વાત.-પાર્થ


વાત વિનાની વાત….કર,

દિવસ વિનાની રાત….કર.
હું ફૂલ સુંઘ્યાની કલ્પના કરૂ,
તું ખૂશ્બુ જેવી મુલાકાત કર.
ગમગીન છે અlકાશ મૌનનુ,
સ્મિતોની સળંગ બિછાત કર.
સાત ર્પવતો જેવી હથેળી ઓળંગી,
ઉગમણા સ્પર્શોની સોગાત કર.
ગીત જન્મવાની ઘડી છે સાંભળ,
અIલિંગનો સમા સ્વર સાત કર.
દિવો ઓલવવાની ઉતાવળ ન કર,
પહેલા મનમા અડાબીડ એકાંત કર

-પાર્થ

 

મનમા અડાબીડ એકાંત કરવાની પાર્થની વાત ખુબ ગમી. મને ત્યારે સુજ્યુ
જગૃત રહીને ખુબ મથ્યો..પણ અડાબીડ એકાંત તો શું એકાંત પણ મનમા થતુ નથી.
સારા વિચારો.. માઠા વિચારો…અને વિચારોજ વિચારો જે ક્યાંય ક્યાંય થી ફુટ્યા કરે.
એક ઘુઘવતો દરિયો જાણે મોજા ઉપર મોજા મોકલ્યાજ કરે
અને આ મારુ મન કિનારો બની એ મોજાની આવન જાવન જોયા કરે જોયા કરે
ક્યારે આવશે તે ગીત જન્મવાની ઘડી?
ક્યારે થશે તે અડાબીડ એકાંત?
જીવન ફુગ્ગાની હવા છુટી જશે ત્યારે?

વિજય શાહ

http://parthenium.wordpress.com/2010/06/07/%e0%aa%b5%e0%aa%be%e0%aa%

Advertisements
 1. pragnaju
  June 21, 2010 at 4:53 pm

  દિવો ઓલવવાની ઉતાવળ ન કર,
  પહેલા મનમા અડાબીડ એકાંત કર
  સુંદર
  મન માંકડા જેવું છે. એ સતત કંઈ ને કંઈ કર્યા કરતું હોય છે પણ એ કંઈ ને કંઈ કરે એને માટે જેટલો વાંધો છે એના કરતાં એ આપણને ઉંઘે રસ્તે લઈ જાય છે એને માટે આપણને વધારે વાંધો હોય છે. આપણે જો નક્કી કરીએ કે આજે સાંજે અરધો કલાક ચાલવું છે, તો મન નહીં ચાલવા માટેનાં બહાનાં શોધવા પાછળ તરત પડી જાય છે. અને આપણે એ અરધો કલાક ન ચાલીએ એને માટે સતત આપણું મન પ્રયત્ન કરતું હોય છે. આપણે જ લીધેલા નિર્ણયને તોડીને આપણે એક આસુરી આનંદ માણીએ છીએ

 2. gdesai
  June 22, 2010 at 12:46 pm

  પ્રભુ,જો કદી ઇચ્છે તું ,વર દેવા મુજને આ જીવનમાં
  તો વર દેજે એવું કે રહે ઉભરતું શૂન્ય મુજ મનમાં.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: