મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received E mail > માણસાઈ ના ફૂલ -ડો દિનેશભાઇ ઓ શાહ

માણસાઈ ના ફૂલ -ડો દિનેશભાઇ ઓ શાહ

સપ્ટેમ્બર 21, 2010 Leave a comment Go to comments


 
      એક હતી ગજરી દુધવાળી ‘કાળી’ નામે એની ભેસ
       દુધ દેતી ગાગર ભરી ના રાખે આંચળમાં લેશ 
       કાળી ભમ્મર આખો એની જાણે આંજી આંખે મેશ
       એકમેકના  સહારે જીવતા  ગજરી ને એની ભેસ 
 
       કાળી બનતી માડી એની નાનીશી એક  પાડી
       દૂધ ઘી ની નદીઓ વહેતી ફૂલીફાલી એક વાડી
       એક દિ માંદી પડી કશું ના  ખાઈ શકી એ કાળી
       ત્રણ દાડામાં પ્રાણ છોડ્યો ખુબ રુવે ગજરી ને પાડી
 
       આઠ વરસ સાથે ગાળ્યા  જાણે કોઈ બાળકને માડી
        ભાભરતી ચીસો થી શોધે પાડી સ્વર્ગે ગયેલી માડી
        ત્રણ દિન  ના ખાઈ શક્યા કંઈ ગજરી કે આ પાડી
        માણસાઈ ના ફૂલો જોયા મેં છાણના  ઢગલા માહી  !
                 
       દિનેશ ઓ શાહ , ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટી, નડીયાદ, ગુજરાત, ભારત

પ્રજ્ઞાબેન વ્યાસ નો પ્રતિભાવ

અમે નાના અને અમારા હાથમાં લાકડી મોટી, ભેંસ આગળ અને અમે પાછળ-પાછળ ત્યારે લાકડી તો એક ટેકો હતો અને ભેંસ જાણે ભગવાન !!એની પાછળ પાછળ ચાલવામાં ક્યાંય વાંધો નહોતો આવતો. એ ભેંસ સાંજે દૂધ આપતી, પેટમાં પહોંચતું. ભેંસ ત્યારે ભગવાન નહિ તો બીજું શું?  ભેંસની આંખોમાં અમને ભગવાન દેખાતા  અને હંમણા જ માણેલા સમાચાર

કડી તાલુકાના કરજીસણ ગામમાં મઘ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા એક પટેલ ખેડૂત પરિવાર દ્વારા અનોખા પ્રસંગની ઊજવણી કરાઈ હતી. જેમાં આખુંય ગામ જોડાયું હતું. છેલ્લા બે દાયકાથી આ પરિવારમાં સદસ્ય બની ગયેલી કવિતા નામની ભેંસ દ્વારા થતી દૂધની કમાણીનું ઋણ અદા કરવા તેના માલિકે આ મુંગા પશુધનનું જીવતું જગતીયું કરી આખા ગામનો જમણવાર કર્યોહતો. ઉપરાંત સ્વામીનારાયણ ટ્રસ્ટમાં આ અવસર નિમિત્તની રોકડ રકમ દાનમાં આપી અનોખો માનવીય અભિગમ અપનાવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં અલગ અલગ સમાજોમાં માતા-પિતાનું ઋણ અદા કરવા જીવંતચર્યા (જીવતાજગતીયું)ની પરંપરા પ્રચતીલ છે પરંતુ કડીના કરજીસણ ગામે મુંગા પશુધનનું ઋણ અદા કરવા કવિતા નામની ભેંસના જીવતા જગતીયાનો પ્રસંગ કદાચ સમગ્ર રાજ્યમાં પહેલો વહેલો
હશે. અહીં મંગળવારના રોજ ઉજવાયેલા આ અવસરમાં આખુંય ગામ જોડાયું હતું.

ગામના રતીભાઈ પટેલેને ત્યાં ૧૯૮૬ના રોજ પાડીનો જન્મ થયો હતો, જેનું નામ તેઓએ કવિતા રાખ્યું હતું. શરૂઆતમાં સાતથી આઠ લીટર દૂધ આપતી કવિતા સમય જતાં બાર લીટરથી વધુ દૂધ આપવાનું શરૂ કર્યું હતું. આમ રતીભાઈ સમય જતાં આર્થિક રીતે મજબૂત બન્યા હતા. ગરીબ પરિસ્થિતીમાં પુત્રની ગરજ સારતી કવિતા રતીભાઈના આંખનું રતન હતું. તેની બિમારી તેમજ સમસ્યાઓ વરચે તેઓ હરહંમેશા વ્યથિત બની જતા હતા. જોકે, બે દાયકાથી પરિવાર સાથે જોડાયેલી આ કવિતા નામની ભેંસ હવે વૃદ્ધાવસ્થાને આરે આવી પહોંચી છે ત્યારે રતીભાઈને પોતાને પગભર કરનાર પ્રિય ભેંસનું જીવતરીયું કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર તેમણે પરિવારના સભ્યો સમક્ષ વ્યકત કરતા તેઓએ પણ ખુશી સાથે સંમતિ આપી હતી. આમ મંગળવારના રોજ આ પરિવારે ભેંસના જીવતા જગતીયાનો અવસર ઊજવ્યો હતો.

કરજીસણના આ ખેડૂત પટેલ પરિવારે કવિતાનું ઋણ અદા કરવાના એક માત્ર આશય સાથે સમગ્ર ગામનું જમણ કર્યું હતું તેમજ તેમજ સ્વામિનારાયણ ટ્રસ્ટમાં રૂ. સાત હજારનું દાન કર્યું હતું. આ ઊજમણામાં ગ્રામજનો અને સ્નેહીજનોને રતીભાઈએ ભાવવિભોર બની જઈ જણાવ્યું હતું કે, આર્થિક ભીડ વરચે કમાઉ પુત્રની જેમ પડખે ઊભી રહી પરિવારને તારનાર વ્હાલસોઈ ભેંસ કવિતાનું ઋણ અદા કરવાના એક માત્ર આશયથી તેનું જીવતરીયું કર્યું છે. કવિતા માત્ર ભેંસ નહીં પરંતુ અમારા પરિવારનો એક સભ્ય છે. અમારા સુખ દુ:ખમાં હંમેશા તે ભાગીદાર રહી છે.

Advertisements
 1. Fulvati Shah
  સપ્ટેમ્બર 22, 2010 પર 5:27 એ એમ (am)

  Dear Dinesh
  Very nice poem.
  Fulvati

 2. Padmaben & Kanubhai Shah
  સપ્ટેમ્બર 23, 2010 પર 5:13 પી એમ(pm)

  ચિ. ભાઈ દિનેશ, તારી કવિતામાં ગજરી અને કાળી ભેંશના સ્વાસોસ્વાશના સુર સંભળાય છે. ઘણી ભાવ વાહી કવિતા છે. તને હાર્દિક અભિનંદન.
  મોટીબેન અને જીજાજીના આશિષ.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: