્વતી મહારાજ ભક્તિની વ્યાખ્યા કરતાં કહે છે કે જ્યારે આપણું ચિત દ્રવિત થઈ જાય અને એક ધારા બની વિશેષ પ્રેમ સાથે કોઈની સ્થિતિને જોવાનું શરુ કરે તો તે ભક્તિ છે.
    ભગવાન શ્રી કૃષ્ણ સર્વ ધર્મ પરિતાજ્ય… કહે છે. તો એવો પ્રશ્ન પેદા થાય કે જો ધર્મ છોડવાનો જ હોય તો તેને પકડવાનો શું કામ ?કોઈ પણ વસ્તુને છોડવા માટે તે વસ્તુને પહેલાં પકડવી પડે. કોઈ વસ્તુને પકડ્યા વિના કેવી રીતે છોડાય ? વસ્તુ પકડ્યા પછી તે રસહીન લાગતાં તેને છોડી શકાય. આમ થાય તો જ છોડવાની વૃત્તિ પેદા થાય. છોડવાની વસ્તુને જાણ્યા પછી જ છોડાય. આવું જ ધર્મને છોડવાનું છે.
    ગુરુની ત્રીજી માગણી તેમના માટે કાર્ય કરવાની છે. ગુરુ કહે છે કે તું મારા માટે કાર્ય કર. બીજાનું ભલું કરવું એ ગુરુનું કાર્ય છે. એટલે આપણે બીજાનું ભલું કરીએ તે ગુરુનું કાર્ય કરવા સમાન છે.
    ગુરુને પ્રણામ કર; ગુરુને નમસ્કાર કર.
    પહેલી માગણી ગુરુને મન આપવા માટેની છે જેને મનસ્કાર કહેવાય અને ચોથી માગણી નમસ્કાર કરવાની છે. આમ મનસ્કારથી નમસ્કારની યાત્રા ગુરુ પૂર્ણિમાની ગુરુ વંદના છે.નમન એટલે ન મન. મનથી મુક્તિ એટલે નમન.

    બુધ્ધિ ભૂમિ છે અને વિચાર હળ છે. જનક રાજા બુધ્ધિ રુપી ભૂમિમાં વિચાર રુપી હળ ચલાવે છે તેથી તેના પરિણામ સ્વરુપ જાનકી – શાંતિ પેદા થાય છે.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: