Home > માહિતી, સાહિત્ય જગત > નીલે ગગન કે તલે-મધુ રાય

નીલે ગગન કે તલે-મધુ રાય


આ ચિંતનમુગ્ધ છબિ સાવરકુંડલાના કપોળ વણિક નટવરલાલ મોહનલાલ ગાંધીની છે. છેલ્લાં દસ વરસથી ડૉ. નટવર ‘નેટ’ ગાંધી અમેરિકાની રાજધાની વોશિંગ્ટન (ડિસ્ટ્રિકટ ઓફ કલિમ્બયા) નગરના મુખ્ય આર્થિક અધિકારી (CFO) તરીકે ત્યાંનો ૭૦૦,૦૦૦,૦૦૦ ડોલરનો ધમધમતો કારભાર સંભાળે છે. રોજ રાત્રે ત્રણ વાગ્યે ઊઠીને લેપટોપ ઉપર દૈનિકોની ઇલેકટ્રોનિક આવૃત્તિઓમાં જગતની આર્થિક હિલચાલ જોવા કાંસકી ફેરવે છે. મુખ્ય આર્થિક અધિકારીજી ‘નેટ’ ગાંધી વિવિધ અમેરિકન સંસ્થાઓ, સામયિક દ્વારા સન્માનિત થયા છે અને રાષ્ટ્રીય દૈનિક ‘વોશિંગ્ટન પોસ્ટ’માં તેમના ફોટા છપાય છે. વિદગ્ધ નટવરલાલજીનાં ગુજરાતી સોનેટોનો એક સંગ્રહ ‘અમેરિકા અમેરિકા’ બહાર પડ્યો છે. અને તેઓશ્રી બોલે ત્યારે તેમના મુખેથી એઝરા પાઉન્ડ કે વોલ્ટ વ્હિટમન જેવાં નામોનાં ફૂલડાં ઝરે છે. ન.મો.ગાંધી વાચકોને ધમકાવતા અંગ્રેજી નિબંધો પણ લખે છે, ને ગાંધી સાહેબ અમેરિકાની લિટરરી અકાદમીના સ્થાપકોમાંના એક હતા.

અમેરિકાના એનઆરઆઇ રાઇટરો બાબત તેમનો એક અંગ્રેજી નિબંધ અમેરિકાથી પ્રકટ થતા ‘બે પેઢીને, બે ભૂમિને, બે ભાષાઓને અને અનેક સંસ્કૃતિઓને જોડવા ઇચ્છતા’ ખૂંખાર સામાયીક ‘‘સંધિ’’માં, છપાયો છે. તેમાં ન.મો. ગાંધી કહે છે કે ‘એનઆરઆઇ સાહિત્યકારો વતનના ગુજરાતના વિવેચકોની અમીનજર માટે તલપાપડ હોય છે. … કિન્તુ હવે અમેરિકાના લેખકોએ ગુજરાતની ગુલામીની જંજીરોને ફગાવી આઝાદીનો ઐલાન કરવાની આવશ્યકતા છે. – ‘સંધી’ (અંક ૧૪)

ગાંધી સાહેબે અમેરિકાના લેખકોની ગુજરાતની જંજીરો વિશે જે લખ્યું છે, તે વાત તો ગગનવાલા વરસોથી ગાજે છે અને અમેરિકાના રાઇટર લોકોએ ગુજરાતના વિવેચકોની અમીનજરની ઝંખના વિના પોતાની આઝાદી પોકારવાનો સમય આવી ગયો છે. કારણ કે (જોક, જોક) ગુજરાતીના શ્રેષ્ઠ સાહિત્યકારો હવે અમેરિકામાં છે, (ગુજરાતમાં આદિલ મન્સૂરીથી મોટો કોઇ ગઝલકાર છે? ચંદુ શાહથી મોટો કોઇ રોમાંટિક કવિ છે? પ્રવાસનમાં પ્રીતિ સેનગુપ્તાથી મોટી કોઇ હસ્તી પૃથ્વીના ગોળા ઉપર છે? અશ્વિનીકુમારથી વધુ લોકપ્રિય નવલકથાકાર, વિનોદસ્વામી જયંતી પટેલ ને વતનઝુરાપાનાં વાદિકા પન્ના નાયકથી વડું કોઇ હયાત છે?

નવીન વિભાકરથી વધુ ફળદ્રુપ કોઇ નોવેલિસ્ટ છે? બાબુ સુથારની સરરીયલ કૃતિઓ, હરનશિ જાનીની હાસ્યકથાઓ, આરપી શાહનાં નાટકો, રાહુલ શુક્લની રોમાન્ટિક વાર્તાઓ, સુચી વ્યાસની તરફડતી સત્યકથાઓ, કાન્તિ મેપાણીના મિષ્ટ માહીતિલેખો, રોહિત પંડ્યા ને વિરાફ કાપડિયાનાં કાવ્યો, પ્રવીણ પટેલનાં વ્યક્તિચિત્રો, નીલેશ રાણાની રચનાઓ, જયશ્રી ભક્ત, વિજય શાહ, ચિરાગ પટેલ, મોના નાયકના ગુજરાતી બ્લોગ અને ‘ગુજરાત ટાઇમ્સ’ સરીખું ખબરપત્ર તેમ જ ‘‘સંધિ’’’ જેવું ફણફણતું સાહિત્ય સામાયીક ગુજરાતનાં તે-તે ઉત્પાદનોને ટક્કર મારે તેવાં નક્કર છે. કોલમોમાં પણ …હેંહેંહેં…, યુ ફોલો? અને આ ઉપરાંત અનેક ધન્ય નામો છે જે આ ક્ષણે રે, રે, આ ક્ષીણસ્મૃતિ સ્થવિરને યાદ આવતાં નથી.)

સન ૧૮૩૭ના એક ભાષણમાં અમેરિકાના માથાભારે મહાચિન્તક રાલ્ફ વાલ્ડો એમરસને ઘોષેલું કે અમેરિકાના લેખકોએ યુરોપના સાહિત્યકારોથી મુક્ત થઇને પોતાની અલગ ‘કેડી કંડારવાની’ છે. ને આ ૨૦૧૦માં નટવરલાલ મોહનલાલ ગાંધી ઘોષે છે કે… જે ગગનવાલાએ ગુજરાતીમાં કહેલું તેની અંગરેજી કોપી છે… ‘અમેરિકાના ગુજરાતી લેખકોની દુનિયા, ને જિન્દગાની અલગ છે, ગુજરાતના વિવેચકોની અમીનજરની ઝંખનામાંથી મુક્ત થાઓ!’ (આ પણ વિનોદ છે. ઓકે?)

તે લેખમાં ન.મો.ગાંધી એમ પણ કહે છે કે બચુભાઇ રાવતે બુધવારિયું થકી ને રાજેન્દ્ર શાહે કવિલોક થકી જેમ કવિઓનું લાલન કરેલું તે જ રીતે અમેરિકાની સાહિત્યિક સંસ્થાઓએ અમેરિકાના સાહિત્યકારોને લાડ કરવું જરૂરી છે. અમેરિકાના ગુજરાતીઓમાં સો માથાંદીઠ, કે કદાચ દસ માથાંદીઠ, એક માથું સાહિત્યકારનું છે. અહીંનું ગુજરાત દર્પણ માસિક તેવા સ્થાનિક ઉત્સાહી લેખકોને અને કવિ યશ વાંચ્છુઓને મંચ આપે છે. અહીં દાયકાઓથી ચાલતી સાહિત્યિક સંસ્થા ગુજરાતી લિટરરી અકાદમી ઉમાશંકર, ભોળાભાઇ, રઘુવીર જેવા મહાનુભાવોને અમેરિકા નિમંત્રી તેમનો અમેરિકાના ગુજરાતીઓ સાથે નાતો બંધાવે છે. એક સાહિત્યિક ‘દેશવિદેશ’ સામિયક દ્વારા તેમ જ ‘સર્જકો સાથે સાંઝ’ કાર્યક્રમથકી સ્થાનિક સર્જકોને બઢાવો આપે છે. આવડા મોટા પાયે મુંબઇ-ગુજરાતની પણ કોઇ સાહિત્યિક સંસ્થા કાર્યરત છે? હોય તો તેને પણ અભિનંદન.

પૂર્વે આ સ્થાને જેમની ગાથા ગાયેલી તે બાબુ સુથાર, તથા ઇન્દ્ર શાહ સંપાદિત ‘‘સંધિ’’’ સામાયીક સુરેશભાઇના ‘ક્ષિતજિ’ની યાદ અપાવે તેમ એટમબમ જેવા તંત્રીલેખો, વિશ્વસમગ્રના સાહિત્યની કવિતા, વાર્તા, નાટક, ડાયરી, પરિચય, મુલાકાત તેમ જ લઘુબોધકથાઓ પ્રકાશિત કરે છે. તેમાં સર્જકોને આઠ કરડી સૂચનાઓ સાથે જણાવાયું છે કે ‘જથ્થાબંધ ગીત-ગઝલો સીધાં બાબુ સુથારને મોકલવાં.’ સંસ્થાઓને સાફ સૂચના છે કે ‘‘સંધી’ સંસ્થા સમાચાર છાપતું નથી, હવે પછી…’ તેના છેલ્લા અંકમાં કોરિયન કવિ કિમ ચીહા, ડેનશિ કવિ હેનિક નોરબ્રાન્ત, ઓસ્ટિ^યન નાટ્યકાર પીટર હેન્ડકે, સ્વીડીશ વાર્તાકાર પાર લાગેરિકવસ્ત, જર્મન ફિલસૂફ ઇમેન્યુઅલ કાન્ટ ને જાપાનીસ ઝેન મુનિ હાકુઇન એકાકુ તથા હિંદીના સંતકવિ કબીર દેખા દે છે, ગુજરાતીના સ્વામી સત્ય વેદાન્ત, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, ચંદુ શાહ, પન્ના નાયક, જયેશ ભોગાયતા, ઇન્દ્ર શાહની રચનાઓ, નીતિન મહેતા ને ઘનશ્યામ દેસાઇની દેહાન્ત નોંધ, જોસેફ મેકવાનની પ્રશિસ્ત અને જ્યોતિ ભટ્ટનાં ચિત્રો છે. ગુજરાતમાંથી આવું બીજું ઠસ્સાદાર સામાયીક નીકળે છે? હોય તો તેને પણ અભિનંદન. જય જગત!

મધુ રાય,નીલે ગગન કે તલે

madhu.thaker@gmail.com

He has his site..too http://madhurye.net/ ( I just came to know..)

http://www.divyabhaskar.co.in/article/MAG-namo-gandhi-announcement-1158391.html?HF=

 1. July 18, 2010 at 11:34 am

  હળવી રીતે લખાયેલા લેખનો ક્ન્દ્રસ્થ ધ્વનિ તાર:સ્વર સ્પર્શી ગયો.

 2. July 18, 2010 at 12:47 pm

  Lekh gamyo

 3. July 18, 2010 at 2:23 pm

  મારો લેખ લેવા બદલ આભારી છું. તમારા સુંદર વેબકર્મ માટે તેમાં લખ્યું જ છે, .

 4. July 18, 2010 at 10:31 pm

  બહુજ સુન્દર લેખ.

 5. July 18, 2010 at 10:35 pm

  ધણોજ સુન્દર લેખ.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: