Home > અન્ય બ્લોગ ઉપરથી ગમે, Received Email > મારા બા- પન્ના નાયક

મારા બા- પન્ના નાયક


નાની હતી ત્યારે
મારા બા
મારા વાળ ઓળતા
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાઠી વાળીને બેસાડતા
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા.
કાંસકાથી ગુંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતા
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઇ
રંગીન રીબન
કે
ચાંદીના ઘૂઘરિયાળા ફુમતાથી શોભાવતા

વાળ ઓળાઇ જાય
એટલે
મને એમની સામે બેસાડતા
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયાં છે કે નહીં !
મને પૂછતા :
ગમ્યા ને ? .
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વ્હાલના આવેશમાં
આવી જઇ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતા
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.

આજે
મારા વાલ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે.
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા…
બાનો હાથ…

પન્ના નાયક
—————————–
ગયા વર્ષે પન્નાઆંટી અહીં Bay Area માં હતા, ત્યારે સ્વયં એમની પાસે આ કવિતા સાંભળી છે..

અને ત્યારે ખરેખર મમ્મી, મમ્મીએ વર્ષો સુધી ઓળી આપેલા વાળ,

કલ્યાણી સ્કૂલમાં નાખવી પડતી લાલ રિબન, મમ્મીએ ઘરે ઉકાળેલું બ્રાહ્મી-ભાંગરો નાખેલું તેલ..

કેટકેટલું એક સાથે યાદ આવી ગયેલું..!!

yogesh.chaudhary@stergel.com     10-9-10

http://vmbhonde.wordpress.com/2010/09/13/મારા-બા/

 1. September 30, 2010 at 1:20 pm

  Memories of things, events, long gone; bring back the much cherished thoughts and pictures into a temporary very volatile focus which enables our otherwise dry lives to become more interesting and the burdens, bearable.
  These are shots of adrenaline which keep the heart pumping with thoughts of what could have been, compared to what is or for that matter, what would be.

 2. October 3, 2010 at 5:41 am

  સરસ કાવ્ય પન્નાબેનનું અને સાચું કહુ તો આ ફક્ત પન્ના નામની નાની દીકરીની વાત નથી..આ પન્ના સપના નિલા મધુ જયશ્રી અને બીજી ઘણી દીકરીઓની વાત છે વાળ સુકાં છે ક્યાં છે બ્રાહ્મિના તેલની શીશી અને વ્હાલા હાથ?
  સપના

 3. Harnish Jani
  October 8, 2010 at 5:38 pm

  તમે છોકરીઓની વાત કરો છો?
  મારી બા તો તેના રાજકુમાર જેવા દીકરાના માથામાં સેંથો પાડતી અને તેનો દાંતિયો એવો તે ઘસતી કે આંખમાં પાણી આવી જાય-અને હા,મારું ડાચું એટલા જોરથી પકડતી -કે મોં લાલ લાલ થઇ જાય. મને થતું કે ક્યારે મોટા થઇ જઇએ અને જાતે માથું હોળીએ. હા ,પછી તે બોલતી-“જો તું કેવો રૂપાળો લાગે છે-જાણે રાજાનો કુંવર.”
  અને પછી મારા ગાલે બકી ભરતી-ત્યારે મને ધુપેલની વાસ આવતી-જે આજે પણ મારા શ્વાસમાં છે.

  ધન્યવાદ પન્નાજી-સુંદર રચના બદલ.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: