સમયની સાથે..
સમયને સમયનું કામ કરવા દીધું હોત તો
સમયથી પહેલા સમયને શરણે ન થવું પડ્યું હોત
જીવન તો ભર્યું પડ્યું છે પ્રસંગોના કલરવોથી
પણ સમયનો સાચો સાથ લીધો હોત
અને મનને ધરપતથી બાંધ્યુ હોત તો
કદાચ
આ અકાળે વાળ ઉપર ચાંદી
મને કે તને ઘેરતી ન હોત
પણ ખૈર…!
ન થયુ તો થતું નથી તેથી જે થયું તેનો અફસોસ શું?
હવે થશે શું? ની
ચિંતા જેણે કરી તેને ચિતા મળી
બોલ ચિતા જોઇએ છે?
ના. તો
ચિંતા કરવાનુ છોડી દે.
સમયનું કામ સમયને કરવા દે, કામ તારુ તુ કર શ્રધ્ધાથી.
ધરા પર પડેલ સત્કૃત્યનું બીજ ક્યારેય નિષ્ફળ ગયું છે ખરૂં?
Advertisements
Categories: કવિતા, મારા વિશ્વમાં આપણે
I wish more people would recognise the fact that time and tide wait for none. Time belongs to the lucky few. For most, they missed the gravy train. If they did, and as you say, they didn’t walk with time, then when the recognition comes,one should not mourn the gone, it was never yours and if it can’t be, what’s the regret? Also, if one just makes lemonade from the lime luck gave him, then chinta-worry- does not become his chita-cremation. Further more, it is the satisfaction coming from the action one implemented that counts, not the fruit which is the domain of powers beyond ours. Have a nice day.
ચિંતા કરવાનુ છોડી દે.
સમયનું કામ સમયને કરવા દે, કામ તારુ તુ કર શ્રધ્ધાથી.
A Post with a nice message !
Dr. Chandravadan Mistry (chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Vijaybhai….Inviting YOU & your READERS to Chandrapukar !
યેસ..સમયને સમયનું કામ કરવા દઇએ…એ સિવાય બીજો વિકલ્પ પણ કયાં છે માનવી પાસે ?
અને સમય ઘાવ આપે છે તો ભરે છે પણ એ જ..પણ પોતાના સમયે…