Home > નિવૃત્તિ ની પ્રવૃત્, માહિતી > સીનીયર સીટીઝન એસોસીયેશનમાં હ્યુસ્ટન ખાતે વ્યાખ્યાન

સીનીયર સીટીઝન એસોસીયેશનમાં હ્યુસ્ટન ખાતે વ્યાખ્યાન


આજની બપોર સીનીયર સીટીઝન એસોસીયેશનમાં હ્યુસ્ટન ના ૧૬૩ સીનીયર સીટીઝન સાથે કાઢી. આ પ્રવૃત્તિમાં હું કદાચ પહેલો એવો વક્તા હતો કે જેણે પોતાની ઉંમર કરતા વધુ મોટી ઉંમરનાં શ્રોતાઓ સાથે તેઓ જે જાણે છે તેને વિશે જ વાત કરવાની હતી.

સીનીયર સીટીઝન એસોસીયેશન હ્યુસ્ટન ના પ્રમુખ પ્રફુલ્લ ભાઇ ગાંધી સ્મૃતિ ચિન્હ આપતા

 સામન્ય રીતે હું જ્યારે મારે વક્તવ્ય આપવાનુ હોય ત્યારે બે પાવર પોઈંટ બનાવતો હોઉ છું. સમયની અનુકુળતા પ્રમાણે નાનુ અને મોટુ એમ બે પ્રેઝન્ટેશન આપતો હોઉ છું.  આ બંને પ્રેઝંટેશન અત્રે આપ્યા છે

nivruttini pravruttinu panchamrut 

VanPrasthashram Final (2)

આજે મને સીનીયર સીટીઝન હ્યુસ્ટ્ન ના પ્રમુખ શ્રી પ્રફુલ્લ ગાંધીએ સમય વધારે આપ્યો તેથી જે પ્રવચન મેં ” ચાલો ગુજરાત” ૨૦૦૮ માં આપ્યુ હતુ તે વાનપ્રસ્થાશ્રમનાં દ્વારેથી શરુ કર્યુ.

આમ તો મોરારીબાપુ દ્વાર વિમોચીત થયેલા પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” વિશે લોકો ને જાણવામાં રસ હતો…અને મારે માટે તે કઠીન કામ હતુ કે હું કેવી રીતે કહું કે મારુ પુસ્તક તમને સફળ માર્ગદર્શીકાને જેમ કામ લાગશે. પણ આ પુસ્તકનો માનસિક જન્મ મુ. હરિકૃષ્ણ મજમુદાર સાથે વાતો વાતોમાં જન્મ્યો હતો જેને સૈધ્ધાંતિક રીતે સર્જન ના આશિષ તેમણે મને બેલન પાર્કનાં તે હોલમાં આપેલા. તેથી મારી વાતની શરુઆત ત્યાંથી થઈ…..

આ જગ્યામાં તમારા પુસ્તક વિશે તમે વ્યાખ્યાન આપો તેવો આગ્રહ પ્રવિણાબેન કડકીયા અને મુકેશભાઇ શાહ નો હતો. પ્રફુલ્લભાઇ ગાંધી સાથે સંપર્ક તો હતો. અને મને આશા છેકે મને સાંભળતા તે ૧૬૩ x  ૨= ૩૨૬ કાનોને મેં તેમના વિચારો જો નકારાત્મક છે તો બદલી ને હકારાત્મક કર્યા છે અને જેમના હકારત્મક છે તેમના દ્રષ્ટીબીંદુને જીવન લક્ષી બનાવ્યા છે. અને તેનો સંતોષ વ્યાખ્યાન દરમ્યાન શ્રોતાગણનાં પ્રતિભાવો થી અને તે પુસ્તક વિશે આવેલી માંગણીથી સમજાય છે.  મારી વાતો અને વાર્તાઓ શ્રોતાઓને ગમી. મારી વાતોનો ટુંક સાર અત્રે આપ્યો છે. અને અમારુ પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” તો આવી વાતો થી ભરપુર હોવાના કારણે સંતાનો તરફથી વારે તહેવારે આપાતી ભેટ તરીકે સ્વિકૃત થયેલ છે.

 • હકારાત્મક અભિગમો સુખ આપે છે !
 • ઉણોદરી રહો. દરેક રોગોનું મુળ છે પેટ.
 • ખૂબ પાણી પીઓ.
 • જમતા અને જમ્યા પછી હુંફાળુ પાણી પીઓ કે ગરમ ચા/કોફી પીઓ
 • રોજનું બે માઇલ ચાલો.ચાલતા પગો સ્નાયુ મજબુત બનાવે ઉંઘ લાવે અને મધુપ્રમેહને ભગાડે.
 • ખુલ્લા મનથી હસો અને બીજાને પણ હસાવો… કારણ? રડતો માણસ કાયમ એકલો જ પડી જશે, જ્યારે હસતાની સાથે આખી દુનિયા હસી ઉઠશે…
 • ત્રેવડ એ ત્રીજો ભાઇ છે તેથી તમારા નાણાકીય રોકાણો તમારી ઉંમર જેટલા ટકા આવકો પેદા કરતા રોકાણો જેવા કે બોંડ ડીબેંચરો માં રાખો.
 • સારા નાણાકીય સલાહકારની મદદ લઇ એસ્ટેટ પ્લાનીંગ તથા પૌત્ર- પૌત્રી માટે એજ્યુકેશન પ્લાનીંગ કરાવો.
 • સારા ટેક્ષ સલાહકારની મદદ લઇ યોગ્ય ટેક્ષ પ્લાનીંગ કરાવો. તમે વીલ કે લીવીંગ ટ્રસ્ટ કરાવ્યું? તેનું પુન: અવલોકન કરાવ્યું? સારા કાયદાકીય નિષ્ણાંતને જરૂર સાથે રાખો

Nivruti ni Pravruti Pamphlet

 

Advertisements
 1. chandravadan
  August 30, 2010 at 12:57 pm

  Nice Post !
  Vijaybhai, it was nice of you to speak & inform the SENIOR Citizens of Houston & give the useful INFO .
  Wishing you all the BEST always !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting AL to my Blog CHANDRAPUKAR for HEALTH Posts & other Posts !

 2. Vijay Shah
  August 30, 2010 at 2:34 pm

  Special Thanks for our sahitya Sarita members Navin Banker,Ashok Patel, Pravina kadakia and Devikaben dhruv for the support

 3. August 30, 2010 at 2:56 pm

  Nice post I think your are on lest side who receiving Award.
  માણસે કદી નિવૃત્ત ન થવું પણ નિરવ્રુત્ત અવશ્ય થવું પછી જે પ્રવ્રુત્તિ થશે તે જુદી જ લેખાશે. સૂરય ઉગે છે પણ કેટલો આપ્યો કે કે ટલાના જીવન અજવાળ્યા તેના લેખજોખા નથી કરતો..તે નથી જાણતો તે શું કરે છે.

 4. sanjay v shah
  September 1, 2010 at 11:58 am

  પ્રિય મિત્રો,

  ગુજરાતી સાહિત્યનો ખૂબ જ સુંદર ખજાનો માણવા મારા મિત્ર, લેખક, પત્રકાર, કવિ અને દિગ્દર્શક સંજય વિ. શાહના અદભૂત બ્લોગ http://egujarati.comની મુલાકાત લેશો. ફિલ્મ રિવ્યુઝ, રણાકાર, સુવિચાર, બોલિવુડના લેખ અને ઇન્ટરવ્યુ, કવિતાઓ, ગીત, ગઝલ સહિત ઘણું બધું આપ ત્યાં માણી શકશો. આભાર.

  અક્ષાંશ કુમાર (એક્ટર)

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: