મુખ્ય પૃષ્ઠ > કાવ્ય રસાસ્વાદ > ફરી મૄત્યું – કીર્તિદા પરીખ

ફરી મૄત્યું – કીર્તિદા પરીખ

ઓગસ્ટ 12, 2010 Leave a comment Go to comments

ફરી પાછું મૃત્યું આવી પડ્યું
સગાઓની વચ્ચે ખૂણામાં અટ્વાઈ મહોરું મારું પડ્યું !!!!
છલકાતી આખોંમાં સ્વપ્ન ખરી પડ્યું !!!
ઊધડેલાં લોચનમાં નિસાસો સરી પડ્યોં
હું એજ પાત્રમાં જ્યાં હતો ત્યાં જ છું
ટોળાની રસ્મમાં શ્વાસ મારો અટકી ગયો
અણગમો હરપળ હતો સુનહરી યાદો બની વિટળાઈ વળ્યોં
મારો નિસાસો ક્ષણ બની !!!
મારું મારું શું હું સાંભળતો રહ્યો
સગાઓના અંતર મનને દુરબીનથી જોતો રહ્યોં
સબંધોના બારણાં ખૂલ્યા બંધ થયા
ઊધડતા પોપડાની રાખ હું ઉડાડતો રહ્યોં !!!
વિખરાયા વાદળ આંશની ભીનાશમાં
એ જોતા દિલ મારું વારંવાર ધડકી ઉઠયું !!
પ્રેમ ધર્મની દિવાલો જમીન થી ઉચ્ચી થઈ
તરસતા હોઠ મારા કહેતા કહેતા રહી ગયાં મૄત્યું મારું આવી  પડ્યું
શરીર મારું વારંવાર ભસ્મ થયું !!!
હું જ્યા છું , ત્યાં જ છું જન્મો જન્મથી
વરંવાર મહોરુ મારું સામે આવીને પડ્યું !
——————————————

(જેનું મૄત્યું થયું છે એ વ્યક્તિનો આત્મા જ્યારે દેહ છોડીને જતો રહે છે ત્યારે  જે શરીર  ને વાચા આવે છે અને એ બોલે છે , શરીર ના અંતિમ શબ્દો કેવા લાગણી સભર હોય છે એ કલ્પના માત્ર છે.)

કીર્તિદા બહેન મૃત્યુ જેવા ગંભીર વિષયનું એક નવું ચિંતન લઇને આવ્યા છે.

મહદ અંશે મૃત્યુ સમયે દરેક રડતો માણસ વણપુરાય તેવી તેમને પડેલી ખોટ્ને રડતો હોય છે. ક્યારેક સબંધો ભાર રુપ હોય તો ચાલો છુટ્યાની હાશ ઉભય પક્ષે હોય કે એક સંગાથ પુરો થયો..એક પ્રકરણ પુરું થયુંની અનુભૂતિ હોય.

 શરીર મારું વારંવાર ભસ્મ થયું !!!
હું જ્યા છું , ત્યાં જ છું જન્મો જન્મથી
વરંવાર મહોરુ મારું સામે આવીને પડ્યું !

અહીંતો આત્માનું ગાન આદીથી અંત અને અંતથી પુનઃ શરુઆતની વાત સુંદર રીતે લઇને આવે છે. આજ પ્રકારે શાંતા માસીનાં મૃત્યુને અંબુકાકા અને તેમના પરિવારે દુઃખનો પ્રસંગ નહીં તેમના નવા જન્મને વધાવતા અને આ જન્મને “આવજો” કહી ઉજવ્યો હતો. અહીં કીર્તિદા બહેન જેમ કલ્પના કરે છે તેમ જો શાંતામાસી પાછુ વળીને જોતા હોય તો સદગત પ્રસન્ન વદને સબંધનાં ખોલબંધ થયેલા બારણાનો અફસોસ સાથે લઇ ને નાજાય…

બહુ સચોટ અને શાતાદાયી કાવ્ય કીર્તિદા બહેન!

 

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: