મુખ્ય પૃષ્ઠ
> મારા વિશ્વમાં આપણે > સો વાતનો સાર
સો વાતનો સાર
સત્કાર્યનું બીજ ફળદ્રુપ ધરામાં
ફુલે અને ફળે જ
વનવાસ નો અંત જ્યારે થશે
ત્યારે ન્યાયપ્રિય પ્રજાને મળશે રામ રાજ્ય
બનવાકાળ બનતું આવ્યું છે બધું જ
ફક્ત કુંતી રડે છે કર્ણ ને ખોઇને
ને કૈકેયી રડે છે દસરથને ખોઇને
મહાભારત બન્યું શાંત થી અશાંત
રામાયણ બન્યું અશાંત થી શાંત
બંને કાળનો ગાયક હતો સમય
જેણે હરાવ્યા દુર્યોધન અને રાવણ ને
જેણે જીતાડ્યા પાંડવો અને રામને
પણ છતાંય બધું જ અધુરુ
અને તેથી તો
યુધિષ્ઠીરે લીધો હિમાલયનો માર્ગ
રામને કરવો પડ્યો સીતાત્યાગ
સમય જ છે સો વાતનો સાર…
બકુ! તેથી ના તું આંસુડા સાર
Advertisements
Categories: મારા વિશ્વમાં આપણે
ટિપ્પણીઓ (0)
Trackbacks (0)
Leave a comment
ટ્રેકબેક
વાંચકોના પ્રતિભાવ