આંસુ સુખનાં..સ્વિકારનાં-વિજય શાહ
એ યુવાની શી યુવાની કે જેમાં કોઇ કથા ના હોય. અનીલ ફોન ઉપર આ કહેતો હતો અને મને સ્મરણ થતું જીગરનું ઉછળતું અને ગાજતું તે કવન. તે કહેતો કે
તુ ભલે આજે જુએ કે ના જુએ સામે મારી
એક દિવસ હસતી હસતી તુ બનીશ મારી.
હા જીગર ખુલ્લે આમ જક્ષાને કહેતો..પણ જક્ષા કહે ચલ હટ! ક્યાં તું? અને ક્યાં હું? ..હું તો ત્યાં વરીશ જ્યાં મારા માબાપ કહેશે..
એક પોળ..એક બસ સ્ટેશન અને એક કોલેજ..એક સમય પણ જીગર ગમે તેટલુ મથે જક્ષાનો એક જ જવાબ..જીગર તુ ભણી ગણીને બારીસ્ટર કેમ નથી થતો પણ જો મારા માબાપ ના કહે ત્યાં તો મારી ના અને ના જ. મિત્રોએ વાત કરી ફુલ મોકલ્યા..કેન્ટીનમાં તેના નામે કેટલાયને નાસ્તો કરાવ્યો.
એ દિવસ પણ આવી ગયો જ્યારે માથે સિંદુર લગાડીને તે અમેરિકા કો’ક ડોક્ટરને વરી જતી રહી. જીગરને હજી આશા હતી કે મને ખબર છે કે તે પાછી આવીને મને વરવાની છે. તેથી તેના માબાપને પણ કહી દીધું કે હું લંડન જઈને ભણીશ. સારો એવો પૈસો કમાઇને આવીશ પછી વિચારીશ…તમે નાનીને વળાવો અને મારી ચિંતા ના કરો. સમય વહેતો જતો હતો..જીગર તુ દિવાનો છે કહીને જક્ષાએ કેટલીયે વાર નન્નો ભણ્યો..પણ જીગર મૈત્રિનાં ગ્રીટીંગ કાર્ડ અને ફોન પર જક્ષાનો સંપર્ક રાખતો.
એક દિવસ જક્ષા આવી..પ વર્ષનો કુણાલ લઈને..છૂટાછેડાનાં વકીલોનાં માનસીક બાણોના માર સાથે ઘવાયેલી અને નંખાયેલી..કૃશ અને હતાશ.
જીગરને ખબર પડી અને ઓસ્ટ્રેલીયાથી આવી પહોંચ્યો..બંને ૩૫નાં હતા.
“જીગર તારા મૈત્રી ભરેલા ગ્રીટીંગ કાર્ડ તેને અંગારાની જેમ દઝાડતા..તને ઘણી ના કહી પણ તુ પાછો જ ના ફર્યો.. જક્ષાની આંખ ચુમતી હતી.
“અને હવે પણ પાછો નથી પડવાનો..જક્ષા તને યાદ છે મેં તને કહ્યું હતું? એક દિવસ હસતી હસતી બનીશ તુ મારી? તે દિવસ આજનો છે”
“પણ હું એક છોકરાની મા..ઘણા બધા મેણાં ટૉણાં અને આક્ષેપોથી ઘેરાયેલી.. તુ મને કેવી રીતે સ્વિકારીશ?’
જીગર કહે “મનથી તો તુ મારી જ્યારે તુ ના ના કરતી હતી ત્યારથી હતીજ..ને જરુર હતી તારા હકારની..બાકી બધુ સમયની ધારામાં વહી જશે..હા તને સંકોચ થતો હોય તો તુ કહીશ ત્યાં સુધી વાટ જોઇશ..તારો કુણાલ પરણી રહે તેટલો મોટૉ થાય ત્યાં સુધી રાહ જોઇશ.”
જક્ષાની આંખમાં થી આંસુ વહી રહ્યા હતા..સુખનાં..સ્વિકારનાં
વાંચકોના પ્રતિભાવ