મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, Received E mail, Received Email > હું એટલું શીખ્યો છું…ડૉ. આઈ. કે. વિજળીવાળા

હું એટલું શીખ્યો છું…ડૉ. આઈ. કે. વિજળીવાળા


….કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.
….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.

….કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.

…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

…..કે દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.
 
….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.
 
…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.
 
…..કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.
 
…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.
 
…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !
 
…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !
 
…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.
 
……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.
 
…….કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય  છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે.
 
…..કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.
 
….કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.
 
….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.
 
….કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.
 
…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમ માં પડો !
 
…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !
 
…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.
 
…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !
 
….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે !

….કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિના મૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધ છે.
 
….કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.
 
….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.
 
….. કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું, જો એના જીવનમરણ નો સવાલ હોય.
 
….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.
 
….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ  રસથી સાંભળે છે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.
RASHMI  PATEL

http://f-you-n.blogspot.com/2010/06/f4ag_1884.html

http://siddharth-vandana.blogspot.com/2009/04/blog-post_03.html

http://www.readgujarati.com/sahitya/?p=938 (aabhar Vinaybhai ane Mrugeshbhai)

Advertisements
 1. જૂન 30, 2010 પર 8:59 પી એમ(pm)

  સુંદર અને વિચારપ્રેરક રત્નકણિકાઓ આપવા બદલ ધન્યવાદ.

 2. જુલાઇ 1, 2010 પર 10:53 એ એમ (am)

  Superb!!!! I liked it a lot.

 3. જુલાઇ 7, 2010 પર 1:59 એ એમ (am)

  bahu j saras, bhagaawane aapaane badhu ja nathee aapyu e tenu uttam varadaan chhe, aa aapane jetlu jaldee samajaeee etlee majhaa ja majhaa

 4. જુલાઇ 9, 2010 પર 9:38 એ એમ (am)

  ડૉ. આઈ. કે. વિજળીવાળા સંકલિત ઉમદા વિચારો.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: