મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

સપ્ટેમ્બર 29, 2010 Leave a comment Go to comments

આજે કવિ શ્રી ઉશનસ્ નાં જન્મદિવસે આપણે માણીએ એમનું એક ખૂબ જ બોલકું સૉનેટ…

 કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

(વસંતતિલકા સૉનેટ)

એ પ્રેમને શું કરવો, નવ પીગળે જે;
ને ના વહે દશદિશે થઈને પ્રવાહ ?
ના કોઈની પણ ફળાવી શકે જ આહ,
એવો અહં શું કરવો, નવ ઓગળે જે ?

એ પ્રેમનું શું કરવું, નિજમાં જ જે રહે,
ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ?
આટાટલાં અસુખથી જગના ન લાજે ?
એ બુંદને શું કરું જે પ્રસરે ન, ના વહે ?

એ પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે
ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
ના જે સહે ધીરજપૂર્વક રહૈ અબોલી
સૌ દુઃખ વિશ્વભરનાં ઊંચકી શિરે જે ?

જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
તો અગ્નિ તે, નિજમહીં ખુદને જ બાળતો.

-ઉશનસ્

(સૌજન્ય: લયસ્તરો)

દીવાની જ્યોતમાં રહેલો અગ્નિ જ્યારે અંધારાને અજવાળે છે ત્યારે જ એનું અસ્તિત્વ સાર્થક થાય છે. એવી જ રીતે જો પ્રેમ અંગતતાથી વધીને

 અન્ય સુધી કે જગત સુધી ન પ્રસરે, તો એ પ્રેમ જ શું કામનો ?

http://urmisaagar.com/saagar/?p=4996

Advertisements
 1. સપ્ટેમ્બર 29, 2010 પર 7:09 પી એમ(pm)

  KHub sunder premni samaj..motebhaage kavio potana kaavyna j banga funkta hoy..
  temane prem jeva mulya ne maate aabhadchhet hoy chhe..!!

 2. સપ્ટેમ્બર 30, 2010 પર 6:12 એ એમ (am)

  An excellent Sonet.
  The poet has indeed tried to show us a level of intellectual and emotional sensitivity possible only through highly advanced perceptive abilities on our part.
  You have aptly congratulated such a gem of a poet.
  I am sure activities are going on some where to appreciate his genius.

 3. pragnaju
  સપ્ટેમ્બર 30, 2010 પર 4:57 પી એમ(pm)

  ખૂબ સ રસ સૉનેટની સહેજે ગંમી જાય તેવી પંક્તીઓ

  એ પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે
  ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
  ના જે સહે ધીરજપૂર્વક રહૈ અબોલી
  સૌ દુઃખ વિશ્વભરનાં ઊંચકી શિરે જે ?

  જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
  તો અગ્નિ તે, નિજમહીં ખુદને જ બાળતો.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: