મુખ્ય પૃષ્ઠ > મારા વિશ્વમાં આપણે > મૃત્યુ-ઊંચો વ્યાજ વટાવ

મૃત્યુ-ઊંચો વ્યાજ વટાવ

સપ્ટેમ્બર 4, 2010 Leave a comment Go to comments

sohagan-ni-jem1

અકાળે સ્વજન નું મત્યુ
એટલે આવી પડેલા દુઃખનો ભારેખમ પહાડ

ઘણાં કાર્યો અધુરાં છોડ્યા હશે
ઘણાં સ્વપ્નો રસ્તામાં રોળાયાં હશે
પણ મૃત્યુનો ન્યાય એ..તો
એને સ્વીકારવો એ ડહાપણનું કામ

સંવેદનોનો ઉભરો આવે જ્યારે
મન..હ્રદય વહેરાય ત્યારે
ઊંચક્યો ન ઊંચકાય દુઃખનો ભાર
પરંતુ મૃત્યુનો એ ન્યાય.. ન રોકાય..ન પડકારાય

સ્વજ્નનાં મૃત્યુની પીડાનાં આંસુ
સ્વજનને પરલોકે વિઘ્ન બનીને પીડે
પ્રભુ પ્યારાની પ્રભુદ્વારે વધુ જરૂર
માની હલકું કરીને મનનું દુઃખ.

મૃત્યુ એ તો સંવેદનાઓનો ઊંચો વ્યાજ વટાવ
વ્યાજ સાથે મૂડી ગયાનો ભાવ
કોઇને ન ગમે એવો દુઃખનો દરિયો
એને સમતાથી તરીયે

જનારાના અધૂરા કામ પૂરા કરીને
એના સદગુણોની સ્મરણાંજલી ભરીને
એને દઈએ સાચી શ્રધ્ધાંજલી
એ જ તો છે સાચો વ્યાજ વટાવ
સા…ચો…વ્યાજ વટાવ.

Advertisements
 1. સપ્ટેમ્બર 5, 2010 પર 3:51 પી એમ(pm)

  વિજયભાઈ, મૃત્યુ વિશેના આપના અદભૂત વિચારો મને ગમ્યા. મારી લાગણી મને પૂછી રહી છે, ખરેખર કોનું મૃત્યુ? દેહ્તો નાશવંત છે. એને અહીં જ છોડવાનો, એ અમીટ સત્ય જન્મતાની સાથે જ આવે છે.’ જીન્દગી કા દૂસરા નામ હૈ આરામસે મરનેકા.’
  આનો અર્થ એવો નથી કે એનો રંજ નથી થતો, સ્વજનની ખોટ વર્તમાન જન્મમાં તો કદી ન પૂરાય તેવી. હોય છે. સાથેસાથે આ સત્યને પણ મનથી સ્વીકાર્યે જ છૂટકો. ત્યારે જ મનને મક્કમ કરી શકાય. મૃત્યુને ઊંચા વ્યાજ વટાવ સાથે સરખાવવાની કળા પણ કઈંક આવું જ કહી જાય છેને?સ્વજનના સદગુણોની સ્મરણાંજલિ એજ સાચી છે.
  સહ્ર્દયી આત્મા ઉષા.

 2. gdesai
  સપ્ટેમ્બર 7, 2010 પર 12:19 એ એમ (am)

  મૃત્યુ તો છે કરામત કાળની
  કદી પણ તે ન અકાળે આવે
  જો ન રહે ચાનક મૃત્યુ ઉપર
  તો તે જરુર અચાનક લાગે

 3. સપ્ટેમ્બર 7, 2010 પર 1:07 પી એમ(pm)

  મૃત્યુ એટલે સત્યમ્, શિવમ સુંદરમ…
  જીવનનું એકમાત્ર સત્ય….
  પણ અકાળે..સમયથી પહેલા જયારે એ ઘડી આવી પહોંચે ને કોઇને છિનવી જાય ત્યારે મન અસ્વસ્થ બને જ..ગમે તેટલી સમજણ પછી પણ….અને એ સ્વાભાવિક પણ નથી ?
  જોકે અકાળે…એ આપણા માટે હોઇ શકે..ઇશ્વર માટે નહીં..દરેક પોતાની આવરદા લખાવીને જ આવે છે ને ? ખબર નહીં…
  ગમે કે ન ગમે..જીવનના આ પરમ સત્યને સ્વીકારવાનું તો છે જ..તો પછી સારી રીતે કેમ નહીં ?આમ પણ સમય ભલભલા ઘા રૂઝાવવા સમર્થ છે જ…

 4. sneha
  સપ્ટેમ્બર 7, 2010 પર 4:20 પી એમ(pm)

  be aansu chalse comment rupe…dekhase to nahi kadach ahi e..pan vijaybhai..feel kari lejo…

 5. સપ્ટેમ્બર 7, 2010 પર 7:09 પી એમ(pm)

  વિજયભાઈ,
  આવકાર બદલ ખૂબખૂબ આપનો આભાર. આ…ભાર. ભાર શબ્દપર ભાર ફરીફરીને મૂકું છું. આપણે સૌએ મૃત્યુ શબ્દને ભારેખમ બનાવી દીધો છે. એક શેર શેર(share) કરવાનું મન થાય છે. “કૌન રોતા હૈ, જાને વાલોંકે ખાતિર, સબકો અપની અપની બાતપે રોના આતા હૈ.” “બળતી ચિતા જોઈને કોઈ ચિતા પર ચઢતું નથી, ચિતાને તો શું કોઈ રાખનેય અડ્તું નથી..”

  મૃત્યુને ઘણાએ નજીકથી જોયું છે, અને તેનો અહેસાસ મેં પણ અનુભવેલો છે, અને તે વખતની મનોસ્થિતિ કંઈ ન્યારી જ થઈ હતી.. ખેર, હું આપનાથી અપરિચિત છું, છતાંય મને મોકો મળ્યો તે બદલ આપનો અને પ્રભુનો આભાર વ્યક્ત કરું છું.

  છેલ્લે એટલું કહેતી જાઉં છું, કે “આયી થી અપની મંઝિલકો તય કરને અકેલી, મગર સાથ મિલા જો અપનોંકા તો મૈં કુછ દેરકે લીયે ઠહર ગઈ, એક કે બાદ એક જુડતે ગયે તો કારવાં બનતા ગયા,ઔર સાથ પાકર સાથમેં ચલ દીયે તો મંઝિલ આસાન બન ગઈ. અબ મૌત ભી અગર આગઈ તો કોઈ ગમ નહીં હૈ યારોં, પરમાત્મા હરેકકે સાથ હમેંશાસે હૈ હી હૈ.”

  એક આત્મા ઉષા.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: