મુખ્ય પૃષ્ઠ > કવિતા, વા ઘંટડીઓ > કવિ કાલીદાસ હું

કવિ કાલીદાસ હું

ઓગસ્ટ 13, 2010 Leave a comment Go to comments

પ્રેમ લાગણી અને ફરજો ના મોટા ભાષણો આપુ,
બે મોઢાની વાતો મારી, હું જે વિચારુ તે જ સાચુ.

બધાજ મને સમજે, મારું કહ્યું કરે તેવો આગ્રહ રાખુ.
પણ તે બધુ ક્યારેક મારે કરવુ પડે તે ન હું જાણું

સૌ એ મારા કહ્યા મુજબ કરવુ તેજ એક કથન મારુ
રાજ્ય એક ચક્રી ચલાવુ, હું જે વિચારુ તેજ સાચુ

પરસ્પરનાં વિચારોનું સન્માન તે વાત હું ના માનુ
કવિ કાલીદાસ હું, બેઠો જે ડાળે તે ડાળ જ હું કાપુ

Advertisements
 1. sneha
  ઓગસ્ટ 14, 2010 પર 4:30 એ એમ (am)

  પ્રેમ લાગણી અને ફરજો ના મોટા ભાષણો આપુ,
  બે મોઢાની વાતો મારી, હું જે વિચારુ તે જ સાચુ.

  very true…badhe aavu j hoy che lagbhag vijaybhai….

 2. chandravadan
  નવેમ્બર 27, 2010 પર 6:17 એ એમ (am)

  Vijaybhai,
  Nice Post….Nice Rachana !
  Humans often do “want is not desired of him “.
  This reminded me of my KAVYA as below>>>>

  નથી હું કવિ, નથી હું કાલિદાસ

  નથી હું કવિ, નથી હું કાલિદાસ,

  બસ, લખું છુ, અને, જરૂર હું પ્રભુનો દાસ !…(ટેક)

  શબ્દો ચુંટ્યા મેં ગુજરાતી ભાષાના બાગમાંથી,

  નથી માળી હું, કરી ભુલો અનેક અજ્ઞાનતાથી,

  નથી હું કવિ…. (૧)

  શબ્દો લખ્યા, કિંન્તુ વાક્ય રચનાની આવડત હતી ક્યાં ?

  શબ્દે શબ્દે ભુલો, તો બરાબર વાક્ય બન્યુ કહેવાય ના !

  નથી હું કવિ…. (૨)

  છતાં, કંઈક લખ્યુ, અને, ફરી લખતો રહું હું,

  અરે ! જાણે, કંઈક પ્રભુ પ્રેરણાનો કેદી બન્યો હું,

  નથી હું કવિ… (૩)

  આવા લખાણને “કાવ્ય નથી” કહી લોક ટીકા કરે,

  ખરેખર ! કાવ્ય નથી એ જ સત્ય એવું ચંદ્ર સહુને કહે,

  નથી હું કવિ…. (૪)

  હવે, ભુલ ભરેલ લખાણ સ્વરૂપે ચંદ્ર કંઈક લખતો રહે,

  જેમાં, ભાવનાઓ એના હ્રદયની પીરસી, પ્રભુભજન કરતો રહે !

  નથી હું કવિ…. (૫)

  કાવ્ય રચના:

  તારીખ: મે ૩૦, ૨૦૦૧ ડો.ચંદ્રવદન
  The LINK to read that KAVYA and OTHERS on Chandrapukar is>>>>
  http://chandrapukar.wordpress.com/kavyo-etc/
  Readers are invited to my Blog !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar.wordpress.com
  Hope to see YOU..Vijaybhai & ALl the Readers of your Blog !

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: